તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Find Out How Much Money Is In Your PF Account By Making A Miss Call, EPFO Revealed The Number

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EPFOની સુવિધા:એક મિસ કોલ કરીને જાણો તમારા PF અકાઉન્ટમાં કેટલા પૈસા છે, EPFOએ નંબર જાહેર કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PF અકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ કોલ કરવો પડશે
  • ઓનલાઈન અથવા SMSથી પણ PFની રકમ વિશે જાણકારી મેળવી શકાય છે

મુશ્કેલ સમયમાં હંમેશાં લોકો પોતાના પ્રોવિડન્ટ ફંડ (PF)માંથી પૈસા ઉપાડ છે. કોરોનાકાળ દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે ત્યારે તમે જોયું હશે કે મોટાભાગના લોકોએ તેમના PF ફંડમાંથી પૈસા ઉપાડ્યા હતા. પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જેમને તેમના PF અકાઉન્ટને લઈને ખાસ જાણકારી નથી હોતી.

નોકરી કરતા દરેક કર્મચારી અને કંપનીએ PFની રકમ EPFOમાં જમા કરાવવાની હોય છે. દર મહિને તમારી સેલરીમાંથી કટ કરવામાં આવતી રકમને મોટાભાગના કર્મચારી રિટાયર્મેન્ટ બાદ લેતા હોય છે. પરંતુ નોકરી બદલતી વખતે અથવા EPFના પૈસા ટ્રાન્સફર કરતા સમયે લોકોને ખબર નથી હોતી કે તેમના ખાતામાં કેટલા પૈસા છે. ત્યારે નવા નાણાકીય વર્ષમાં ઘણા ફેરફાર થાય છે, જેમાં તમારે તમારું PF બેલેન્સ પણ ચેક કરવું જોઈએ. PF ચેક કરવાની ઘણી રીત છે. તેમાંથી એક રીત મિસ કોલ છે. તેના માટે EPFOએ નંબર જાહેર કર્યો છે. તે સિવાય ઓનલાઈન અથવા SMSથી પણ PFની રકમ વિશે જાણકારી મેળવી શકાય છે.

મિસ કોલ કરવા માટે આ નંબર પર કોલ કરો
તમે માત્ર એક મિસ કોલ કરીને તમારું PF બેલેન્સ જાણી શકો છો. તેના માટે તમારે PF અકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ કોલ કરવો પડશે. ત્યારબાદ તમને એક મેસેજ આવશે જેમાં તમારા અકાઉન્ટમાં રહેલા PFના પૈસાની જાણકારી મળશે. મેસેજમાં PF Number, નામ, જન્મ તારીખ, EPF બેલેન્સની સાથે છેલ્લી જમા રકમ પણ જણાવવામાં આવે છે.

SMS દ્વારા EPF બેલેન્સ ચેક કરવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર મેસેજ કરવાનો રહેશે. SMSને EPFOHO UAN ENG લખીને 7738299899 નંબર પર મેસેજ કરવાનો રહેશે. ENGના પહેલા ત્રણ કેરેક્ટર એ દર્શાવે છે કે તમને ભાષામાં માહિતી જોઈએ છે. મેસેજની સુવિધા અંગ્રેજીની સાથે હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષામાં પણ ઉપલબ્ધ છે. વિવિધ ભાષાઓ માટે વિવિધ કોડ છે. જે નીચે પ્રમાણે છે 1. અંગ્રેજી માટે કોઈ કોડ નથી 2. હિન્દી- HIN 3.પંજાબી - PUN 4. ગુજરાતી - GUJ 5. મરાઠી - MAR 6. કન્નડ - KAN 7. તેલુગુ - TEL 8. તમિલ - TAM 9. મલયાલમ - MAL 10. બંગાળી - BEN

1 એપ્રિલથી PFના વ્યાજ પર ટેક્સના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો
કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF અને વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)માં કોઈ કર્મચારીની તરફથી યોગદાન કોઈ એકનાણાકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધારે જમા છે તો 2.5 લાખ રૂપિયાથી વધારેની રકમ પર મળતું વ્યાજ કરપાત્ર માનવામાં આવશે. હવે એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ સુધી EPFમાં રોકાણ જ ટેક્સ ફ્રી રહેશે. પ્રાઈવેટ સેક્ટર કર્મચારી 2.5 લાખ અને સરકારી કર્મચારી 5 લાખ સુધી ટેક્સ ફ્રી રોકાણ કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો