• Home
  • Utility
  • Exemption from writing the unlisted company's PAN number on the return, the return would not have been filed earlier

રાહત / રિટર્નમાં અનલિસ્ટેડ કંપનીનો પાન નંબર લખવામાંથી મુક્તિ, અગાઉ આ નંબર ન હોય તો રિટર્ન ફાઈલ થતું નહોતું

Exemption from writing the unlisted company's PAN number on the return, the return would not have been filed earlier

Divyabhaskar.com

Aug 13, 2019, 10:08 AM IST

યુટિલિટી ડેસ્કઃ અનલિસ્ટેડ કે વિદેશી કંપનીમાં રોકાણ કરનારા કરદાતાને કંપનીના પાન નંબરને બદલે NNNN0000N લખી રિટર્ન ફાઈલ કરવાની CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ)એ મંજૂરી આપી છે. અત્યાર સુધી કરદાતા કંપનીનો પાન નંબર ન લખે તો રિટર્ન ફાઈલ થતું નહોતું.

કરદાતાએ હવે NNNN0000N લખવાનું રહેશે
ઇન્કમટેક્સ કરદાતાઓએ અનલિસ્ટેડ કંપનીઓ અને ફોરેન કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેવા કિસ્સામાં નવા ITR-2 અને 3 મુજબ ઇન્વેસ્ટમેન્ટ ડિટેઈલ IT રિટર્નમાં કંપનીના નામ અને પાન નંબર સાથે દર્શાવવી ફરજિયાત હતી. પરંતુ અનલિસ્ટેટ કંપની અને ફોરેન કંપનીના પાન નંબર ન હોવાથી કરદાતાઓને ડિટેઈલ આપવામાં મુશ્કેલી પડી રહી હતી. કરદાતા રિટર્ન ફાઇલ કરી શકતા ન હોતા વધારામાં આવી કંપનીઓના પાન નંબર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જેને લઇને CBDTએ માર્ગદર્શિકા બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે, જે કોઇ કરદાતાઓનું ઇન્વેસ્ટમેન્ટ અનલિસ્ટેડ તેમજ ફોરેન કંપનીમાં હોય તેવી કંપનીઓએ પાન નંબર NNNN0000N લખી રિટર્ન ભરી શકશે. કરદાતાઓ હવે આ નંબર રિટર્નમાં દર્શાવી લાંબા અને ટૂંકા ગાળાના મૂળ નફા ઇન્વેસ્ટમેન્ટના ડિટેઈલમાં તા. 31 ઓગસ્ટ 2019 પહેલા રિટર્ન ફાઇલ કરી શકશે.

X
Exemption from writing the unlisted company's PAN number on the return, the return would not have been filed earlier
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી