તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Examinations Will Be Held Later For Positive Students During The Practical Exam, Bordo Circular Announced

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSEના કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને રાહત:પ્રેક્ટિકલ એક્ઝામ દરમિયાન પોઝિટિવ વિદ્યાર્થીઓ માટે બાદમાં પરીક્ષા લેવામાં આવશે, બોર્ડો સર્ક્યુલર જાહેર કર્યું

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

CBSEએ 10મા, 12માના તે વિદ્યાર્થીઓને રાહત આપી છે જે 1 માર્ચથી શરૂ થયેલી પ્રેક્ટિલ એક્ઝામમાં કોરોનાના કારણે સામેલ થઈ શક્યા નથી. બોર્ડે આવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવાની સુવિધા આપી છે. તે સિવાય પરીક્ષા દરમિયાન સંક્રમિત વિદ્યાર્થીઓ માટે થિયરી એક્ઝામ પહેલા અલગથી પરીક્ષા લેવામાં આવશે.

આ વખતે 10માની થિયરી એક્ઝામ 4મેથી 7 જૂન સુધી અને 12માની થિયરી એક્ઝામ 4 મેથી 14 જૂન સુધી લેવામાં આવશે. આ વિશે ડેટશીટ પરીક્ષાના લગભગ 3 મહિના પહેલા જાહેર કરવામાં આવી છે.

થિયરી એક્ઝામ પહેલા પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થશે
આ અંગે બોર્ડના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે જણાવ્યું કે, પ્રેક્ટિકલ એક્ઝામ વિશે જાહેર સર્ક્યુલરના અનુસાર, સંક્રમિત હોવાના કારણે પરીક્ષા નથી આપી શક્યા તેવા વિદ્યાર્થીઓ રિઝનલ ઓફિસને આ વિશે જાણકારી આપીને અલગથી પરીક્ષા આપી શકશે. જો કે, તમામ પ્રેક્ટિકલ એક્ઝામ 11 જૂન સુધી પૂરી થઈ જશે.

હોમ બોર્ડ પરીક્ષા લેવામાં આવે
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ એક્સપર્ટ્સે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ને આ વર્ષે હોમ બોર્ડ પરીક્ષા લેવા માટે સૂચન આપ્યું છે. હોમ બોર્ડ પરીક્ષા એટલે એવી વ્યવસ્થા કરવી, જેનાથી વિદ્યાર્થીઓ ઘરે જ પરીક્ષા આપી શકે. તેનાથી લાખો વિદ્યાર્થીઓને જોખમથી બચાવી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો