• Gujarati News
  • Utility
  • Excess Vitamin C Can Cause Kidney Damage, And Even More Dangerous In The Form Of Supplement, Know How And How Much To Take?

સાવધાન:વધારે પ્રમાણમાં વિટામિન-C લેવાથી કિડની ડેમેજ થઈ શકે છે, સપ્લિમેન્ટ્સ તરીકે તે વધુ જોખમકારક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020માં કોરોનાએ દસ્તક આપી. આ વાઈરસ વિશે વધુ સમજી શકાય તે પહેલાં તે આખી દુનિયામાં ફેલાઈ ગયો. આ વાઈરસે માર્ચ મહિનામાં ભારતમાં પગપેસારો કર્યો. તેનું કારણ અને સારવાર ત્યારે કોઈને ખબર નહોતી. ડૉક્ટર્સે જણાવ્યું કે ઈમ્યુન સિસ્ટમ જેટલી સ્ટ્રોન્ગ હશે એટલા આપણે કોરોના સામે સુરક્ષિત રહીશું.

ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવા માટે ડૉક્ટર્સે વિટામિન-C લેવાની સલાહ આપી. લોકોએ સપ્લિમેન્ટ્સ, ફળ, શાકભાજી સહિત વિટામિન યુક્ત વસ્તુઓનું સેવન કરવાનું ચાલું કર્યું. પરંતુ હવે અમેરિકાના એક્સપર્ટ્સનું કહેવું છે કે, જરૂરિયાત કરતાં વધારે વિટામિન-C બેક ફાયર અર્થાત નુક્સાન કરી શકે છે.

રાયપુરમાં ડાયટિશિયન ડૉ. નિધિ પાંડે જણાવે છે કે સપ્લિમેન્ટ્સ અર્થાત દવાઓ સ્વરૂપે વિટામિન-Cનું સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી. તેનાથી ડાયજેશન સિસ્ટમ સાથે અનેક નુક્સાન થાય છે.

વધારે વિટામિન-Cનાં સેવનથી આ 4 નુક્સાન થઈ શકે છે

1. જરૂરિયાતથી વધારે આયર્ન વધી શકે છે, અન્ય બીમારી થઈ શકે છે: વિટામિન-C આયર્નનો સારો સ્ત્રોત છે. તેમાં આયર્નની ભરપૂર માત્રા જોવા મળે છે. આયર્ન શરીર માટે ખૂબ જરૂરી છે, પરંતુ જો તે વધારે હોય તો અનેક બીમારીઓનું કારણ બની શકે છે. તેનાથી ઈન્ટર્નલ ઓર્ગન ડેમેજ થઈ શકે છે. સાથે બ્રેન પર પણ ખરાબ અસર થઈ શકે છે.

2. કિડની ખરાબ થવાનું જોખમ: વિટામિન-Cના વધારે સેવનની સૌથી ખરાબ અસર કિડની પર થાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, વધુ પડતા વિટામિન-Cને કારણે કિડની પર પ્રેશર નોર્મલ કરતાં 40% સુધી વધી જાય છે. તેથી કિડની ડેમેજનું જોખમ રહે છે. તેનાથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે.

3. શરીરમાં ન્યૂટ્રિઅન્ટ્સનું અસંતુલન: જરૂર કરતાં વધારે વિટામિન Cનાં સેવનને લીધે સૌથી મોટી ચિંતા છે શરીરમાં બીજા ન્યૂટ્રિઅન્ટ્સનું અસંતુલન કે ઈમબેલેન્સ થવું. જ્યારે શરીરમાં તેનું પ્રમાણ વધી જાય છે તો શરીરની બીજા ન્યૂટ્રિઅન્ટ્સ ઓબ્ઝર્વ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. એટલે શરીર અન્ય ન્યૂટ્રિઅન્ટ્સને જરૂરિયાત જેટલી માત્રામાં નહિ લે. તેને લીધે શરીરમાં પોષક તત્ત્વમાં બેલેન્સ રહેતું નથી. ઉદાહરણ તરીકે, વિટામિન C શરીરમાં વિટામિન B-12 અને કોપર લેવલ ઓછું કરે છે.

4. વિટામિન C ઈન્સોમ્નિયાનું કારણ બની શકે છે: આ એક એવું ન્યૂટ્રિઅન્ટ છે જે શરીરના ઈમ્યુન સેલને જલ્દી એક્ટિવ કરે છે. એટલે કે શરીર એક્ટિવ રહે છે, પણ થાક લાગતો નથી. આ ઉપરાંત અન્ય ઘણી પ્રવૃત્તિમાં આપણને એક્ટિવ રાખે છે પરંતુ તેનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય તો તેને લીધે રાતે ઊંઘ આવતી નથી. એટલે કે વધારે વિટામિન C ઈન્સોમ્નિયાનું કારણ બની શકે છે.

સપ્લિમેન્ટના રૂપે લઇ રહ્યા છો તો વધારે જોખમી છે

  • જો તમે દિવસમાં બે નારંગી કે બે લીંબું લઇ રહ્યા છો તો તમારા શરીરમાં એક દિવસ માટે વિટામિન-C ખૂબ વધારે છે. પરંતુ શું તમને ખબર છે વિટામિન-Cના સપ્લિમેન્ટમાં તેનું પ્રમાણ કેટલું હોય છે? ડૉ. નિધિ જણાવે છે કે, ટેબ્લેટ અને પાઉડરના ફોર્મમાં દુકાનોમાં અવેલેબલ વિટામિન-C સપ્લિમેન્ટની અડધી ટેબલેટ કે પાઉડરની અડધી ચમચીમાં બે નારંગી કરતાં વધારે વિટામિન C હોય છે. હવે તમે વિચારો તમે એ લોકોમાં તો સામેલ નથી ને જે લોકો સપ્લિમેન્ટ રોજ કે દિવસમાં બે વાર લે છે? જો આવું કરતા હોવ તો આજે જ બંધ કરી દો.
  • એક્સપર્ટ પ્રમાણે, સપ્લિમેન્ટના ફોર્મમાં લેવામાં આવતી વિટામિન-Cની દવાઓમાં પ્રિઝર્વ કરવા માટે કેમિકલ્સનો ઉપયોગ થાય છે. તે આપની કિડની પર પ્રેશર લાવે છે. આ ઉપરાંત કલર અને ફ્લેવર પણ હોય છે. સપ્લિમેન્ટ ફોર્મમાં વિટામિન-Cનું સેવન ફાયદા કરતાં નુકસાનકારક વધારે છે.

એક લિમિટ સુધી નેચરલ વિટામિન-C જરૂરી

  • ડૉ. નિધિ પાંડે જણાવે છે કે, માત્ર સારી ઈમ્યુન સિસ્ટમ માટે જ નહિ પણ મજબૂત આઈ સાઈટ માટે પણ વિટામિન C જરૂરી છે. વિટામિન-C યુક્ત ફળો અને શાકભાજીની અવગણના ના કરવી જોઈએ. આપણે નેચરલ સોર્સમાંથી એક લિમિટ સુધી વિટામિન-C લઇ શકીએ છીએ.
  • ડૉ. નિધિએ કહ્યું કે, વિટામિન -C યુક્ત મોટાભાગની વસ્તુઓ ખાટ્ટી કે પછી ખટ્ટ-મીઠ્ઠી હોય છે, પરંતુ જરૂરી નથી કે દરેક ખાટ્ટી કે પછી ખટ્ટ-મીઠ્ઠી વસ્તુઓમાં વિટામિન-C હોય. ઉદાહરણ તરીકે વિનેગર પણ ખાટું હોય છે પણ તેમાં એસિડિક એસિડ હોય છે તે વિટામિન-C નથી. વિટામિન -Cમાં સાઇટ્રિક એસિડ હોય છે.