તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્રેટહેન રિનોલડ્સ: જો તમે એક્સર્સાઈઝ કરો છો તો તમે વધારે ક્રિએટિવ પણ હોઈ શકો છો અથવા તમારી ક્રિએટિવિટી વધી શકે છે. આ વાત તમને કદાચ ગળે નહિ ઊતરી રહી હોય. સામાન્ય રીતે એક્સર્સાઈઝને શારીરિક અને માનસિક ફિટનેસ સાથે જોડવામાં આવે છે, પરંતુ અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે એક્સર્સાઈઝથી ક્રિએટિવિટી 25% સુધી વધી જાય છે. સ્ટડી પ્રમાણે, એક્ટિવ લોકો પાસે સામાન્ય લોકોની સરખામણીઓએ સારા આઈડિયા હોય છે.
એક્સર્સાઈઝ આપણને તર્કો તરફ લઈ જાય છે
સાયન્સે આપણને પહેલાંથી જ ઘણા ઉદાહરણ આપ્યા છે, જેનાથી માલુમ પડે છે કે ફિઝિકલ એક્ટિવિટીથી આપણા વિચારવાની રીત પર સકારાત્મક અસર પડે છે. વસ્તુઓને સમજવાનું આપણું વલણ બદલાઈ જાય છે. આપણે બધી બાબતે તર્કોને શોધવા લાગીએ છીએ, કારણોની શોધ કરીએ છીએ અને તમામ કારગર રીતોની શોધ કરીએ છીએ.
ઈમેજિનેશનને ફિઝિકલ એક્ટિવિટી વેગ આપે છે
ક્રિએટિવિટી એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારે હોય છે. કેટલીક સ્ટડીમાં જોવા મળ્યું કે, ફિઝિકલ એક્ટિવિટીથી ક્રિએટિવિટી તો વધે છે સાથે જ કલ્પના શક્તિ પણ વધે છે. કલ્પના અર્થાત ઈમેજિનેશનનું કનેક્શન ઈનોવેશનથી હોય છે. અર્થાત તમે જેટલું વધારે ઈમેજિન કરશો એટલા વધારે ઈનોવેટિવ બનશો.
એક્સર્સાઈઝથી ક્રિએટિવિટી વધવાના 5 કારણો
1. સારી શારીરિક અને માનસિક ફિટનેસ
એક્સર્સાઈઝ કરવાથી આપણી શારીરિક અને માનસિક એ બંને ફિટનેસ સારી રહે છે. આ બંને વસ્તુઓ સમજવી ઘણી જરૂરી છે. સ્ટડીમાં ખબર પડી કે, જે લોકો ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહે છે તે લોકો વધારે વિચારી શકે છે. એક્સર્સાઈઝથી ક્રિએટિવિટી વધવાનું આ સૌથી પહેલું કારણ છે.
2. ખુશ રહેવાથી
એક્સર્સાઈઝ કરનારા લોકો સામાન્ય લોકોની સરખામણીમાં વધારે ખુશ હોય છે. ક્રિએટિવ રહેવા ખુશ રહેવું સૌથી જરૂરી છે. તેનાથી તમને નવું કામ કરવામાં મન લાગે છે. કોઈ કામ તમે મન લગાવીને કરો ત્યારે તમારી ક્રિએટિવિટી વધી જાય છે.
3. શાંત મગજ અને ધીરજ
કંઈક ક્રિએટિવ કરવા માટે મગજ શાંત રાખવું અને ધીરજ હોવી જરૂરી છે. એક્સર્સાઈઝથી આપણું મગજ શાંત રહે છે અને ધીરજ પણ રહે છે. તેને લીધે આપણી ક્રિએટિવિટી વધી જાય છે.
4. જિજ્ઞાસા
કોઈ વસ્તુને લઈને જિજ્ઞાસુ હોવું ઘણું જરૂરી છે. જિજ્ઞાસા આપણને ક્રિએટિવિટી તરફ લઇ જાય છે. એક્સર્સાઈઝ કરતા લોકોમાં કોઈ વસ્તુ જાણવા અને સમજવાની જિજ્ઞાસા વધારે હોય છે.
5. મગજની યાદશક્તિ વધે છે
સ્ટડીમાં ખબર પડી કે, એક્સર્સાઈઝ કરતા લોકોનાં મગજની યાદશક્તિ અન્ય કરતાં વધારે હોય છે. તેઓ સામાન્ય માણસ કરતાં વધારે ક્રિએટિવ હોય છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.