કામના સમાચાર:દર વર્ષે સર્વાઇકલ કેન્સરથી 67 હજાર મહિલાઓએ જીવ ગુમાવે છે, જાણો કેવી રીતે બચી શકાય આ કેન્સરથી

એક મહિનો પહેલા

ભારતીય મહિલાઓમાં થતું બીજા નંબરનું કોમન કેન્સર હોય તો તે 'સર્વાઇકલ કેન્સર' છે. ભારતને સર્વાઇકલ કેન્સર સામે પહેલી સ્વદેશી વેક્સિન મળી છે. જેનું નામ ક્વાડ્રીવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સીન (qHPV)' છે. તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (DBT) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ વેક્સિન જલ્દી જ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

દેશમાં દર વર્ષે 1.23 લાખ કેસ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC-WHO) મુજબ ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરના 1.23 લાખ કેસ નોંધાય છે. જેમાં લગભગ 67,000 મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. આ કેન્સર દેશમાં મહિલાઓમાં બીજા નંબરનું સૌથી કોમન કેન્સર છે. બીજી તરફ વિશ્વની વાત કરીએ તો સર્વાઇકલ કેન્સરમાં ભારત પાંચમા નંબરે છે. વધુમાં, 15 થી 44 વર્ષની વયની સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે.
આજે કામના સમાચારમાં જાણીશું સર્વાઇકલ કેન્સરના જવાબો...

દિલ્હીના ડૉ. આયુષ પાંડે, ધર્મશિલા કૅન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ડિપાર્ટમેન્ટ ઑફ સર્જિકલ ઑન્કોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. અંશુમન કુમાર, અને રાજીવ ગાંધી કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના ડૉ. વંદના પાસેથી જાણીએ વધુ માહિતી
સવાલ : સર્વાઇકલ કેન્સર શું છે?
જવાબ :
સ્ત્રીઓના ગર્ભાશયના નીચેના ભાગને સર્વિક્સ કહેવામાં આવે છે. સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓના સર્વિક્સના કોષોને અસર કરે છે. સર્વાઇકલ કેન્સરને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે.

ઘણાં લોકોના મનમાં એક પ્રશ્ન છે કે તે સર્વાઇકલ કેન્સર સર્વિક્સને અસર કરે છે, તો શું શારીરિક સંબંધને કારણે પણ સર્વાઇકલ કેન્સર થઈ શકે છે?આ પ્રશ્નનો જવાબ જાણવા માટે નીચે આપેલા ગ્રાફિક્સ વાંચો...

સવાલ : સર્વાઇકલ કેન્સર થવા પાછળનું કારણ શું છે?
જવાબ :
હ્યુમન પેપિલોમા વાયરસના અલગ-અલગ સ્ટ્રેન્સને કારણે થાય છે.

સવાલ : સર્વાઇકલ કેન્સરનું જોખમ મહિલાઓમાં સૌથી વધુ કેમ હોય છે?
જવાબ :
આ વાઇરસ પુરુષો દ્વારા મહિલાઓ સુધી પહોંચે છે. 35 થી 44 વર્ષની વયની સ્ત્રીઓ આ કેન્સરનો શિકાર વધુ હોય છે. 15% થી વધુ નવા કેસ 65 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં છે, ખાસ કરીને જેઓ નિયમિત ચેકઅપ કરાવતા નથી.

આ મામલામાં સર્વાઇકલ કેન્સરનું જોખમ સૌથી વધુ હોય છે

  • નબળી રોગપ્રતિકારક શક્તિ
  • અસુરક્ષીત શારીરિક સંબંધમાં
  • 5 વર્ષથી વધુ ગર્ભનિરોધક ગોળીઓ લેવા પર
  • સિગારેટ પીવાથી

સવાલ : કોઈ પણ મહિલાને કેવી રીતે ખબર પડે છે કે, તેમને સર્વાઇકલ કેન્સર છે કે નહી ?
જવાબ :
સર્વાઇકલ કેન્સર થવામાં સામાન્ય રીતે 10-15 વર્ષનો સમય લાગે છે. 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે તેના લક્ષણો પર નજર રાખવી જરૂરી છે.

સર્વાઇકલ કેન્સરના લક્ષણો

સવાલ : કયા પ્રકારના ટેસ્ટથી ખબર પડે છે કે સર્વાઇકલ કેન્સર છે?
જવાબ :
પેપ સ્મીઅર ટેસ્ટ અને એચપીવી ટેસ્ટથી ખબર પડે છે કે સર્વાઇકલ કેન્સર છે

સવાલ : સ્ત્રીઓએ ક્યારે અને કઈ ઉંમરે આ ટેસ્ટ કરાવવો જોઈએ?

જવાબ : અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર…
25 થી 65 વર્ષની વયની મહિલાઓએ સર્વાઇકલ કેન્સરના ટેસ્ટ કરાવવા જોઇએ.
મહિલાઓએ આ ટેસ્ટ દર 5 વર્ષે અથવા દર 3 વર્ષે કરાવવો જોઈએ.

સવાલ : ડૉક્ટર પાસે જવાની ક્યારે જરૂર પડી શકે?
જવાબ : એક વર્ષની ઉંમર પછી સ્ત્રીઓને પીરિયડ્સ આવવાનું બંધ થઈ જાય છે, આ સ્થિતિને મેનોપોઝ કહેવામાં આવે છે. મેનોપોઝ પછી બ્લીડિંગ થવું સામાન્ય નથી. જો તમારી સાથે આવું થાય છે, તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઇએ,

કેટલીક મહિલાઓને શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લીડિંગ થાય છે. જો સામાન્ય કરતાં વધુ બ્લીડિંગ થતું હોય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

સવાલ : સર્વાઇકલ કેન્સરના 3 પ્રકાર હોય છે?
જવાબ : ત્રણ પ્રકારના હોય છે

  • સ્ક્વામસ સેલ કાર્સિનોમા
  • એડેનોકાર્સિનોમા
  • મિશ્ર કાર્સિનોમા

સવાલ : સર્વાઇકલ કેન્સર પર વેક્સીનની કેટલી અસર થશે?
જવાબ : નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનમાં ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એન્ડ પેડિયાટ્રિક ઓન્કોલોજીના એક રિપોર્ટ અનુસાર,

HPV વેક્સીનનો 3 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં કેન્સર સામે 95.8% અસરકારક સાબિત થઈ છે. આ રસી મહિલાઓને સર્વાઇકલ કેન્સર અને વલ્વર કેન્સરથી બચાવવામાં 100% અસરકારક છે.

સવાલ : આ વેક્સિનની કિંમત શું હશે?
જવાબ :
પૂનાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વેક્સિનની કિંમત અંગે ભારત સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. જો કે, આ વેક્સિન સસ્તી હશે અને તેની કિંમત 200 થી 400 રૂપિયાની વચ્ચે હશે.

અન્ય સમાચારો પણ છે...