• Gujarati News
  • Utility
  • File Your Income Tax Return By December 31, Otherwise You May Have To Pay A Fine Of Rs 10,000.

ITR ફાઈલ:31 ડિસેમ્બર સુધીમાં તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો, નહીં તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર ટેક્સ ન ભરવા બદલ કરદાતા પાસેથી દંડ વસૂલવામાં આવે છે
  • એવા કરદાતાઓ જેમની આવક 5 લાખથી વધારે નથી તેમને લેટ ફી તરીકે 1 હજાર રૂપિયા ચૂકવવા પડશે

કોરોના મહામારીને કારણે સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખને લંબાવી દીધી છે. તેના કારણે હવે 2019-20 (અસેસમેન્ટ યર 2020-21) માટે ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર સુધી ફાઈલ કરી શકાશે. આવી સ્થિતિમાં કરદાતાઓએ સમયસર ITR ફાઈલ કરવું જોઈએ. સમયસર ટેક્સ ન ભરવાથી કરદાતા પર દંડ લાદવામાં આવી શકે છે.

ITR ભરવાના ઘણા ફાયદા છે, તેનાથી સરળતાથી લોન મળી જાય છે અને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પણ તે જરૂરી છે

10,000 નો દંડ ભરવો પડી શકે છે
જો 31 ડિસેમ્બર બાદ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે તો કરદાતાને 10,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. તેમજ જે કરદાતાઓની આવક 5 લાખ રૂપિયાથી વધારે નથી તેમને લેટ ફી તરીકે માત્ર 1 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

સમયસર ITR ફાઈલ ન કરવાના ઘણા નુકસાન છે
સમયસર ITR ફાઈલ ન કરવાથી કરદાતાને દંડ તો ભરવો પડશે તે સાથે ઘણા પ્રકારની ઈન્કમ ટેક્સ છૂટનો લાભ પણ નહીં મળે. તેનાથી આવકવેરા કાયદાની કલમ -10A અને કલમ-10B અંતર્ગત મળતી છૂટ નહીં મળે. તેમજ કલમ 80IA, 80IAB, 80IC, 80ID અને 80IE અંતર્ગત મળતી છૂટનો લાભ પણ તમને નહીં મળે. તે ઉપરાંત સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવાને કારણે કરદાતાને આવકવેરા કાયદાની કલમ 80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB અંતર્ગત કપાતનો લાભ મળશે નહીં.

કરદાતાનું મૃત્યુ થાય તો તેના વારિસે ઇન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવવું પડે છે, નોટિસ ફટકારવામાં આવી હોય તો તેની જવાબદારી પણ ઉત્તરાધિકારીની રહેશે

ટેક્સની ચૂકવણી ન કરવા પર શું થશે?
જો તમે ઈન્કમ ટેક્સ નથી ભરતા તો આવકવેરા વિભાગ તમને નોટિસ ફટકારી શકે છે. જો રિટર્ન ફાઈલ નહીં કરો તો તમે કરન્ટ અસેસમેન્ટ યરના નુકસાનને આવતા નાણાકીય વર્ષમાં નહીં લઈ જઈ શકતા. આવા લોકો પર ટેક્સ ગણતરીના મૂલ્યના 50% થી 200% સુધી દંડ લાદવામાં આવી શકે. તે ઉપરાંત હાઈ વેલ્સૂના કેસોમાં 7 વર્ષની સખત કેદ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...