તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Excessive Drinking Can Neutralize The Vaccine, Find Out How Many Drinks Can Be Taken Before And After The Vaccine And How To Manage It.

કોરોના વેક્સિન અને દારૂ:વધારે પ્રમાણમાં પીવાથી વેક્સિન બેઅસર થઈ શકે છે, જાણો વેક્સિન લેતા પહેલાં અને બાદમાં કેટલું ડ્રિંક્સ લઈ શકાય છે અને કેવી રીતે તેને મેનેજ કરવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વેક્સિનની ભારે અછતની વચ્ચે તેનો એક ડોઝ મળવો પણ ઘણા લોકો માટે ઉજવણીનું કરવાનું બહાનું છે. પરંતુ એવા લોકોએ ધ્યાન આપવું જરૂરી છે, જેમને ખબર નથી કે વેક્સિન લીધા પહેલા અને ત્યારબાદ, વધારે દારૂ પીવા (heavy drinking)થી તેમના શરીરમાં વાઈરસ સામે લડવાની ક્ષમતા પર ખરાબ અસર પડી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વધારે દારૂ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુન સિસ્ટમને દબાવી શકે છે. વેક્સિન લીધા બાદ કોરોનાવાઈરસનો સામનો કરતી એન્ટિબોડી બનવામાં થોડા અઠવાડિયાનો સમય લાગે છે, આવી સ્થિતિમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પર કોઈપણ પ્રકારની નકારાત્મક અસર વેક્સિનની અસરને બેકાર કરી શકે છે.

કેલિયોફોર્નિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર વાઈરસ રિસર્ચના ડાયરેક્ટર હલ્હેમ મેસાઉદીના જણાવ્યા પ્રમાણે, વેક્સિનેશનના સમયે ઓછો દારૂ પીવાથી નુકસાન નથી થતું, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ઓછો દારૂ પીવા (moderate drinking)નો અર્થ શું છે.

સૌથી પહેલા જાણો કે હેવી ડ્રિકિંગ અને મોડ્રેટ ડ્રિકિંગ શું છે અને કોરોના વેક્સિન લીધા પહેલા અને બાદમાં કેટલું સુરક્ષિત છે ડ્રિંક્સ...

યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા મેડિકલ સેન્ટરના ચેપી રોગના એસોશિએટ પ્રોફેસર ડૉ. એન્જેલા હ્યુલેટના જણાવ્યા પ્રમાણે, થઈ શકે છે કે આગળ જઈને આ અંગે વધુ નક્કર તારણો સામે આવશે પરંતુ અત્યાર સુધી જે જાણવા મળ્યું છે અને રિસર્ચમાંથી જે સામે આવ્યું છે, તેનાથી એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે વધારે દારૂ પીવો એ આપણી રોગપ્રતિકારક પ્રતિક્રિયા એટલે કે ઈમ્યુન રિસ્પોન્સને અવરોધે છે. તે બેક્ટરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનની સામે તમને કમજોર બનાવે છે. વધારે દારૂ આપણા ઈમ્યુન સેલ્સ એટલે કે રોગ પ્રતિકારક કોષોને ઈન્ફેક્શનવાળી જગ્યા સુધી પહોંચવામાં અને વાઈરસ અથવા બેક્ટેરિયાને મારવાથી રોકે છે. તેનાથી બીમારી પેદા કરનારા પેથોજન એટલે કે રોગાણુંઓના કોષો પર હુમલો કરવાનું સરળ થઈ જાય છે. આ સિવાય વધારે દારૂ ઘણી સમસ્યા પેદા કરે છે. એક રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ 391 લોકોને પાંચ અલગ અલગ રેસ્પિરેટરી વાઈરસથી સંક્રમિત કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે, ઓછું દારૂ પીતા લોકોને શરદી થવાની સંભાવના ઘણી ઓછી હોય છે.​​​​​​​

વધુ દારૂ પીતા વાનરો પર વેક્સિન બેઅસર, ઓછું પીતા હોય તે લોકોમાં ન પીતા લોકો કરતાં ઝડપથી એન્ટિબોડી બની ​​​​​​​​​​​​​​અન્ય એક સ્ટડીમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સેન્ટર ફોર વાઈરસ રિસર્ચના ડાયરેક્ટર ઈલ્હેમ મેસાઉદી અને તેમના સાથીઓએ રીસસ વાનરોને સાત મહિના સુધી આલ્કોહોલિક ડ્રિંક પીવડાવ્યું અને જોયું કે પોક્સ વાઈરસની સામે આપવામાં આવેલી રસીની અસર થઈ કે નહીં? મનુષ્યની જેમ કેટલાક રીસસ વાનરો દારૂની મજા લે છે અને વધારે પીવે છે, જ્યારે બીજી પ્રજાતિના વાનરો ઓછું પીવે છે. સંશોધકોએ જોયું કે, જે વાનરો લાંબા સમયથી દારૂ પીતા હતા તેમના શરીરમાં વેક્સિન બાદ ઉત્પન્ન થતો ઈમ્યુન રિસ્પોન્સ ઘણો કમજોર હતો. ડૉ. મેસાઉદીના જણાવ્યા પ્રમાણે, આવા વાનરોમાં હકીકતમાં ઈમ્યુન રિસ્પોન્સ હતો જ નહીં. તેમજ એકદમ ઓછી માત્રામાં દારૂ પીતા વાનરોના શરીરમાં ન પીતા વાનરો કરતાં પણ વધારે ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો. ઉંદરો પર પણ કરવામાં આવેલા પ્રયોગમાં આવા જ પરિણામ સામે આવ્યા હતા. ​​​​​​​

હેંગઓવર સાઈડઈફેક્ટમાં વધારો કરી શકે છે
યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા મેડિકલ સેન્ટરના વાઈરલ ડિસીઝના એસોશિએટ પ્રોફેસર ડૉ. એન્જેલા હ્યુલેટના જણાવ્યા પ્રમાણે, ઓછો દારૂ પીવો એટલા માટે પણ ફાયદાકારક છે, કેમ કે, વધારે દારૂ પીવા અને તેના હેંગઓવરથી વેક્સિન લીધા બાદ થતી સાઈડઈફેક્ટ વધી શકે છે. જેમ કે, તાવ, શરીર દુખવું, અને બેચેની. ​​​​​​​

રશિયાના એક્સપર્ટે ડિસેમ્બરમાં ચેતવણી આપી હતી
ડિસેમ્બર 2020માં જ રશિયાની સરકારી હેલ્થ એક્સપર્ટ અન્ના પોપોવાએ વેક્સિન લેવાના બે સપ્તાબ પહેલા અને 42 દિવસ બાદ દારૂ ન પીવાની સલાહ આપી હતી. તેમની ચેતવણી છતાં સમગ્ર રશિયામાં તેમનો વિરોધ થયો. દુનિયામાં રશિયા સૌથી વધુ દારૂ પીતા દેશોમાં સામેલ છે. ​​​​​​​

ઓછો દારૂ પીવા માટે અપનાવો આ ચાર રીત
અમેરિકામાં ટેક્સસના મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન સેન્ટર ડ્રિફ્ટવૂડ રિકવરીમાં સાયકોલોજીના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, વધારે દારૂ પીવાની આદત બદલવા માટે આ ચાર પોઈન્ટ કામમાં આવી શકે છે...​​​​​​​

1. Precommitmentને અપનાવો એટલે કે તમારી જાતને વચન આપો
માત્ર ઈચ્છા શક્તિ પર નિર્ભર રહેવાની જગ્યાએ દર રવિવારે આખા સપ્તાહ માટે પોતાના ડ્રિંક્સની મર્યાદા નક્કી કરો અને તેના પર કાયમ કરો. આ વ્યૂહરચનાને પ્રી-કમિટમેન્ટ એટલે કે પૂર્વ-પ્રતિબદ્ધતા કહેવામાં આવે છે.

ઘરે જંક ફૂડ કે મીઠાઈ ન રાખવાનો નિર્ણય, શિડ્યુઅલ બનાવીને મિત્રોની સાથે એક્સર્સાઈઝ કરવી, તેના કેટલાક ઉદાહરણ છે. રિસર્ચ દર્શાવે છે કે પ્રી-કમિટમેન્ટ આદતોને બદલવા માટેની એક અસરકારક રીત છે. ​​​​​​​
2. Social Support શોધો એટલે કે નજીકના લોકોને પ્લાન જણાવો
પોતાના પતિ અથવા પત્ની, મિત્રો અથવા પરિવારના કોઈ સભ્ય સાથે દારૂ પીવાનો તમારો પ્લાન શેર કરો. તેનાથી તમારામાં જવાબદારીનો અહેસાસ વધશે અને તે તમને સ્ટ્રેસનો સામનો કરવામાં મદદ કરશે.

સાંજે દારૂ પીવાની જગ્યાએ નજીકના લોકોની સાથે બહાર જાઓ અથવા કંઈક રમત રમો. ડૉ. કેનેડીના જણાવ્યા પ્રમાણે, આવી હેલ્ધી એક્ટિવિટીના ઘણા ફાયદા છે. ​​​​​​​

3. Obstacles તૈયાર કરો એટલે કે અડગ રહો
દારૂ પીવાનું ઓછું કરવા માટે કેટલાક નિયમ બનાવો. ડ્રિંક્સનો ટાઈમિંગ મેનેજ કરો, જેમ કે એક ગ્લાસ વાઈનને ઓછામાં ઓછા એક કલાકમાં પૂરી કરો. ડૉ. કેનેડી લોકોને એક આલ્કોહોલિક ડ્રિંક બાદ એક ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. તેનાથી લોકો ઓછી માત્રામાં દારૂ પીવે છે.

4. Routine બદલો એટલે કે આદતોનો વિકલ્પ શોધો
કેટલાક લોકો પીવાની ટેવ પડી ગઈ હોવાથી વધારે દારૂ પીવે છે. જેમ કે, રાત્રે ટીવી પર સમાચાર જોતા જોતા દારૂ પીવો. આવા લોકોએ આલ્કોહોલિક ડ્રિંગની જગ્યાએ ચા અથવા નોન આલ્કોહોલિક બીયર પીવું જોઈએ. એટલે કે તમારા હાથમાં ગ્લાસ હોય પરંતુ તેમાં દારૂ ન હોય.