• Gujarati News
  • Utility
  • Find Out Where And How To Get Corona Test, Rapid Antigen Kit, Which Can Be Done Easily At Home.

જરૂરિયાતના સમાચાર:ઘેરબેઠાં પણ સરળતાથી કરી શકાશે કોરોના ટેસ્ટ, રેપિડ એન્ટિજન કિટ ક્યાં અને કેવી રીતે મળશે જાણી લો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે. આવા સમયે જો તમને કોરોનાનાં કોઈ લક્ષણ દેખાય અને તમારે તેનો ટેસ્ટ કરવા બહાર ક્યાં લાઇનમાં ન ઊભા રહેવું હોય તો તમે ઘરે બેસીને પણ તમારો કોવિડ ટેસ્ટ કરી શકો છો. ટેસ્ટ કરવા માટે તમારે રેપિડ એન્ટિજેન કિટ લાવવાની રહેશે, જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.

આ હોમ કિટ દ્વારા જાણી શકાશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ. જો તમને કોરોનાના લક્ષણો દેખાય પણ રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો તમારે તાત્કાલિક RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ, કારણ કે કેટલાક પોઝિટિવ કેસમાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ ખોટો રિપોર્ટ આપી શકે છે.

ICMRએ 7 હોમ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે
23 નવેમ્બર 2021ના ​​રોજ ICMRએ 7 હોમ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી હતી, જેના દ્વારા તમે ઘરે બેસીને તમારો ટેસ્ટ કરી શકો છો. તેમાં કોવિસેલ્ફ, પેનબાયો, કોવિફાઇન્ડ, એન્ગકાર્ડ, ક્લિનટેસ્ટ, અબચેક અને અલ્ટ્રાક કોવિ કેચ હોમ કિટનો સમાવેશ થાય છે.

તમને રેપિડ એન્ટિજન હોમ ટેસ્ટ કિટ ક્યાં અને કેટલામાં મળશે?
તમને બજાર અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર રેપિડ એન્ટિજન હોમ ટેસ્ટ કિટ સરળતાથી મળી જશે, જેની કિંમત આશરે 250 રૂપિયા હોય છે.

ટેસ્ટ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે
jshf[ uac 'smd' kjlr bKls આપણે ટેસ્ટ કર્યો હોય એ જગ્યાને સાફ કરી લેવી જોઇએ. જો તમે ઇચ્છો તો તમે ટેસ્ટ કરવા માટે ટેબલમો ઉપયોગ પણ કરી શકો છો. જેથી કિટની તમામ વસ્તુઓ એક જગ્યાએ રાખી શકાય. આ ઉપરાંત, ટેસ્ટ કરતા પહેલાં તમારા હાથને સારી રીતે ધોઈ લો અને સૂકા કપડાંની મદદથી સૂકવી લો. ત્યારબાદ ટેસ્ટિંગ પ્રોસેસ શરૂ કરો.

શું આ કિટથી સારો રિપોર્ટ મળે છે?
તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, જો કોઈ વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો દેખાય અને તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેણે તાત્કાલિક RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ, કારણ કે ઘણીવખત રેપિડ ટેસ્ટ પોઝિટિવ કેસ ભૂલથી નેગેટિવ આવી શકે છે. રેપિડ ટેસ્ટમાં જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તે ખરેખર કોરોના પોઝિટિવ છે. પરંતુ ઘણીવખત તેનાં લક્ષણો હોવા છતાં પણ રિપોર્ટ નેગેટિવ આવે છે તો પણ તે પોઝિટિવ હોઈ શકે છે. તેથી, RT-PCR કરાવો અને આવા તમામ લોકોએ RT-PCRનો ટેસ્ટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આઇસોલેશનમાં રાખો.

રેપિડ ટેસ્ટનો ઉપયોગ ક્યારે કરી શકાય?
પાર્ટીમાંથી આવ્યા પછી

કોઈપણ ભીડવાળી જગ્યાએ અને પાર્ટીમાંથી આવ્યા પછી તમે તમારો રેપિડ હોમ ટેસ્ટ કરી શકો છો.

બેબી સીટર ચેકઅપ
જો કોઈ બેબી સીટર તમારાં બાળકની સંભાળ લેવા માટે તમારા ઘરે આવતી હોય તો તમે રેપિડ ટેસ્ટ દ્વારા જાણી શકો છો કે બાળક અને બેબી સીટર સુરક્ષિત છે કે નહીં.

વૃદ્ધો અને બીમાર લોકોની સંભાળ રાખનારની તપાસ
જો તમે ઘરમાં કોઈ બીમાર કે વૃદ્ધ વ્યક્તિ માટે કેરટેકર રાખી હોય તો તમારે તેનો પણ રેપિડ ટેસ્ટ કરવો જોઈએ.

હોમ મેડનું ટેસ્ટિંગ
જો તમે ઘરે રસોઈ બનાવવા અથવા કામ કરવા માટે કોઈપણ મેડ એટલે કે કામવાળા બહેન રાખ્યા હોય તો તમે રેપિડ એન્ટિજન કિટની મદદથી પણ તેનો ટેસ્ટ કરી શકો છો.

વૃદ્ધ માતાપિતા અથવા સંબંધીની મુલાકાત લેતા પહેલા
જો તમે તમારાં વૃદ્ધ માતા-પિતા, સંબંધીઓ અથવા પડોશની કોઈ વ્યક્તિને મળવા જઈ રહ્યા હો તો તે પહેલાં તમે તમારો રેપિડ ટેસ્ટ કરાવી લો.

પ્લેન, ટ્રેન અથવા બસમાં મુસાફરી કર્યા પછી
જો તમે પ્લેન, ટ્રેન અથવા બસમાં મુસાફરી કરીને ઘરે પાછા ફર્યા હો તો તમારો રેપિડ ટેસ્ટ કરાવી લો.

રસી લીધા વગરના લોકોના સંપર્કમાં આવ્યા પછી
ઘણા લોકોને હજુ સુધી રસી મળી નથી. આવા લોકોના સંપર્કમાં આવ્યા પછી તમારે તમારો પોતાનો કોરોના ટેસ્ટ કરી લેવો જોઇએ.

ઉધરસ અને શરદી હોય તો
જો તમને ઉધરસ અને શરદી જેવાં લક્ષણો દેખાય તો તે વાઇરલ છે કે કોરોનાનાં લક્ષણો છે તે જોવા માટે તમારો ટેસ્ટ કરી લો.