તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Exam To Be Held On 22nd August Has Been Postponed Once Again, No New Date Has Been Announced, New Date Will Be Announced Soon

CLAT 2020:22 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા ફરી એક વખત મોકૂફ રાખવામાં આવી, નવી તારીખની જાહેરાત નહીં કરાઈ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે

એક વર્ષ પહેલા
  • 1 સપ્ટેમ્બર સુધીમા ઓફિશિયલ વેબસાઈટ પર પરીક્ષાની તારીખ જાહેર કરશે કન્સોર્ટિયમ
  • કોરોનાને ધ્યાનમાં રાખતા ઉમેદવારો મુસાફરી ટાળવા માટે નજીકના કેન્દ્રોની પસંદગી કરી શકે છે

કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટી, બેંગલુરુની કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT) 2020ની પરીક્ષાને ફરીથી એક વખત મોકૂફ કરવામાં આવી છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં 22 ઓગસ્ટના રોજ યોજાવાની છે, પરંતુ તેને હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. જો કે, કન્સોર્ટિયમ દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી. 1 સપ્ટેમ્બર સુધીમાં કન્સોર્ટિયમ ઓફિશિયલ વેબસાઈટ https://consortiumofnlus.ac.in/પર પરીક્ષાની તારીખ જાહેર કરશે.

203 જગ્યાએ પરીક્ષા લેવામાં આવશે
આ અંગે કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જબલપુરની નેશનલ લો યુનિવર્સિટી (DNLU)ના કુલપતિ અને આ વર્ષની પરીક્ષાના કન્વીનર પ્રો. બલરાજ ચૌહાને પણ આ અંગે જાણકારી આપી દીધી છે. CLATનું આયોજન દેશભરમાં 203 સ્થળોએ કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખતા ઉમેદવારો મુસાફરી ટાળવા માટે નજીકના કેન્દ્રની પસંદગી કરી શકે છે.

LLB અને LLMમાં એડમિશન મળે છે
ક્લેટની પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે, જે 150 માર્ક્સની હોય છે. પરીક્ષા માટે ઉમેદવારોને બે કલાકનો સમય આપવામાં આવે છે. તેમાં 10મા અને 12મા ધોરણના અભ્યાસક્રમને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. CLAT દ્વારા ઉમેદવારોને LLB અને LLM કોર્સમાં એડમિશન મળે છે.

અન્ય સમાચારો પણ છે...