• Gujarati News
  • Utility
  • Exemption On Mediclaim Premium May Increase To Rs 1.25 Lakh Crore, Exemption Limit For PPF May Also Be Increased

ઇન્વેસ્ટમેન્ટ અને બચત:મેડિક્લેમ પ્રીમિયમ પર છૂટ વધીને 1.25 લાખ રૂપિયા થઈ શકે છે, PPF માટે પણ છૂટ મર્યાદા વધવાની શક્યતા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતા સામાન્ય બજેટ પાસેથી સામાન્ય લોકોની અપેક્ષાઓ વધુ છે. ઉદ્યોગ અને અન્ય સંગઠનોએ સરકાર સાથે ચર્ચામાં બચત અને રોકાણ માટેની છૂટની મર્યાદા વધારવાની માગ કરી છે. જો કે, સરકાર સામે પણ રેવન્યૂ ભેગી કરવાની સમસ્યા છે. ચાલો જોઈએ કે બચત અને રોકાણને લગતા બજેટમાં કયા પગલાં લેવામાં આવી શકે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર રૂ. 1.25 લાખની છૂટ મળી શકે છે
ઇન્કમ ટેક્સ કાયદાના સેક્શન 80D હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સમાં છૂટ મળે છે. અત્યારે પતિ અને પત્નીના વીમા પર રૂ. 25,000 સુધીનો લાભ મળી શકે છે. માતા-પિતાના વીમા પ્રીમિયમ પર રૂ. 50,000 સુધીની છૂટ શક્ય છે. આ સેક્શનમાં કુલ છૂટ એકથી સવા લાખ રૂપિયા સુધી મળી શકે છે. કારણ એ છે કે કોરોના વાઇરસ રોગચાળાને લીધે સામાન્ય લોકોના તબીબી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

લાઇફ ઇન્શ્યોરન્સ પેન્શન અને રિટાયર્મેન્ટ પ્લાનમાં રોકાણ પર પણ છૂટ શક્ય
હવે તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં 50 હજાર રૂપિયા સુધીની ડિપોઝિટ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. આ 80Cમાં ઉપલબ્ધ 1.5 લાખ રૂપિયાની છૂટ ઉપરાંત છે. પરંતુ લાઇફ ઇન્શ્યોરન્સ પેન્શન અને મ્યુચ્યુઅલ ફંડ રિટાયર્મેન્ટ પ્લાનમાં આ ફાયદો નથી મળતો. બજેટમાં આને પણ છૂટના ક્ષેત્રમાં સામેલ કરવાની શક્યતા છે.

PPFમાં 3 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટની માગ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ સરકારને કરેલી ભલામણમાં કહ્યું કે, PPFમાં રોકાણ પર છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા હોવી જોઈએ. અત્યારે 80Cની 1.5 લાખ રૂપિયાની છૂટમાં જ PPF પણ સામેલ છે. ICAIનું કહેવું છે કે, જે પોતાનો વ્યવસાય કરે છે તેને EPFનો ફાયદો નથી મળતો. આવા લોકો માટે PPF એક મહત્ત્વપૂર્ણ યોજના છે.

લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં છૂટની મર્યાદા વધી શકે છે
અત્યારે 1 લાખ રૂપિયા સુધી લોન્ગ ટર્મ કેપિટલ ગેન (LTCG) પર ટેક્સ નથી લાગતો. ત્યારબાદ 10%ના દરે ટેક્સ ભરવાનો રહેશે. અસોસિએશન ઓફ નેશનલ સ્ટોક એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (ANMI)એ નાણાં પ્રધાનને તેની મર્યાદા વધારવાની માગ કરી છે. 1 એપ્રિલ 2018 પહેલાં તેના પર કોઈ ટેક્સ ભરવાનો નહોતો. વર્ષ 2018-19ના બજેટમાં LTCGને ટેક્સ હેઠળ લાવવામાં આવ્યું હતું.

ખાનગી ક્ષેત્રને પણ NPS-2નો લાભ મળી શકે છે
છેલ્લાં બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ ટિયર-2 ટેક્સ સેવર સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત કર્મચારીઓ NPSનું અલગ ખાતું ખોલી શકે છે. તેનો લોક-ઇન પિરિઅડ ત્રણ વર્ષનો છે. તેમાં રોકાણ કરવા પર 80C હેઠળ લાભ લઈ શકાય છે. આગામી બજેટમાં તેને સરકારી અને ખાનગી તમામ કર્મચારીઓ માટે ખોલી શકાશે.

LTC સ્કીમ વર્ષ 2021-22 માટે ચાલુ રહી શકે છે
કોરોનાને કારણે લોકો વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં મુસાફરી કરી શક્યા નહીં. તેથી, સરકારે એક વિશેષ LTC કેશ વાઉચર સ્કીમની જાહેરાત કરી હતી. આ અંતર્ગત, લોકો 12 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 સુધી કોઈપણ સામાન અથવા સર્વિસ ખરીદીને પણ LTCનો લાભ મેળવી શકે છે. શરત એ હતી કે સામાન પર ઓછામાં ઓછા 12% GST આપવામાં આવ્યો હતો અને તેનું પેમેન્ટ ડિજિટલ મોડમાં કરવામાં આવ્યું હોય. માથાદીઠ LTC ફેરની મર્યાદા 36,000 રૂપિયા છે. આ સ્કીમ નવા નાણાકીય વર્ષમાં પણ ચાલુ રાખવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...