રિઝલ્ટ / FCI-ફેઝ 1નું રિઝલ્ટ જાહેર થયું, 4103 પદો પર ભરતી થશે

FCI-Phase 1 result was announced, 4103 posts will be recruited

Divyabhaskar.com

Jul 08, 2019, 01:24 PM IST

યુટિલિટી ડેસ્કઃ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)એ જેઈ, સ્ટેનો અને આસિસ્ટન્ટના 4103 પદો પર ભરતી માટે આયોજિત કરવામાં આવેલ ફેઝ-1 એક્ઝામ 2019નું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ www.fci.gov.in પર જઇને જોઈ શકાશે. FCI ફેઝ-1 પરીક્ષા 2019 31 મે અને 3 જૂનના રોજ દેશના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવી હતી. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ અત્યારે માત્ર ઉત્તર-ઝોનના ફેઝ-1નું પરિણામ જાહેર કર્યું છે. બીજા ઝોનનું રિઝલ્ટ ટૂંક સમયમાં જ ભારતના ફૂડ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ફેઝ-I પરીક્ષા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષામાં ભાગ લઈ શકશે.


આ રીતે રિઝલ્ટ ચેક કરો

  • પરિણામો જોવા માટે પ્રથમ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ www.fci.gov.in પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર જોવા મળી રહેલ FCI ફેઝ-1 રિઝલ્ટ ફોર નોર્થ ઝોન 2019ની લિંક પર ક્લિક કરો.
  • લિંક પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે.
  • નવાં પેજ પર માગવામાં આવેલી માહિતી ભરીને સબમિટ બટન પર ક્લિક કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરવાથી પરિણામ સ્ક્રીન પર દેખાશે.
X
FCI-Phase 1 result was announced, 4103 posts will be recruited
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી