• Home
  • Utility
  • Farmers will now be able to get complete weather information for farming

જાણકારી / ખેડૂતોને હવે ખેતી માટે હવામાનની પૂર્ણ માહિતી મળશે, કિસાન વિજ્ઞાન કેન્દ્ર પર ફોન કરવાનો રહેશે

Farmers will now be able to get complete weather information for farming

Divyabhaskar.com

Jul 20, 2019, 04:06 PM IST

યુટિલિટી ડેસ્કઃ ખેતી માટે દિવસભર હવામાન કેવું રહેશે તેની સંપૂર્ણ જાણકારી ખેડૂતોને ઓગસ્ટ મહિનાથી મળી શકશે. ખેડૂતો હવામાનને ધ્યાનમાં રાખી વાવેતર, કાપણી અને લણણી કરી શકશે. આ શરૂઆત આગામી મહિનાથી ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક-એક પાક માટે કરવામાં આવશે. સરકારે આ માટે તાજેતરમાં એક અગ્રણી આઇટી કંપની સાથે કરાર કર્યા છે જે દૈનિક હવામાન ખાતાની જાણકારી પૂરી પાડશે.


અત્યારે ખેડૂતોને KVK (કિસાન વિજ્ઞાન કેન્દ્ર)થી હવામાનની જાણકારી જિલ્લા સ્તર પર મળી રહી છે. જિલ્લાનું ક્ષેત્રફળ મોટું હોય છે, જે અલગ-અલગ વિસ્તારમાં ખેતીમાં હવામાન એક જેવું રહેશે આ વધુ સમય શક્ય હોતું નથી. જિલ્લા સ્તર પર જણાવ્યા મુજબ અગાઉના અહેવાલો મુજબ વાવેતર, કાપણી-લણણી કરવા પર ઘણી વખત ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી કૃષિ મંત્રાલય ખેતી પર હવામાનની જાણકારી આપવા માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે.


આ રીતે ખેડૂતોને હવામાનની ખબર પડશે
કૃષિ મંત્રાલયના અધિકારીના મતે ખેડૂતોને પહેલી વખત ખેતીમાં હાજર રહી કિસાન વિજ્ઞાન કેન્દ્ર પર ફોન કરવાનો રહેશે. જિઓ ટેગની મદદથી ફોન કરતા જ ખેડૂતોને સ્થળ સહિતની માહિતી પોર્ટલ પર જોવા મળશે. આઇટી કંપની ખેતી મુજબ હવામાનની જાણકારી સતત અપડેટ કરશે. કિસાન વિજ્ઞાન કેન્દ્રમાં બેઠા કર્મચારી સ્થળ મુજબ ખેડૂતોને જાણકારી પૂરી પાડશે. જેમાં વરસાદ, તડકો, હવા અન્યની જાણકારી હશે. સાથે ઉપસ્થિત ગામોમાં જમીની સ્થિતિ પણ જણાવશે.

X
Farmers will now be able to get complete weather information for farming
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી