એક્સપર્ટ વ્યૂ / સમયસર ઇએમઆઇ ચૂકવીને ડિફોલ્ટર થવાથી બચો, ક્રેડિટ સ્કોર પણ સારો રહેશે

expert advice about loan and EMI

Divyabhaskar.com

Jun 09, 2019, 05:53 PM IST

યુટિલિટી ડેસ્ક: જ્યારે પણ તમે લોનની ઇએમઆઇની ચૂકવણીમાં વિલંબ કરો છો ત્યારે માત્ર લેટ પેમેન્ટ ચાર્જ નથી લાગતો, પરંતુ તમારો ક્રેડિટ સ્કોર પણ અમુક અંક નીચે આવી શકે છે. ઇએમઆઇની વારંવાર ચૂકવણી ન કરવી લોન ડિફોલ્ટનું કારણ બની શકે છે જેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે અને ભવિષ્યમાં લોન મળવાની શક્યતા પણ પ્રભાવિત થાય છે. લોન ડિફોલ્ટરના ખતરાથી બચવાના ઉપાય paisabazaar.comના સીઈઓ નવીવ કુકરેજાએ જણાવ્યા છે.

આ વાતનું ધ્યાન રાખો

ક્રેડિટર બદલો

 • જો તમને તમારી હાલની લોનના ઇએમઆઇ ચૂકવવામાં તકલીફ પડી રહી છે તો બેલેન્સ ટ્રાન્સફરની મદદથી કોઈ બીજા ક્રેડિટર પાસે જઈ પોતાની લોન ઇએમઆઇનો ભાર ઘટાડવાનો એક ઉપાય હોઈ શકે છે.
 • કોઈ બીજા ક્રેડિટર પાસે જતા પહેલાં સારું રહેશે કે તેનો વ્યાજ દર, ક્રેડિટ પિરિયડ, પ્રોસેસિંગ ફી વગેરેની તુલના કરી લ્યો. એવા ક્રેડિટર્સ પાસે જાઓ જે ઓછા વ્યાજ દર પર સારી સેવા ઓફર કરતું હોય.
 • બેલેન્સ ટ્રાન્સફરની વિકલ્પ પસંદ કરતાં પહેલાં ધ્યાન રાખો કે નવો ક્રેડિટર આને એક નવી લોનનું આવેદન માનશે અને પ્રોસેસિંગ ફી થતા એડમિનિસ્ટ્રેટિવ ફી જેવા અમુક ખર્ચ લગાવી શકે છે. વ્યાજમાં સારી બચત અને નવી લોનના ખર્ચ તમારા ખિસ્સા ખાલી ન કરી દે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

ક્રેડિટ પિરિયડ લંબાવો

 • ખર્ચ વધવા અથવા ફરી માસિક આવકમાં ઘટાડો થવાથી તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઇ શકે છે. જેને કારણે લોનની ઇએમઆઇ ચૂકવવામાં મુશ્કેલી થઇ શકે છે. આવી સ્થિતિમાં તમારા હાલના ક્રેડિટરને લોનનો સમય વધારી દેવા માટે રિકવેસ્ટ કરી શકો છો.
 • એક લાંબો લોન પિરિયડ તમારા ઇએમઆઇમાં ઘટાડો લાવી શકે છે, જેનાથી તમે સરળતાથી ઇએમઆઇની ચૂકવણી કરી શકો. સાથે જ આનાથી લોન ડિફોલ્ટર બનાવની સંભાવનાથી પણ બચી શકાય છે.
 • યાદ રાખો કે લોનનો સમય લંબાવવાથી તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે.

ઇમર્જન્સી ફંડ જરૂરી

 • કોઈ પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવા માટે જરૂરી છે કે, તમે ઇએમઆઇ સહિત નિયમિત માસિક ખર્ચના આશરે 6 ગણા બરાબરનું ઇમર્જન્સી ફંડ ભેગું કરો.
 • નોકરી છૂટવી કે ગંભીર બીમારી જેવી પરિસ્થિતિ માટે આ ફંડની ઘણી જરૂર પડે છે. કોઈ પણ ઇમર્જન્સી સ્થિતિ તમારી લોન ચૂકવવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. આ સિવાય આ લોન ડિફોલ્ટનું કારણ પણ બની શકે છે.
 • પર્યાપ્ત ઇમર્જન્સી ફંડ તમને ઇમર્જન્સી પરિસ્થિતિઓથી બચાવે છે. જ્યારે કોઈ સમસ્યાને લીધે ઇએમઆઇ ચૂકવવામાં મુશ્કેલી થાય, ત્યારે ઇમર્જન્સી ફંડનો ઉપયોગ ઇએમઆઇ ચૂકવવા માટે કરવો.
X
expert advice about loan and EMI
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી