તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Examination For Recruitment To 2,557 Posts For Clerk Of IBPS Will Start From 5th December, Know The Guidelines For The Examination

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઇડલાઇન્સ:IBPSની ક્લાર્ક માટેની 2,557 પોસ્ટ પર ભરતી માટે 5 ડિસેમ્બરથી પરીક્ષા શરૂ થશે, પરીક્ષા માટેની ગાઇડલાઇન્સ જાણી લો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ એન્ડ પર્સનલ સિલેક્શન (IBPS)ની ક્લાર્ક પ્રારંભિક પરીક્ષા આવતીકાલથી એટલે કે 5 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા દ્વારા દેશની પબ્લિક સેક્ટરની બેંકોમાં કુલ 2,557 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. 5, 12 અને 13 ડિસેમ્બરે જુદા જુદા શહેરોમાં નક્કી કરેલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા માટે 18 નવેમ્બરના રોજ એડમિટ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. ઉમેદવારો તેને ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જઇને ડાઉનલોડ કરી શકે છે.

આ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે
IBPSએ ક્લાર્ક પ્રારંભિક પરીક્ષા માટે એડમિટ કાર્ડ આપવાની સાથે જ પરીક્શા માટે વિશેષ માહિતીની બુકલેટ જાહેર કરી હતી. તેમાં IBPS કલાર્ક પ્રારંભિક પરીક્ષાની યોજના, સેમ્પલ પ્રશ્નો, ઓનલાઇન પરીક્ષા મોડ્યુલની વિગતો, પરીક્ષા માટે જરૂરી સૂચનો અને કોરોનાને ધ્યાનમાં રાખીને સલામતીની ગાઇડલાઇન્સ સામેલ છે. તમામ ઉમેદવારોએ IBPS ક્લાર્ક પ્રારંભિક પરીક્ષાની માહિતી બુકલેટ 2020માં અપાયેલી સૂચનાનું પાલન કરવું પડશે.

આ નિયમોનું પાલન કરવું પડશે

  • તમામ ઉમેદવારોએ નિર્ધારિત સમયના 15 મિનિટ પહેલા તેમના ફાળવેલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડશે.
  • પરીક્ષા દરમિયાન માસ્ક, ગ્લોવ્ઝ, પારદર્શક પાણીની બોટલ, હેન્ડ સેનિટાઈઝર (50ml), સામાન્ય પેન, એડમિટ કાર્ડ, ફોટો આઈડી પ્રૂફ (ઓરિજિનલ અને ફોટોકોપી બંને) લઈ જઈ શકાશે.
  • પરીક્ષા સમયે તમારો સામાન કોઈ અન્ય ઉમેદવારો સાથે શેર ન કરવો.
  • પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
  • એડમિટ કાર્ડ સાથે આપવામાં આવેલા ડિક્લેરેશન ફોર્મ પર સાઇન કરીને લઈ જાઓ.
  • એન્ટ્રી પહેલાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે, જો ટેમ્પરેચર હાઈ હશે તો એન્ટ્રી નહીં મળે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો