તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Exercising Does Not Reduce Corona Stress Researchers Claim, But These 5 Remedies Can Help You

રિસર્ચ:એક્સર્સાઈઝ કરવાથી પણ કોરોનાનો માનસિક તણાવ ઓછો નથી થઈ રહ્યો- સંશોધકોનો દાવો, પરંતુ આ 5 ઉપાયો તમારી મદદ કરી શકે છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચથી એપ્રિલ મહિના સુધી કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે, ઓછી અને વધારે એક્સર્સાઈઝ કરનારા લોકોમાં તણાવનું સ્તર એક જેવું
  • એક્સર્સાઈઝ સિવાય હેલ્ધી ડાયટ, મનગમતા કાર્યો અને, લોકો સાથે વાતચીત કરવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે

હાલ દેશમાં અનલોક લાગુ છે, પરંતુ કોરોનાવાઈરસની હાજરી તો છે જ. બધા જ લોકો ન્યૂ નોર્મલમાં રહેતા ટેવાઈ ગયા છે. ન્યૂ નોર્મલમાં પણ કોરોનાકાળ પહેલાં જેવી એકદમ નોર્મલ સ્થિતિ ન હોવાથી ઘણા લોકો તણાવ અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.

ઘણા લોકો આ માનસિક તણાવને ઓછો કરવા માટે એક્સર્સાઈઝનો સહારો લઈ રહ્યા છે. એક્સપર્ટ પણ તણાવ ઓછો કરવા આઉટડોર ઓક્ટિવિટીની સલાહ આપે છે, પંરતુ તાજેતરમાં થયેલાં એક રિસર્ચે આ દાવાને ખોટો સાબિત કર્યો છે.

વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ જોડિયા લોકો પર કરેલાં રિસર્ચમાં જાણવા મળ્યું કે કોરોનાને કારણે ઉદભવેલા તણાવ અને ચિંતાને ઓછી કરવા માટે માત્ર એક્સર્સાઈઝ પૂરતી નથી. સાયન્ટિફિક જર્નલ PLOS ONEમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં 900 જોડિયા લોકોને સામેલ કરાયા હતા. આ રિસર્ચ 26 માર્ચથી 5 એપ્રિલ સુધી કરવામાં આવ્યું હતું.

વધારે એક્સર્સાઈઝ કરતાં લોકોમાં પણ ચિંતા જોવા મળી
રિસર્ચમાં માલુમ થયું કે, ઘરે રહેવાના આદેશના 2 અઠવાડિયા બાદ ઓછી ફિઝિકલ એક્ટિવિટી કરનારા લોકોમાં વધારે તણાવ અને ચિંતા જોવા મળી. જોકે નવાઈની વાત એ હતી કે વધારે એક્સર્સાઈઝ કરતાં લોકોમાં પણ વધારે તણાવ અને ચિંતાથી પીડિત હતા.

એલ્સન એસ ફ્લોઈડ કોલેજ ઓફ મેડિસીનમાં પ્રોફેસર ગ્લેન ડંકને કહ્યું, જે લોકો એક્સર્સાઈઝ નથી કરી રહ્યા તે લોકોને ખબર છે કે તે માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધ રાખે છે. તો પણ વધારે એક્સર્સાઈઝ કરતાં લોકોમાં પણ વધારે તણાવ અને ચિંતા જોવા મળી. બની શકે આ લોકો એક્સર્સાઈઝનો ઉપયોગ કોવિડ-19 કારણે ઉદભવેલા સ્ટ્રેસ અને એન્ઝાયટીને લડત આપવા કરી રહ્યા હોય.

જીન્સ અને પર્યાવરણ જવાબદાર છે
સર્વેમાં સામેલ લોકોને તેમની ફિઝિકલ એક્ટિવિટી વિશે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તેમાં 42 ટકા લોકોએ કહ્યું કે, કોવિડ સંકટ શરુ થયા પછી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઇ ગઈ છે. જ્યારે 27 ટકા લોકોએ ફિઝિકલ એક્ટિવિટી વધારી દીધી છે. 31 ટકા લોકોની એક્ટિવિટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. સ્ટડીમાં સંશોધકોએ જાણ્યું કે, ઓછી ફિઝિકલ એક્ટિવિટી અને સ્ટ્રેસનું કારણ જિનેટિક અને એન્વાયરમેન્ટલ વસ્તુઓ હતી. કેટલાકમાં ફિઝિકલ એક્ટિવિટીમાં ફેરફાર હતા પણ સ્ટ્રેસનો સ્તર એક સરખો હતો.

એક્સર્સાઈઝ ઉપરાંત આ 5 રીતે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખો:
અપડેટેડ રહો: ઘરમાં રહેવાને કારણે ટીવી, મોબાઈલ અને ઇન્ટરનેટમાં રસ વધી ગયો છે. આ કારણે આપણે કોવિડ 19ની જાણકારી જરૂરિયાત કરતાં વધારે મેળવી રહ્યા છીએ. તે માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેવામાં સમાચાર જુઓ, પરંતુ માત્ર પોતાને અપડેટ કરવા માટે. તમારા રોજના ન્યૂઝ ઇનટેકને ઓછા કરી દો.
ઈમોશનલ રીતે મજબૂત બનો: પરિવાર અને તમારી મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવા માટે તમારે ઈમોશનલ રીતે મજબૂત થવું પડશે. જો આવું નહિ થાય તો તમને કોઈ પણ વાત સમજવામાં અને નિર્ણય લેવામાં મુશ્કેલી થશે.

તમને ગમતું કામ કરોઃ ઘણી વખત આપણે માનસિક રીતે ડિસ્ટર્બ થઈને જવાને કારણે તે વસ્તુઓને પાછળ છોડી દઈએ છીએ, જેને આપણે સૌથી વધારે પસંદ કરી છીએ. છેવટે, આ વસ્તુઓ જ આપણને ખુશ રાખે છે. સતત એક રૂટિનના કારણે આપણે મૂંઝવણ અનુભવીએ છીએ. તમારા માટે નવી પ્રવૃત્તિઓ શોધો અને તે કામમાં ધ્યાન આપો જેનાથી તમને ખુશી મળે છે. બાળકો અને પરિવારને તમારી પ્રવૃત્તિઓમાં સામેલ કરો.

સંપર્ક વધારોઃ મહામારી દરમિયાન લોકો સાથે મળવાનું ઓછું થઈ ગયું છે. માનસિક રીતે અસ્વસ્થ થવાનું આ એક મુખ્ય કારણ હોઈ શકે છે. ઘણી વાર આપણે કોઈને આપણા મનની વાત કરી શકતા નથી અને તે વાત આપણને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં , ટેક્નોલોજીની મદદ લો અને વીડિયો અથવા કોન્ફરન્સ કોલ દ્વારા મિત્રો અથવા સંબંધીઓનો સંપર્ક કરો.

હેલ્ધી ડાયટ: જો તમે તણાવથી બચવા માગતા હો તો શરીરનું ધ્યાન રાખો. ઘરમાં રહીને ઊંડા શ્વાસ, સ્ટ્રેચિંગ અને ધ્યાન કરો. સ્વસ્થ અને સંતુલિત આહાર લો અને નિયમો સાથે કસરત કરો. તે ઉપરાંત પૂરતી ઊંઘ લો અને નશો કરવાનું ટાળો. ડાયટ્રી સપ્લીમેન્ટ્સ લેતા પહેલાં ફાર્માસિસ્ટ, ડાયટીશિયન અને બીજા હેલ્થ કેર નિષ્ણાતની સલાહ લો.

લાંબા ગાળાના પરિણામો જુદા હોઈ શકે છે
ડંકનના જણાવ્યા પ્રમાણે, એવું જરૂરી નથી કે, એક્સર્સાઈઝ તમને સ્ટ્રેસ નિયંત્રિત કરવામાં મદદ નહીં કરે. મુદ્દો એ છે કે એવું કંઈક છે જે બંનેને જેનેટિક અને એન્વાયરમેન્ટ તરીકે જોડે છે. એવું લાગે છે કે, સ્ટ્રેસ અને એન્ઝાયટી નિયંત્રણ કરવાની બાબતમાં ફિઝિકલી એક્ટિવિટી ઓછી કરવાથી અથવા વધારવાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ કોવિડ પ્રતિબંધમાં બે અથવા ત્રણ મહિના બાદ તેના પરિણામ અલગ હોઈ શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો