તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Exams Will Be Conducted In 13 Regional Languages Besides Hindi English. Find Out In Which Languages The Exams Will Be Held On 15th December.

RRB NTPC Exam:હિંદી-ઇગ્લિશ સિવાય 13 રિજનલ ભાષાઓમાં પરીક્ષા લેવાશે, 15 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા કઈ ભાષાઓમાં લેવાશે જાણો

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રેલવે ભરતી બોર્ડ (RRB) 15 ડિસેમ્બરથી NTPC માટે ભરતી પરીક્ષા લેશે. ઉમેદવારો પરીક્ષાની તારીખ જાહેર થયા પછી પરીક્ષા માટેના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે. રેલવે બોર્ડ ટૂંક સમયમાં એડમિટ કાર્ડ પણ આપશે. એડમિટ કાર્ડ આપ્યા પછી ઉમેદવારો તેને https://www.rrbcdg.gov.in/ સિવાય RRBની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકશે.

આ વખતે પરીક્ષા 15 ભાષાઓમાં લેવામાં આવશે
RRB NTPC પરીક્ષા દ્વારા વિવિધ પોસ્ટ્સ (ગાર્ડ, ઓફિસ ક્લાર્ક, કમર્શિયલ ક્લાર્ક વગેરે)ની 35,208 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. બોર્ડ દ્વારા દેશભરના વિવિધ પ્રદેશોમાંથી પરીક્ષા આપનારા ઉમેદવારોને આ વખતે નવી સુવિધાઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત આ વખતે પરીક્ષા હિંદી અને અંગ્રેજી ઉપરાંત 13 અન્ય સ્થાનિક ભાષાઓમાં લેવામાં આવશે. એટલે કે, આ વખતે પરીક્ષા કુલ 15 ભાષાઓમાં લેવામાં આવશે.

આ ભાષાઓમાં પરીક્ષા થશે

 • હિંદી
 • અંગ્રેજી
 • આસામી
 • બંગાળી
 • ગુજરાતી
 • કન્નડ
 • કોંકણી
 • મલયાલમ
 • મણિપુરી
 • મરાઠી
 • ઉડિયા
 • પંજાબી
 • તમિલ
 • તેલુગુ
 • ઉર્દુ

રજિસ્ટર્ડ ઇ-મેલ પર એડમિટ કાર્ડ માટે નોટિફિકેશન મોકલાશે
પરીક્ષા માટે આપવામાંઆવતા એડમિટ કાર્ડ પર ઉમેદવારોને રિપોર્ટિંગ ટાઇમ વિશે માહિતી આપવામાં આવશે. ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્ર પર ન આવે તો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉમેદવારો માટે રિપોર્ટિંગ ટાઇમ સામાન્ય રીતે પરીક્ષાના સમય કરતાં 1 કલાક પહેલાંનો હોય છે. RRB NTPC એડમિટ કાર્ડ જાહેર થતાંની સાથે જ અરજદારોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર બોર્ડ દ્વારા મેસેજ મોકલવામાં આવશે. આ સિવાય રજિસ્ટર્ડ ઇ-મેલ અડ્રેસ પર એડમિટ કાર્ડ જાહેર થયાનુંનોટિફિકેશન પણ મોકલવામાં આવશે.

કમ્પ્યૂટર બેઝ્ડ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ થશે
ઉમેદવારોએ નોંધ લેવી જોઇએ કે CBT 1 અને CBT 2માં બંને પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે. CBT-1 100 અને CBT- 2 120 માર્ક્સની હશે. બંને પરીક્ષાઓ ક્વોલિફાય કરનારા ઉમેદવારો સ્કિલ ટેસ્ટ માટે એલિજિબલ રહેશો. ઓનલાઇન પરીક્ષામાં ઉમેદવારો એક સમયે સ્ક્રીન પર ફક્ત એક જ પ્રશ્ન જોશે. ઉમેદવારો પ્રશ્નનો જવાબ આપી શકે છે અથવા પ્રશ્ન છોડી શકે છે. ઉમેદવારો એક જ સમયે સમાન વિષયના પ્રશ્નો જોઈ શકશે. 20 મિનિટ પૂરી થયા બાદ ગામી સબ્જેક્ટ આપમેળે એક્ટિવ થઈ જશે.

ડોક્યૂમેન્ટ વેરિફિકેશન બાદ મેરિટ લિસ્ટ બનશે
બે કમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષાઓ પાસ કર્યા પછી ઉમેદવારોએ ડોક્મેન્ટ વેરિફિકેસન કરાવવાનુંરહેશે. ત્યારબાદ ફાઇલ મેરિટ લિસ્ટ બનશે, જેના આધારે ઉમેદવારોને લેવામાં આવશે. તેમાં CBT-2ના માર્ક્સ પણ ઉમેરવામાં આવશે. તેમજ, પરીક્ષાના દરેક તબક્કા માટે એક અલગ એડમિટ કાર્ડ આપવામાં આવશે. CBT-1 માટે મળેલા એડમિટ કાર્ડની મદદથી ઉમેદવારો CBT-2માં નહીં જોડાઈ શકે. એ જ રીતે, ફિઝિકલ ટેસ્ટ માટે પણ એક અલગ એડમિટ કાર્ડ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...