જો તમારું ડિમેટ અકાઉન્ટ છે તો તમારે 30 જૂન સુધી તેનું KYC કરાવવું પડશે. જો KYC નહીં હોય તો ડિમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. તેનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો.
નહીં કરાવો તો તમારું અકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે
માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ નવા ટ્રેડિંગ અને ડિમેટ અકાઉન્ટ ખોલવાના નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે. તેના અનુસાર, જો તમારું ડિમેટ અકાઉન્ટ છે તો તમારે 30 જૂન 2022 સુધી તેનું KYC કરવું પડશે. જો KYC નહીં થાય તો ડિમેટ અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.
તેનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે તો આ શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC કરાવ્યા પછી અને વેરિફાઈ થયા પછી જ તે થઈ શકશે.
આ 6 માહિતીની જરૂર પડશે
દરેક ડિમેટ અકાઉન્ટને 6 જાણકારીઓની સાથે KYC કરવું જરૂરી છે, પરંતુ તમામ ડિમેટ ખાતાઓને અત્યાર સુધી છ KYC નોર્મ્સ સાથે અપડેટ કરવામાં આવ્યા નથી. એક ડિમેટ, ટ્રેડિંગ અકાઉન્ટ ધારકે આ 6 KYC સુવિધાઓને અપડેટ કરવી જરૂરી છે.
જેમાં નામ, સરનામું, PAN, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વર્ય મર્યાદા સામેલ છે. 1 જૂન 2021થી ખોલવામાં આવેલા નવા ડિમેટ અકાઉન્ટ માટે તમામ 6 KYC સુવિધાઓ ફરજિયાત બનાવવામાં આવી છે.
કેવી રીતે KYC કરી શકાય છે?
ડિમેટ અકાઉન્ટને ડિએક્ટિવેટ થવાથી રોકવા માટે સ્ટોક બ્રોકર પોતાના ક્લાઈટ્સને એટલે કે ડિમેટ ટ્રેડિંગ અકાઉન્ટ હોલ્ડર્સને KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે. લગભગ તમામ બ્રોકરેજ હાઉસ ઓનલાઈન KYCની સુવિધા આપી રહ્યા છે. તે સિવાય તમે બ્રોકરેજ હાઉસની ઓફિસ જઈ પણ KYC કરાવી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.