તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તાવ ફાયદાકારક હોય છે? નહિ ને ! પરંતુ અમે તમને જણાવી રહ્યા છે કે ફીવર ઘણી બધી રીતે ફાયદાકારક હોય છે. આ બીમારીના ગંભીર પરિણામો અને શરીરમાં લાંબા સમય સુધી બીમારી ટકવાની શક્યતાને ઓછી કરે છે.
અમેરિકામાં રહેતા જેન બ્રોડીએ કહ્યું કે, સ્થાનિક લોકો કોરોનાનું સંક્રમણ રોકવા માટે ઘણા બધા ઉપચાર કરે છે. તેઓ કોઈ પણ બિલ્ડિંગમાં આવતા લોકોનાં ફોરહેડ પર ટેમ્પરેચર ચેક કરે છે. એક દિવસે તેમનું ટેમ્પરેચર 96.2 ડિગ્રી નોંધાયું. આની પહેલાં તેનું ટેમ્પરેચર 97.5 ડિગ્રી હતું.
બ્રોડીને પ્રશ્ન થાય છે કે, 98.6 ડિગ્રી સુધી બોડી ટેમ્પરેચર નોર્મલ માનવામાં આવે છે?
દરેકનું બોડી ટેમ્પરેચર એકસરખું હોતું નથી
બ્રોકલિનમાં રહેતા બાળકોના ડૉક્ટર ફીલ્પિયા ગોર્ડને બ્રોડીને ઈમેલ દ્વારા એક આર્ટિકલ મોકલ્યો હતો. આ આર્ટિકલને કેલિફોર્નિયા યુનિવર્સીટીના બે એન્થ્રોપોલોજિસ્ટ માઈકલ ગુરવેન અને થોમસ ક્રાફ્ટે લખ્યો છે.
ગોર્ડને લખ્યું કે, દરેકનું બોડી ટેમ્પરેચર એકસમાન હોતું નથી. તેની કોઈ નક્કી વેલ્યુ નથી. દરેક શરીરનું ટેમ્પરેચર અલગ-અલગ હોય છે. આ બદલાતું રહે છે. સવારના સમયે બોડીનું ટેમ્પરેચર ઓછું તો સાંજે વધારે થઇ જાય છે. કસરત દરમિયાન પર આ બદલાઈ છે. આ મેન્સચુરેશનના સમયે પણ અલગ હોય છે. યંગ લોકોની સરખામણીએ વૃદ્ધ લોકોનું ટેમ્પરેચર ઓછું હોય છે.
આ ઉપરાંત, ઘણા પ્રકારનાં રિસર્ચર્સે પાલો અલ્ટોમાં રહેતા હજારો લોકોનું ટેમ્પરેચર રીડ કર્યું છે. તેમાં તેમણે ન્યૂ નોર્મલ તરીકે 97.5 ડિગ્રી ટેમ્પરેચર જોયું છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, નોર્મલ બોડી ટેમ્પરેચર 97.2થી 99.5 ડિગ્રી હોય છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જુલી પર્સોનેટે વર્ષ 1862થી 2017 સુધીના ડેટા રિવ્યૂ કર્યો. તેમાં જાણવા મળ્યું છે કે દર દસ વર્ષે શરીરનું ટેમ્પરેચર ઘટીને 0.05 ફેરનહીટ રહ્યું છે. લગભગ 75% લોકોનું નોર્મલ બોડી ટેમ્પરેચર 98.6 ડિગ્રીથી ઓછું હોય છે.
શું 98.6 ટેમ્પરેચર એટલે ફીવર ગણાય?
આ સવાલનો જવાબ પ્રોફેસર શેરોન એસ. ઇવાન હામાં આપે છે. તેમનું કહેવું છે કે, 98.6 ટેમ્પરેચર ફીવર હોય છે. જો કે, 100.4 ડિગ્રી તાપમાન તાવનું સૌથી નીચું સ્તર માનવામાં આવે છે.
શું ફીવર ફાયદાકારક છે?
એલિઝાબેથ એ. રેપાસ્કી અને ડેનિયલ ટી. ફિશરે તેમના રિવ્યૂમાં જણાવ્યું કે, ડોક્ટર ઇવાને તાવને ઘણા સંજોગોમાં ફાયદાકારક ગણાવ્યો છે. આમાં, તેમણે રોગની તીવ્રતા અને તેના શરીરમાં લાંબા સમય સુધી રહેવાની સંભાવના ઘટાડવાની સંભાવનાનો ઉલ્લેખ કર્યો છે.
જો કે, તેઓ તાવ ઘટાડવા માટે ડોક્ટરની સલાહ પર દવાઓ લેવાનો આગ્રહ રાખે છે. ફીવર ઇમ્યુન સિસ્ટમના દરેક પાસાંને અસર કરે છે. જેથી, તે યોગ્ય રીતે કાર્ય કરી શકે.
ફીવર ઇમ્યુન સિસ્ટમ પર આ રીતે કાર્ય કરે છે
ફીવર જન્મજાત ઇમ્યુનિટીને એક્ટિવ કરે છે. આ સમય દરમિયાન એક જગ્યાએ વ્હાઇટ સેલ્સ ભેગાં થાય છે. ન્યુટ્રોફિલ્સ બોડીમાં પેથોજેન્સ અને મેક્રોફેજની શોધ કરીને તેને જકડી રાખે છે. ત્યારબાદ માઇક્રોફેઝ રિએક્ટ કરે છે અને મદદ માટે સિગ્નલ મોકલે છે.
ત્યારબાદ ઈમ્યુનિટીના T સેલ અને B સેલ એક્શન મોડમાં આવી જાય છે. આ સેલ્સ એન્ટિબોડી બન્યા બાદ હુમલો કરવા પર રિએક્ટ કરે છે.
શું ફીવરની સારવાર કરવી ખોટી છે?
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ડૉક્ટર પૉલ ઓફિટે પોતાના વીડિયોમાં ફીવરની ટ્રીટમેન્ટને લઈને ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે ફીવર ઉંમરને વધારે છે. તેઓ જણાવે છે કે, ઈમ્યુનિટી હાઈ ટેમ્પરેચરમાં સારું કામ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે આપણે ફીવરને ઓછો કરવા માટે મેડિસિન લઈએ છીએ તો આપણે ઈમ્યુન સિસ્ટમની સામે કામ કરીએ છીએ.
ડૉક્ટર પોલના જણાવ્યા પ્રમાણે, ફીવર માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાકના લક્ષણોમાં રાહત આપે છે. પરંતુ તેઓ ફીવરના સમયે બહાર જવાની ના પાડે છે. તેનાથી સંક્રમણને ફેલાવવાથી રોકી શકાય છે.
તેઓ કહે છે કે ફીવર વાઈરલ શેડિંગ અને ફ્લૂ જેવી બીમારીને શરીરમાં લાંબા સમય સુધી રહેવા નથી દેતી. ડૉક્ટર ગોર્ડનના જણાવ્યા પ્રમાણે માતાપિતા બાળકોને ફીવર આવે ત્યારે ગભરાય જાય છે અને તરત સારવાર શરૂ કરાવે છે. તેમનું કહેવું છે કે, દરેક વખતે હાઈ ટેમ્પરેચર ફીવર હાનિકારક નથી.
હાઈ ટેમ્પરેચર ફીવરને લઈને ચેતવણી
જો ફીવર ઈન્ફેક્શનના કારણે છે તો આપણે સાવધાન રહેવાની જરૂર છે. જો આવી સ્થિતિમાં બાળક કારમાં બંધ હોય અને એક એથલીટ તડકામાં એક્સર્સાઈઝ કરી રહ્યો છે તો તેમાં સ્ટ્રોકનું જોખમ વધી જાય છે
જો કે કન્ઝ્યુમરને ટેમ્પચેર લેવાની રીતને ધ્યાન રાખવી જોઈએ. કાનનું ટેમ્પરેચર ઓરલ ટેમ્પરેચર કરતા વધારે હોય છે, જે હાથના બગલમાં અને માથાના સ્કેન કરીને લેવામાં આવે છે. ગોર્ડનના જણાવ્યા પ્રમાણે, નવજાત બાળકોનું ટેમ્પરેચર રેક્ટલ થર્મોમીટર સાથે લેવું જોઈએ. જો કે, મોટા બાળકોમાં જ્યાં સુધી ટેમ્પરેચર રીડ નથી કરવામાં આવતું, ત્યાં સુધી વાંધો નથી આવતો.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.