ફીચર આર્ટિકલ:જાણકારી: હોમ લોન નકાર માટે ટોચનાં કારણો જાણો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોમ લોન પોતાની મિલકત વસાવવાનું સપનું સાકાર કરવામાં મદદ કરે છે, પરંતુ તે મદદરૂપ થાય તેટલું જ તેમાં સઘન સંશોધન પણ જરૂરી છે. તમારી હોમ લોનની અરજીને અસર કરતાં અને તમારી પાત્રતા તમે કઈ રીતે વધારી શકો તેનાં મુખ્ય પરિબળો જાણી લેવાનું તમારે માટે મહત્ત્વપૂર્ણ છે.

બજારમાં દરેક ધિરાણદારો તેમના પોતાની પાત્રતાના માપદંડ ધરાવે છે, જે તેમને અરજદારની પુનઃચુકવણીની ક્ષમતાનું માપન કરવામાં મદદ કરે છે. આ પાસામાં ક્યાંય ખામી હોય તો હોમ લોન નકારવામાં આવી શકે છે. આથી જ તમારી લોનની મંજૂરીની શક્યતા મહત્તમ બનાવવા માટે અરજી કરવા પૂર્વે ધિરાણદારના પાત્રતાના માપદંડો તપાસી લેવાનું મહત્ત્વપૂર્ણ છે.

સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ અરજી કરવા પૂર્વે પાત્રતા તપાસવાનું છે. તમે અરજી કરો ત્યારે પસંદ કરો તે લોનની રકમ અને મુદત તમારું ઈએમઆઈ નક્કી કરે છે અને ત્યાર પછી લોનની પુનઃચુકવણી કરવાની તમારી ક્ષમતાનું આકલન કરવામાં ધિરાણદારને મદદ કરે છે. તમારી પાત્રતા તપાસવાની સૌથી આસાન રીત Home Loan Eligibility Calculator છે, જે સંભવિત ઋણદારને તેમની ઈચ્છિત લોનની રકમ માટે પાત્ર બનવા માટે જરૂરી હોઈ શકે તે બધાનો અચૂક અંદાજ આપે છે.

ધિરાણદારો હોમ લોન અરજી નકારી કાઢવાનાં અનેક કારણો છે. તમે અરજી કરો તે પૂર્વે હોમ લોન નકારવા માટે ટોચનાં કારણોની મારી આ યાદી જુઓ, જેથી તમે ઉત્તમ રીતે તૈયાર થઈ શકો અને આ ધબડકો બોલાવાનું રોકી શકો છો.

તમારી હોમ લોનની અરજી ધિરાણદાર શા માટે નકારી શકે તેનાં ટોચનાં કારણોતમારી હોમ લોનની ધિરાણદાર તમારી હોમ લોનની અરજી નકારવાનો અબાધિત અધિકાર ધરાવે છે અને તમારી અરજીનો ધબડકો બોલાઈ શકે તે ટોચની 7 ભૂલો અહીં આપી છે. વધુ જાણકારી માટે આગળ વાંચો.

અધૂરું દસ્તાવેજીકરણઅરજીમાં આપવામાં આવેલી બધી માહિતીને સુસંગત દસ્તાવેજીકરણ સાથે આધાર હોવો જરૂરી છે. લાક્ષણિક રીતે તમારે તમારું પેન કાર્ડ, આધાર કાર્ડ, યુટિલિટી બિલો, પગારની રસીદ (નોકરિયાત અરજદાર) અથવા નફો અને નુકસાનનાં નિવેદન (સ્વરોજગારી અરજદાર), બેન્ક ખાતાનાં નિવેદનો, આઈટીઆર અને મિલકત સંબંધી દસ્તાવેજો વગેરે સુપરત કરવાનું જરૂરી છે.જો તમે તમારી નોકરી કે આવક સિદ્ધ નહીં કરી શકો તો ધિરાણદાર તમારી અરજી નકારી શકે છે. ઉપરાંત કથિત મિલકત કોઈ પણ કાનૂની વિખવાદથી મુક્ત હોવી જોઈએ અને કાનૂની અને ટેક્નિકલ વેરિફિકેશનમાં સરળતાથી પાર થાય તે આવશ્યક છે.

ભરપાઈ નહીં કરેલા શુલ્કતમારો ધિરાણ ઈતિહાસ અને સ્કોર તમારી હોમ લોન અરજીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ધિરાણદારો લોનની મંજૂરી પૂર્વે આ બંને સંખ્યાઓને ધ્યાનમાં લે છે. ધ ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો ઈન્ડિયા લિમિટેડ (સિબિલ) તમારો સિબિલ સ્કોર જારી કરે છે, જે તમારું ધિરાણ લેવાનું મૂલ્ય કેટલું છે તેનો ચિતાર આપે છે. જો તમારી નામે બાકી ઋણ કે ભરપાઈ નહીં કરેલી શુલ્ક હોય તો તમે નવી હોમ લોન માટે પાત્ર બનવાની શક્યતા ઓછી છે. ટૂંકમાં, તમારી ધિરાણ માહિતી તમે વિશ્વસનીય હોમ લોન અરજદાર છો કે નહીં તે નક્કી કરે છે. અરજી નકારાઈ જવાનું ટાળવા માટે તમારે તમારી મોજૂદ પુનઃચુકવણીઓની ફરજોમાં જવાબદારીથી ભરપાઈ કરવાનું પણ જરૂરી છે.

મોજૂદ જવાબદારીઓજો તમે સક્રિય ઋણ ધરાવતા હોય તો ધિરાણદાર આ ઋણ સામે ચુકવણીની કપાત પછી તમારી આવકની ગણતરી કરે છે. જો તમારી વર્તમાન નાણાકીય જવાબદારીઓમાં નિર્ધારિત મુદતમાં લોનની શક્ય પુનઃચુકવણી તમે નહીં કરી શકો એવો અંદાજ આવે તો નવી લોનને ધિરાણદાર નામંજૂર કરશે.તમારા મોજૂદ ઋણ સંબંધમાં તમારી પુનઃચુકવણીની ક્ષમતાનું ઉત્તમ આકલન કરવા માટે ધિરાણદાર એફઓઆઈઆર અથવા ફિક્સ્ડ ઓબ્લિગેશન ટુ ઈન્કમ રેશિયો તરીકે ઓળખાતા સંકેતકનો ઉપયોગ કરે છે. તમારો એફઓઆઈઆર નીચો હોય તેમ નવી લોન લેવાની તમારી ક્ષમતા ઉચ્ચ હોય છે. હાલમાં ધિરાણદારોથી ધિરાણદાર આ આંકડા ભિન્ન હોઈ શકે છતાં 60-80% સુધીના એફઓઆઈઆર સાથેનીઅરજીઓ મોટા ભાગની ધિરાણદારો સ્વીકારે છે.

ઓછામાં ઓછો કામનો અનુભવકામના અનુભવનો અભાવ તમારી લોન અરજી પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે, કારણ કે આવકનો સ્થિર સ્રોત નોંધનીય પરિબળ છે, જે તમારી પાત્રતાને પ્રભાવિત કરે છે. મોટા ભાગની ધિરાણદારો જાહેર કે ખાનગી સંસ્થા કે બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે કમસેકમ ત્રણ વર્ષના કાર્ય અનુભવ સાથેની અરજીઓ સ્વીકારે છે.

તમારી ઉંમરઅરજદારની ઉંમર પણ તેમના ધિરાણદારની નજરોમાં મુખ્ય પરિબળ છે. ઋણદારો નિવૃત્તિની નજીક હોય તો તેમને તરફેણકારી હોમ લોનની મુદત મળવાની શક્યતા ઓછી હોય છે, કારણ કે ધિરાણદારોને લાગે છે કે મંજૂર સમયરેખામાં લોનની રકમની પુનઃચુકવણી તેઓ નહીં કરી શકે.

આવા અરજદારોની અરજી મોટે ભાગે નકારાઈ જાય છે અથવા ઉચ્ચ ઈએમઆઈ સાથે તેમને ટૂંકી મુદતની હોમ લોન અપાય છે. યુવાન અરજદારો નોકરીમાં વર્ષોની ઉચ્ચ સંખ્યા ધરાવતા હોવાથી home loan માટે મંજૂરી મળવાની ઉચ્ચ શક્યતા ધરાવે છે. ઉંમરલાયક અરજદારોના સંજોગોમાં જો યુવાન સહ-અરજદાર સાથે અરજી કરવામાં આવે તો મંજૂરીની તેમની શક્યતા વધુ હોય છે.

હોમ લોન માટે તમારો સિબિલ સ્કોરધિરાણદારો તમારી અરજી મંજૂર કરવાનું નક્કી કરવા પૂર્વે હોમ લોન માટે તમારો સિબિલ સ્કોર ધ્યાનમાં લે છે. અમારું સૂચન છે કે તમારો સ્કોર 750થી ઉચ્ચ હોય અથવા કમસેકમ 725 હોય તો જ તમારે હોમ લોન માટે અરજી કરવી જોઈએ. જો 725થી ઓછો સ્કોર હોય તો ઉચ્ચ જોખમ દર્શાવે છે, જેમાં અરજી નકારાઈ શકે અથવા બિનતરફેણકારી લોનની મુદત પર લોન મળી શકે છે.

અગાઉની હોમ લોનની અરજીઓતમારો ક્રેડિટ રેકોર્ડ તમારી મંજૂર અને નકારાયેલી અગાઉની હોમ લોન અરજીનો ઈતિહાસ પણ બતાવે છે.આને કારણે સંભવિત ધિરાણદારો તમારી ધિરાણ કામગીરીનું મૂલ્યાંકન કરી શકે છે અને તમે ડિફોલ્ટ તો નહીં કરો ને તે નક્કી કરે છે. જો તમારી અરજી અગાઉ નકારવામાં આવી હોયતો તમારી હોમ લોન અરજીની વધુ તપાસ થઈ શકે છે. આથી જ તમારી રૂપરેખા સુધારવા પર તમારે કામ કરવાનું અને મંજૂરીની શક્યતા મહત્તમ બન્યા પછી જ અરજી કરવાનું મહત્ત્વપૂર્ણ છે.

આજે જ હોમ લોન લો

હવે તમે તમારી હોમ લોન અરજી નકારાઈ જવાનાં ટોચનાં કારણો જાણી ગયાં છો તો આસાનીથી તે ટાળી શકો છો અને સર્વ પરિબળોની ખાતરી કરીને અરજી કરી શકો છો. ઘર ખરીદી કરવા માટે ભંડોળ લેવા જે કોઈ ગંભીર હોય તેમણે યોગ્ય સૂઝબૂઝનું પાલન કરવું જોઈએ અને પોતાને ધિરાણ મૂલ્ય ઋણદાર હોવાનું સિદ્ધ કરવું જોઈએ. અગ્રગણ્ય ધિરાણદારો ભંડોળના ઝડપી વિતરણ સાથે low interest home loan ડીલ્સ ઓફર કરે છે, જે સપનાનું ઘર ખરીદી કરવા ઉત્સુક નાગરિકો માટે આદર્શ ફાઈનાન્સિંગ વિકલ્પ છે. હાલમાં નોકરિયાત અને વ્યાવસાયિક અરજદારો વાર્ષિક 6.70%* જેટલા ઓછા વ્યાજ દરે હોમ લોન મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...