તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Every Problem Related To Support Will Now Be Removed With Just One Call, UIDAI Revealed The Helpline Number

આધાર કાર્ડ ધારકોને રાહત:આધારને લગતી દરેક સમસ્યાઓ હવે માત્ર એક કોલથી દૂર થશે, UIDAIએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમે 1947 નંબર ડાયલ કરીને તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો
 • આ નંબર 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે

જો તમને આધાર સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે તો હવે તેને માત્ર એક નંબર ડાયલ કરીને દૂર કરી શકો છો. આધાર કાર્ડ ધારકોને આધાર સંબંધિત ઘણા પ્રકારની સમસ્યાઓ હોય છે, જેના માટે હવે તમે 1947 નંબર ડાયલ કરીને તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો. UIDAIએ ટ્વીટ કરીને આ નંબર વિશે જાણકારી આપી છે. આ નંબર 12 ભાષાઓમાં તમારી મદદ કરી શકે છે.

UIDAIએ ટ્વિટ કરી
UIDAIએ ટ્વિટ કરીને જણાવ્યું કે, હવે આધાર સંબંધિત તમામ સમસ્યાઓ એક ફોન કોલ પર દૂર થઈ જશે. ટ્વીટમાં લખ્યું કે, આધાર હેલ્પલાઈન 1947 12 ભાષાઓ- હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દુમાં ઉપલબ્ધ છે. #Dial1947ForAadhaar પર તમે તમારી પસંદની ભાષામાં વાતચીત કરી શકો છો.

UIDAIએ જાહેર કર્યો નંબર
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની તરફથી આ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબર 1947 છે. આ નંબરને યાદ કરવો પણ સરળ છે, કેમ કે, આ તે વર્ષ છે જ્યારે દેશ આઝાદ થયો હતો.

આ 1947 નંબર, ચાર્જ ફ્રી છે, જે આખા વર્ષ દરમિયાન IVRS મોડ પર 24 કલાક ઉપલબ્ધ રહે છે. તે ઉપરાંત આ સુવિધા માટે કોલ સેન્ટરના પ્રતિનિધિઓ સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી (સોમવારથી શનિવાર) ઉપલબ્ધ રહે છે. તેમજ રવિવારના દિવસે પ્રતિનિધિ સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે.

આ હેલ્પલાઈન નંબર લોકોને આધાર નોંધણી કેન્દ્રો, નોંધણી પછી આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધિત જાણકારી પ્રદાન કરે છે. તે સિવાય જો કોઈનું આધારકાર્ડ ખોવાઈ જાય છે અથવા પોસ્ટ દ્વારા હજી મળ્યું નથી, તો આ સુવિધાની મદદથી જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

આ રીતે બનાવો PVC આધાર-

 • નવા આધાર PVC કાર્ડ માટે તમારે UIDAIની વેબસાઈટ પર જવું.
 • અહીં 'My Aadhaar'સેક્શનમાં જઈને 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારે તમારા આધારના 12 ડિઝિટનો નંબર અથવા 16 ડિઝિટનું વર્ચ્યુઅલ ID અથવા 28 ડિઝિટનો આધાર એનરોલમેન્ટ EID એન્ટર કરો.
 • હવે તમે સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા ભરો અને OTP માટે Send OTP પર ક્લિક કરો.
 • ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલો OTP એન્ટર કરો.
 • હવે તમને આધાર PVC કાર્ડનું એક પ્રીવ્યુ શો થશે.
 • ત્યારબાદ નીચે આપવામાં આવેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો
 • ત્યારબાદ પેમેન્ટ પેજ ઓપન થશે, અહીં તમારે 50 રૂપિયાની ફી જમા કરાવવી પડશે.
 • પેમેન્ટ કર્યા બાદ તમારા આધાર PVC કાર્ડની ઓર્ડર પ્રોસેસ પૂરી થઈ જશે.