• Gujarati News
  • Utility
  • If The Father Did Not Have 1500 Rupees, He Could Not Take His Son's Dead Body To The Ambulance.

કામની વાત:પિતા પાસે ન હતા 1500 રૂપિયા તો પુત્રની ડેડબોડી લઈ જવા ન મળી એમ્બ્યુલન્સ, મફતમાં ઍમ્બ્યુલન્સ બોલાવવા માટે ફોલો કરો આ પ્રોસેસ

2 મહિનો પહેલા

હૃદય થરથરાવી દે તેવાં મધ્યપ્રદેશનાં મુરેનાનાં સમાચાર તમે જરૂર વાંચ્યા હશે. થોડાં દિવસ પહેલાં એક 8 વર્ષનો બાળક પોતાનાં 2 વર્ષના ભાઈના શબને ખોળામાં લઈને કલાકો સુધી બેસી રહ્યો હતો. શબની ઉપર માખીઓ ફરી રહી હતી. બીજી તરફ ઍમ્બ્યુલન્સ માટે પિતા ઘરે-ઘરે ભટક્યાં હતાં. તેને 1500 રૂપિયાની જરૂર હતી, પૈસાના અભાવે ન તો તેને ખાનગી ઍમ્બ્યુલન્સ મળી કે ન તો સરકારી એમ્બ્યુલન્સે તેની મદદ કરી. બાદમાં પોલીસે બાળકનાં મૃતદેહને ઘરે મોકલી આપ્યો હતો.

તમારી આસપાસ પણ આવી ઘટનાઓ બનતી જ હશે. કેટલીકવાર તો તમે પોતે પણ તેનો ભોગ બનતા હશો. આવી સ્થિતિમાં, અમે તમને સરકારી અને ખાનગી ઍમ્બ્યુલન્સ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ, જેથી આવતીકાલે જો તમને જરૂર પડે તો તમને સમયસર મદદ મળી શકે.

ડૉ. બાલકૃષ્ણ શ્રીવાસ્તવ, ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મિસરોદ (ભોપાલ) આ પ્રશ્નોનાં જવાબ આપશે.

સૌથી પહેલાં વાત કરીએ સરકારી હોસ્પિટલથી ઍમ્બ્યુલન્સની સુવિધાઓની
કોઇપણ સરકારી હોસ્પિટલમાં જો તમે કોલ કરીને ઍમ્બ્યુલન્સ બોલાવશો તો તમારે પૈસા નહીં આપવા પડે, કારણ કે તે સરકાર તરફથી મફત સુવિધા છે.

નીચેના ગ્રાફિક્સમાં વાંચો સામાન્ય રીતે સરકારી હોસ્પિટલમાં કઈ ઍમ્બ્યુલન્સ હાજર હોય છે.

હવે ઉપર ગ્રાફિક્સમાં જણાવેલી આ 5 ઍમ્બ્યુલન્સને સમજો, કઈ પરિસ્થિતિમાં કઈ ઍમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે?

સામાન્ય ઍમ્બ્યુલન્સ : આ ઍમ્બ્યુલન્સનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે દર્દી સ્વસ્થ થઈ ગયો છે અને તેને ઘરે પાછો મોકલવાનો હોય. જે ગામ કે નાના શહેરમાં સરકારી હોસ્પિટલમાં તબીબી સુવિધા ઓછી હોય ત્યાં દર્દીને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં મોકલવા માટે આ ઍમ્બ્યુલન્સ સુવિધાનો ઉપયોગ થાય છે.

ઑક્સિજન (કાર્ડિક) ઍમ્બ્યુલન્સ : આ ઍમ્બ્યુલન્સનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતું હોય. આ સિવાચ જો ચેસ્ટ પેઈન કે શ્વાસની તકલીફ હોય કે પછી અસ્થમા હોય ત્યારે દર્દીના હોસ્પિટલ લઈ જવા માટે આ ઍમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. કોરોના સંક્રમણ દરમિયાન આવી ઍમ્બ્યુલન્સનો ઉપયોગ ઘણો વધારે થયો છે. મોર્ચ્યુરી ઍમ્બ્યુલન્સ (શવ વાહન) : આ એમ્બ્યુલન્સનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ શરીર (શબ)ને સ્મશાન કે ઘરે લઈ જવાનું હોય છે.

ન્યુનેટલ ઍમ્બ્યુલન્સ : આ તે સરકારી હોસ્પિટલોમાં છે, જ્યાં પીડિયાટ્રિક વોર્ડ છે એટલે કે જેમાં નવજાત બાળકો હોય છે. જ્યારે નવજાત શિશુની સ્થિતિ ગંભીર હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જનની એક્સપ્રેસ અથવા ઍમ્બ્યુલન્સ : આ ઍમ્બ્યુલન્સનો ઉપયોગ માત્ર સગર્ભા સ્ત્રીઓ માટે જ કરવામાં આવે છે, જેમની ડિલિવરી કરવાની હોય છે. આવી મહિલાઓને ઍમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવે છે.

