વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં ITR ફાઇલ કરવાનું રહેશે. ઘણા લોકોને એવું લાગે છે કે તેમની વાર્ષિક આવક ઈન્કમ ટેક્સ હેઠળ નથી આવતી તો તેમને ITR ફાઈલ કરવાની જરૂર નથી. જ્યારે આવું વિચારવું ખોટું છે. જો તમે ઈન્કમ ટેક્સ હેઠળ નથી આવતા તો પણ તમારે રિટર્ન ફાઈલ કરવું જોઈએ. જો તમે ITR ફાઈલ કરો છો, તો તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. અમે તમને ITR ફાઈલ કરવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.
ટેક્સ રિફંડ ક્લેમ કરવા માટે
જો તમારે ટેક્સ રિફંડ ક્લેમ કરવો છે તો તેના માટે ITR ફાઈલ કરવું જરૂરી છે. તમે જ્યારે ITR ફાઈલ કરો છો તો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેનું અસેસમેન્ટ કરે છે. જો તમારું રિફંડ બને છે તો તે ડાયરેક્ટ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવે છે.
વિઝા માટે જરૂરી
જો તમે કોઈ બીજા દેશમાં જઈ રહ્યા છો તો જ્યારે તમે વિઝા માટે અરજી કરો છો તો તમારી પાસે ઈન્કમ ટેક્સ રિટર્ન માગવામાં આવી શકે છે. ઘણા દેશોની વિઝા ઓથોરિટી વિઝા માટે 3થી 5 વર્ષ સુધીના ITR માગે છે. ITR દ્વારા તેઓ ચેક કરે છે કે જે વ્યક્તિ તેમના દેશમાં આવવા માગે છે તેનું ફાઈનાન્સિયલ સ્ટેટસ શું છે.
ઈન્કમનું પ્રૂફ રહે છે
ઈન્કમ ટેક્સ રિટર્ન જ્યારે પણ કોઈ વ્યક્તિ ફાઈલ કરે છે તો તેને એક પ્રમાણપત્ર મળે છે. જ્યારે પણ ITR ફાઈલ કરવામાં આવે છે ત્યારે તેની સાથે ફોર્મ 16 ભરવામાં આવે છે, ફોર્મ 16 ત્યાં મળે છે જ્યાં વ્યક્તિ નોકરી કરતો હોય. આ રીતે એક સરકારી પ્રમાણિત દસ્તાવેજ થઈ જાય છે જેનાથી એ સાબિત થાય છે કે વ્યક્તિની આટલા રૂપિયા વાર્ષિક આવક ફિક્સ છે. આવકના રજિસ્ટર્ડ પ્રમાણ મળવાથી ક્રેડિટ કાર્ડ, લોન અથવા પોતાને ક્રેડિટ સાબિત કરવામાં મદદ થાય છે.
બેંક લોન સરળતાથી મળી જાય છે
ITR તમારી ઈન્કમનો પુરાવો હોય છે. તેને તમામ સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓ આવકના પુરાવા તરીકે સ્વીકારે છે. જો તમે બેંક લોન માટે અરજી કરો છો, તો બેંક ઘણી વખત ITR માગે છે. જો તમે નિયમિત ITR ફાઈલ કરો છો તો તમને બેંકમાંથી સરળતાથી લોન મળી જાય છે. તે ઉપરાંત તમે કોઈપણ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશનમાંથી લોન સિવાય બીજી સેવાઓ પણ સરળતાથી મેળવી શકો છો.
નુકસાનને કેરી ફોરવર્ડ કરવાનું સરળ રહે છે
જો તમે શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે અને તમને નુકસાન થયું છે તો નુકસાનને આગામી વર્ષે કેરી ફોરવર્ડ કરાવવા માટે નિયત સમયમર્યાદામાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. કેમ કે, આગામી વર્ષે તમને જો કેપિટલ ગેઈન થાય છે તો આ નુકસાન આ ફાયદાથી એડજસ્ટ થશે અને તમને લાભ પર ટેક્સ છૂટનો ફાયદો મળી શકે છે.
સરનામાંના પુરાવા તરીકે કામમાં આવે છે
ITR રસીદ તમારા રજિસ્ટર્ડ સરનામાં પર મોકલવામાં આવે છે, જે સરનામાંના પુરાવા તરીકે કામ કરી શકે છે. તે ઉપરાંત તમારા માટે ઈન્કમ પ્રૂફનું પણ કામ કરે છે.
પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી છે ITR
જો તમે જાતે બિઝનેસ શરૂ કરવા માગો છો તો ITR ફાઈલ કરવું જરૂરી છે. તે ઉપરાંત તમે તમારા કોઈ પણ ડિપાર્ટમેન્ટ માટે કોન્ટ્રાક્ટ જોઈતો હોય તો તમારે ITR બતાવવું પડશે. કોઈ સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ લેવા માટે છેલ્લા 5 વર્ષનો ITR આપવો પડે છે.
વધારે વીમા કવર માટે વીમા કંપનીઓ માગે છે ITR
જો તમે 1 કરોડ રૂપિયાનું વીમા કવર (ટર્મ પ્લાન) લેવા માગો છો, તો વીમા કંપનીઓ તમારી પાસેથી ITR માગી શકે છે. હકીકતમાં, તેઓ ફક્ત તમારી આવકના સ્ત્રોતને જાણવા અને તેની નિયમિતતાને તપાસવા માટે ITR પર વિશ્વાસ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.