ઓવર એક્સર્સાઇઝની સાઇડ ઇફેક્ટ:ઓવર એક્સર્સાઇઝ કરવાથી હાડકાંમાં દુખાવો રહે છે, ઇમ્યુનિટી પર પણ નેગેટિવ અસર પડે છે

2 વર્ષ પહેલા

કોરોનામાં લોકોની લાઇફસ્ટાઇલમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઇન્ડોર ઇન્ફેક્શનના ડરથી લોકોને ઘરમાં જ વર્કઆઉટ કરવાની ફરજ પડી છે. આ સમય દરમિયાન, ઘરે રહેવાના કારણે લોકોની વર્કઆઉટ કરવાની ટેવમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ઘણા લોકો ઇમ્યુનિટી વધારવાના ચક્કરમાં ટ્રેનર વગર જ અથવા એક્સપર્ટની સલાહ લઇને ઓવર એક્સર્સાઇઝ કરવા લાગ્યા છે. પરંતુ સવાલ એ છે કે ઓવર એક્સરસાઇઝ ફાયદાકારક છે કે નહીં?

એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર, ઓવર એક્સર્સાઇઝના ગેરફાયદા છે, જે ખૂબ જોખમી છે. કસરત કરવાથી મેદસ્વીપણામાં ઘટાડો થાય છે, હ્રદયરોગથી રાહત મળે છે અને ખેલાડીઓની તંદુરસ્તીમાં વધારો થઈ શકે છે. પરંતુ તે ત્યારે જ જ્યારે તમે કોઈ ટ્રેનર અથવા બોડી એક્સપર્ટની સલાહથી ચોક્કસ શિડ્યૂલ હેઠળ એક્સર્સાઇઝ કરી રહ્યા હો.

તેમજ, ઓવર એક્સર્સાઇઝના ઘણા ગેરફાયદા છે. સૌથી વધારે તેની નેગેટિવ અસર તેની ઇમ્યુનિટી સિસ્ટમ પર પડે છે. તેનાથી શરીરની વાઇરસ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે અને માંદા પડવાનું જોખમ વધી જાય છે.

ઓવર એક્સર્સાઈઝથી થતા નુકસાન
1. ફિટનેસ વધવાને બદલે ઘટી જાય છે

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ઘણા લોકો ફિટનેસ વધારવા માટે પણ ઓવર એક્સર્સાઈઝ શરૂ કરે છે, પણ આ ખોટું છે. ઓવર એક્સર્સાઈઝ કરવાથી તંદુરસ્તી વધવાને બદલે ઘટે છે. શરીરમાં ફેરફાર થવા લાગે છે. લોકો શારીરિક રીતે નબળા પડી જાય છે. તેને લીધે સ્ટેમિના ઘટી જાય છે.

2. ઇન્જરીનું જોખમ રહે છે
એક્સપર્ટનું કહેવું છે કે, ઓવર એક્સર્સાઈઝ કરવાથી ઘણા પ્રકારની ઇન્જરીનો સામનો કરવો પડી શકે છે. ઘણીવાર આ ઘા જોખમી પણ હોય છે. ભારે વજન ઉઠાવવાથી શરીરના બીજા ભાગોમાં સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે અને આ ઇન્જરીનું કારણ બને છે.

3. નબળાઈને લીધે થાક લાગે છે
ઓવર એક્સર્સાઈઝથી થાક લાગે છે અને તેનાથી શરીરની ગ્રોથ અટકી જાય છે. વધારે થાક હેલ્થ પર ખરાબ અસર પાડે છે. આ દરમિયાન બોડી કેલરી બર્ન કરે છે, પરંતુ એનર્જી સ્ટોર કરવાથી તાકાત ઓછી થઇ જાય છે.

4. માનસિક તકલીફ પણ થઇ શકે છે
ઓવર એક્સર્સાઈઝથી માથામાં દુખાવો રહે છે. ખાસ કરીને ગરમીમાં તેની અસર વધારે થાય છે. રિપોર્ટ પ્રમાણે, ઓવર એક્સર્સાઈઝ કરવાથી મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર થાય છે. તેનાથી તમારા સમજવા-વિચારવાની અને વસ્તુઓ યાદ કરવામાં તકલીફનો સામનો કરવો પડે છે.

5. બોડી પર્સેપ્શન ડિસઓર્ડરનું જોખમ
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ એક પ્રકારનો સાઈકોલોજિકલ ડિસઓર્ડર છે. તેનાથી શરીર પર અસર થવાનું બંધ થઇ જાય છે. ઓવર એક્સર્સાઈઝથી તમારા શરીરમાં થનારા ફેરફાર અટકી જાય છે. જેમ કે કમર અને કાંડું પાતળું રહે, માંસપેશીઓમાં ખેંચાણ થાય વગેરે.

6. ડાયટ બગડી શકે છે
ઓવર એક્સર્સાઈઝની સૌથી ખરાબ અસર તમારી ડાયટ પર પડી શકે છે. સમયસર યોગ્ય ડાયટ ન લેવાથી નબળાઈ આવી શકે છે. આ સિવાય શરીરની અંદરના ભાગોમાં પણ નબળાઈ આવી શકે છે. તેને લીધે અનેક પ્રકારની બીમારી થઈ શકે છે.

7. ડેલી રૂટિન બગડી શકે છે
ઓવર એક્સર્સાઈઝ કરવાથી તમારું ડેઇલી રૂટિન બગડી શકે છે. તેને લીધે સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકાતું નથી. તેની સીધી અસર આપણી લાઈફસ્ટાઈલ પર થાય છે. જો આપણે તેના લક્ષણો સમજી શકીએ છીએ તો ઓવરએક્સર્સાઈઝ કરવાનું કારણ ખબર પડી જશે.

8. શરીરમાં સોજો આવવા લાગે છે
ઓવર એક્સર્સાઈઝમાં ઓક્સીજનની ઊણપ સર્જાય છે. શરીર વધારે ઓક્સીજનની માગ કરે છે. જો સમયસર ઓક્સીજનની માગ પૂરી નથી થતી તો શરીરના કેટલાક ભાગોમાં સોજો આવવા લાગે છે.

9. ઈમ્યુન સિસ્ટમ નબળી પડે છે
ઓવર એક્સર્સાઈઝ ઈમ્યુનિટી પર નેગેટિવ અસર કરે છે. આ ઈમ્યુન સિસ્ટમને સંપૂર્ણ રીતે નબળી પાડે છે. તેનાથી વાઈરસ સામે લડવાની ક્ષમતા પર અસર પડે છે. શરીરમાં સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે.

ઓવર એક્સર્સાઈઝથી બચી શકાય છે
ઓવર એક્સર્સાઈઝથી બચવા માટે કેટલાક ફેરફાર કરવાની જરૂરિયાત છે. તેમાં આપણે પોતાનું રૂટિન નક્કી કરવાનું હોય છે. આ સિવાય જે રૂટિન તૈયાર કર્યું છે, તેને દરરોજ ફોલો કરવું જોઈએ.