પ્રશ્ન : સરકારી હોસ્પિટલમાંથી ઍમ્બ્યુલન્સ બોલાવવી પડે તો તમારે શું કરવું પડશે?
જવાબ :
કોઈપણ પરિસ્થિતિમાં સરકારી હોસ્પિટલમાંથી ઘરે કે ગમે ત્યાં એમ્બ્યુલન્સ બોલાવવી પડે તો તેનાં બે રસ્તાં છે.
પહેલો સરકારી હોસ્પિટલનો નંબર ડાયલ કરો.
બીજો અને સૌથી સહેલો રસ્તો તમે 108 પર કોલ કરી શકો છો.
ડૉ. બાલકૃષ્ણ કહે છે કે, કોઈ વ્યક્તિને સરકારી હોસ્પિટલનો નંબર શોધવામાં સમય લાગી શકે છે અથવા તેને નંબર ન મળે એવું પણ બની શકે છે. તેથી બીજો રસ્તો અપનાવવો વધુ સારું છે.

પ્રશ્ન : સરકારી ઍમ્બ્યુલન્સને બોલાવવા માટે કોઈ પૈસા માગે તો શું કરવું જોઈએ?
જવાબ :
જો કોઈ સરકારી ઍમ્બ્યુલન્સ માટે પૈસા માગે તો તમે બે જગ્યાએ ફરિયાદ કરી શકો છો

  • પહેલી જગ્યા છે પોલીસ સ્ટેશન અને
  • બીજી જગ્યા છે CM હેલ્પલાઈન નંબર

હવે વાત કરીએ ખાનગી હોસ્પિટલમાં રહેતી ઍમ્બ્યુલન્સની. આ હોસ્પિટલોમાં પણ સરકારની જેમ સામાન્ય, ઓક્સિજન, શબઘર, નવજાત શિશુ અને જનની એક્સપ્રેસ જેવી ઍમ્બ્યુલન્સ છે. આ ઉપરાંત પણ તમને અમુક વિશેષ સુવિધાવાળી ઍમ્બ્યુલન્સ પણ મળે છે. નીચે આપેલાં ગ્રાફિક્સ વાંચો.

કેટલીક એમ્બ્યુલન્સ એવી પણ છે કે જેના વિશે સામાન્ય લોકો અજાણ છે, જેમ કે ‘એર ઍમ્બ્યુલન્સ’ અને ‘ટ્રેન ઍમ્બ્યુલન્સ’. નામથી જ ખ્યાલ આવી જાય કે દર્દીને વિમાન અથવા ટ્રેન દ્વારા લાવવામાં આવે છે. જ્યારે દર્દીને દેશનાં એક શહેરથી બીજા શહેરમાં અથવા મેટ્રોપોલિટન સિટીમાં ખસેડવાની જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન : પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ઍમ્બ્યુલન્સની સુવિધા મેળવવા માટે કેટલો ખર્ચ થાય છે?
જવાબ :
તમામ હોસ્પિટલની ફી અલગ-અલગ હોય છે. પ્રાઈવેટ હોસ્પિટલની ઍમ્બ્યુલન્સનો ખર્ચ લાખોમાં થઈ શકે છે.

સવાલ : પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ઍમ્બ્યુલન્સ બુક કરાવવા માટે તમારે શું કરવું પડશે?
જવાબ : તમારે તે હોસ્પિટલમાં ફોન કરવો પડશે જ્યાંથી તમારે ઍમ્બ્યુલન્સની સુવિધા જોઈએ છે. આ માટે તમારી પાસે હોસ્પિટલનો નંબર હોવો જરૂરી છે.

જો સરકારી ઍમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે રસ્તામાં જ દર્દીનું મોત થાય તો ઍમ્બ્યુલન્સ ક્યાં જશે?
પહેલી વાત એ છે કે ઍમ્બ્યુલન્સના વ્યક્તિને ખબર હોવી જોઈએ કે દર્દીનું મૃત્યુ થયું છે. યાદ રાખો કે, ઍમ્બ્યુલન્સમાંનો સ્ટાફ અથવા ડ્રાઈવર મૃત્યુનું પ્રમાણપત્ર આપી શકતો નથી એટલે દર્દીનું મૃત્યુ થાય તો પણ ઍમ્બ્યુલન્સ પહેલાં હોસ્પિટલ જશે. ત્યાં ડોક્ટર કહેશે કે દર્દીનું મોત થયું છે અને ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવશે. આ પછી જ મૃતકને તે જ ઍમ્બ્યુલન્સ દ્વારા ઘરે પાછાં મોકલી શકાય છે.