કામની વાત:જાણો, આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે
  • ડેમોગ્રાફિક અપડેટ માટે 50 રૂપિયા આપવા પડશે

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ભારતીય નાગરિકોને આધાર કાર્ડ જારી કરે છે. તેમાં દરેક નાગરિક માટે 12 અંકનો ઓળખ નંબર આપવામાં આવે છે. ભારતીય નાગરીક તેને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ઉપયોગ કરે છે. આજકાલ મોટાભાગની અરજીમાં આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો તમે તેમાં કંઈક ફેરફાર કરવા માગો છો તો તમે ઓનલાઈન અથવા નજીકના આધાર સેન્ટર જઈને તેને અપડેટ કરાવી શકો છો. જો કે, આધારમાં વિવિધ જાણકારી અપડેટ કરાવવા માટે તમારે અલગ અલગ ફી ચૂકવવી પડે છે.

બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે
આધારમાં માત્ર બાયોમેટ્રિક અપડેટ માટે તમારે નજીકના નોંધણી કેન્દ્રમાં જવું પડશે. તે સિવાય તમામ અપડેટ હવે ઓનલાઈન દ્વારા કરવામાં આવે છે. જો તમે બાયોમેટ્રિક અપડેટ કરાવો છો તો તમારે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે.

ડેમોગ્રાફિક અપડેટ માટે 50 રૂપિયા આપવા પડશે. જો ઈ-આધાર ડાઉનલોડ અને કલર પ્રિન્ટ જોઈતી હોય તો 30 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જણાવી દઈએ કે, જો તમને તેનાથી વધુ ચૂકવણી કરવા માટે કહેવામાં આવે તો તરત 1947 નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તે સિવાય તમે help@uidai.gov.in પર ઈમેલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.

અપડેટ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્લ લઈને સેન્ટર પર જવું
આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સર એનરોલમેન્ટ સેન્ટર લઈને જવું પડશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવશે અને અપડેટ કરાવ્યા બાદ તમને પરત કરવામાં આવશે. જો તમે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ (SSUP) દ્વારા ડેમોગ્રાફિક જાણકારીમાં ફેરફાર કરો છો તો તમારો મોબાઈલ નંબર આધારમાં રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. જો તમે એડ્રેસમાં કોઈ ફેરફાર કરવા માગો છો અથવા લગ્ન સમયે જગ્યા સ્થાન બદલાય છે તો આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ. જણાવી દઈએ કે, આધાર કાર્ડમાં ફોટો, બાયોમેટ્રિક્સ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈ-મેલમાં ફેરફાર કરવા માગો છો તો કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી.