• Gujarati News
  • Utility
  • First Case Of Double Infection Found In India After Belgium, Infected With Delta Variant With Assam Doctor Alpha

એક સાથે બે પ્રકારના કોરોનાનું સંક્રમણ:બેલ્જિયમ બાદ ભારતમાં ડબલ ઈન્ફેક્શનનો પહેલો કેસ મળ્યો, આસામની ડૉક્ટર આલ્ફાની સાથે ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોવાથી તબિયત વધારે ખરાબ ન થઈ
  • નિષ્ણાતોએ કહ્યું- લોકોએ વહેલી તકે કોરોનાની વેક્સિન લઈ લેવી જોઈએ

કોરોનાની બીજી લહેરમાં નવા કેસની સંખ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી. પૂર્વી આસામના ડિબ્રૂગઢ જિલ્લામાં એક મહિલા ડૉક્ટર કોરોનાવાઈરસના 'આલ્ફા' અને 'ડેલ્ટા' બંને વેરિઅન્ટથી સંક્રમિત થઈ. નિષ્ણાતોએ તેને દેશમાં આ પ્રકારનો પહેલો કેસ ગણાવ્યો છે.

ICMR(ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડકિલ રિસર્ચ)ના અધિકારીઓએ જણાવ્યું કે, આસામમાં મહિલા ડૉક્ટરે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા. તેના એક મહિના બાદ મહિલા અને તેનો પતિ કોરોનાવાઈરસના આલ્ફા વેરિઅન્ટથી સંક્રમિત થયા. આ દંપતિ ડૉક્ટર છે અને કોવિડ કેર સેન્ટરમાં કામ કરે છે.

ડબલ વેરિઅન્ટથી સંક્રમિત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં નહોતી આવી
ICMRના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. બોરકાકોટીએ જણાવ્યું કે, દંપતિના જ્યારે ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે મહિલા ડૉક્ટરમાં બીજા સંક્રમણની પુષ્ટિ થઈ. તેમને જણાવ્યું કે, મહિલા ડૉક્ટરમાં ગળાની બળતરા, શરીર દુખવું, અને ઊંઘ ન આવવા જેવા હળવા લક્ષણ હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડી.

નિષ્ણાતોનું માનવું છે કે, મહિલાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા, તેથી તેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડી. જ્યારે બેલ્જિયમમાં ડબલ વેરિઅન્ટથી સંક્રમિત થનાર પહેલી મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. તેથી લોકોએ વહેલી તકે કોરોનાની વેક્સિન લઈ લેવી જોઈએ.

ડબલ ઈન્ફેક્શનનો પહેલો કેસ બેલ્જિયમમાં મળ્યો હતો
બેલ્જિયમના આલ્સ્તો શહેરની એક હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક મહિલા પહોંચી હતી. તે વારંવાર સંતુલન ગુમાવી રહી હતી. જો કે, તેના શ્વાસ બરાબર ચાલતા હતા. ઓક્સિજન લેવલ પણ 94% કરતા વધારે હતું, પરંતુ તપાસમાં તે એક નહીં કોરોનાનાં બે અલગ વેરિઅન્ટ એટલે કે બે પ્રકારના કોરોનાથી સંક્રમિત હતી.

થોડા કલાકોમાં જ તેના ફેફસાં સુધી સંક્રમણ પહોંચી ગયું અને પાંચમાં દિવસે તેનું મૃત્યુ થઈ ગયું. મહિલા કોરોનાના આલ્ફા અને બીટા વેરિઅન્ટથી સંક્રમિત હતી અને તેને વેક્સિન નહોતી લીધી. આ દુનિયાનો પહેલો કેસ હતો, જેમાં કોઈને બે વેરિઅન્ટ એટલે કે ડબલ ઈન્ફેક્શન થયું હોય.

ડબલ ઈન્ફેક્શની ઓળખ કરનાર જીનોમ સિક્વન્સિંગ શું છે?

  • જનીન આપણી જૈવિક લાક્ષણિકતાઓમાંથી આપણી લંબાઈ, વાળનો કલર, આપણી આંખોનો કલર જેવી બાબતો નક્કી કરે છે. એટલે કે કોઈ એક જીવનો સંપૂર્ણ જેનેટિક કોડ જીનોમ કહેવાય છે.
  • જીનોમ કોઈ જીવને બનાવતી પુસ્તક છે, તો જનીન તે પુસ્તકનું ચેપ્ટર.
  • કોઈપણ બે જીવોનું જીનોમ એક જેવું ન હોઈ શકે. સરળ શબ્દોમાં કહીએ તો જીનોમ જૈવિક દુનિયાનું ઓળખ પત્ર છે.
  • મનુષ્ય સહિત મોટાભાગના જીવોનું જીનોમ DNAવાળુ હોય છે, પરંતુ કોરોના જેવા વાઈરસના જીનોમ RNAવાળા હોય છે.
  • જીનોમનું અધ્યન કોઈપણ જીવની રચના, ગુણદોષ અને કામ કરવાની રીત સમજાવી શકે છે.
  • જીનોમને નરી આંખે જોઈ શકાતા નથી. માઈક્રોસ્કોપથી જોવા પર પણ તેને સમજવા મુશ્કેલ હોય છે, તેથી વૈજ્ઞાનિક તેને કોડમાં બદલી દે છે. આ જ જીનોમ સિક્વન્સિંગ છે.
  • વાઈરસના જીનોમ RNAવાળા હોય છે, તેથી તેના સિક્વન્સિંગ માટે પહેલા DNAમાં રૂપાંતરિત થાય છે.