• Gujarati News
  • Utility
  • Every Monday Saw A 15% Drop In New Cases Of Corona, Know The Bad Facts Behind This Good News

કોવિડની પણ રવિવારે રજા હોય છે:દર સોમવારે કોરોનાના નવા કેસોમાં 15% સુધીનો ઘટાડો જોવા મળ્યો, જાણો આ સારા સમાચારની પાછળની ખરાબ હકીકત

એક વર્ષ પહેલા

ટીવી ચેનલ્સ અને ન્યૂઝ વેબસાઈટ્સ પર સોમવારે સમાચાર આવ્યા હતા કે 31મેના રોજ દેશમાં નવા કોરોનાનાં કેસના મળતા આંકડામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. કોરોનાને ટ્રેક કરનારી સરકારી અને બિન-સરકારી વેબસાઈટ્સે પોતાના આંકડા અપડેટ કર્યા તો જાણવા મળ્યું કે, 31મેના રોજ દેશમાં કુલ 1 લાખ 26 હજાર 698 કોરોનાનાં નવા કેસ સામે આવ્યા હતા. જે રવિવારની તુલનામાં 17.45 ટકા ઓછા હતા. એવી જ રીતે ગત સોમવારે એટલે કે 24મેના રોજ પણ કોરોનાનાં આંકડામાં ઘટાડો નોંધાયો હતો.

જ્યારે તમે કોરોનાનાં જૂના આંકડા પર નજર નાખશો તો જાણવા મળશે કે દેશમાં કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી દર સોમવારે કોરોનાનાં નવા કેસના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. એક રીતે આ સમાચાર સારા પણ છે પરંતુ હકીકત કંઈક અલગ છે.

હકીકતમાં તે આપણી સરકારી મશીનરીનો જાદુ છે. ડેટાથી સ્પષ્ટ ખબર પડે છે કે રવિવારે કોરોનાની તપાસ કરનારી આપણી સિસ્ટમ રજા પર હોય છે. વાઈરસ ભલે સંપૂર્ણ તાકાથી ફેલાતો રહે પરંતુ સોમવારે ડેટામાં કોરોનાના કેસની સંખ્યા ઓછી જોવા મળે છે.

સૌથી પહેલા જોઈએ કે કોરોનાની બીજી લહેરના ચઢાવ અને ઉતાર દરમિયાન કેવી રીતે ગડબડ સ્પષ્ટ રીતે દેખાઈ...

2020માં પહેલી લહેર દરમિયાન પણ આંકડામાં રવિવારે ઘટાડો જોવા મળ્યો...

રવિવારની સુસ્તીની અસર મંગળવારના ડેટા સુધી પડે છે

  • RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવવામાં 24-48 કલાકનો સમય લાગે છે. એટલે કે રવિવારે ટેસ્ટિંગ ઓછું થવાથી સોમવારે ડેટામાં ઘટાડો જોવા મળે છે.
  • બીજા શબ્દોમાં કહીએ તો, સોમવારે કોરોનાની સંખ્યા ઓછી નથી થતી પરંતુ તપાસ કરનારી મશીનરી સુસ્ત બની જાય છે અને આંકડા રાહતની તસવીર રજૂ કરે છે.
  • આ જ કારણ છે કે પહેલી લહેર અને બીજી લહેરના કમજોર પડવા દરમિયાન પણ સોમવારે બીજા દિવસે એટલે કે મંગળવારે કોરોનાનાં કેસમાં વધારો જોવા મળતો. પહેલી લહેર દરમિયાન સપ્ટેમ્બર અને બીજી લહેરના મેના ડેટા આ વાતની પુષ્ટિ કરે છે.
  • રવિવારે તપાસમાં કરવામાં આવેલી ઢિલાશના કારણે સોમવારે તપાસ કેન્દ્રો પર વધારે લોકો તપાસ કરાવે છે. વધારે તપાસનો અર્થ વધારે કેસ સામે આવવા. આ અસર મંગળવારના ડેટમાં જોવા મળે છે.

કોરોનાની પહેલી લહેરથી રવિવારે ટેસ્ટિંગમાં ઘટાડો થયો છે, જે સોમવારના ડેટામાં સ્પષ્ટ દેખાય છે.

2020માં પહેલી લહેર દરમિયાન પણ રવિવારે ટેસ્ટિંગ ઘટ્યું હતું જે સોમવારના ડેટામાં જોવા મળ્યું હતું...

રસપ્રદ બાબત: મૃત્યુના આંકડા પર રવિવાર-સોમવારની અસર નથી થઈ

  • રવિવારે કોરોનાની તપાસમાં ઢિલાસ અને તેના પરિણામમાં નવા કેસ મળવાના આંકડામાં ઘટાડાની અસર મૃત્યુના આંકડા પર જોવા નથી મળી.
  • તે સ્પષ્ટ છે કે દર સોમવારે કોરોનાના નવા કેસ ઓછા મળવાના સારા સમાચાર હકીકતમાં રાહતભર્યા નથી હોતા, જેટલાઆંકડામાં જોવા મળે છે.

વધારે ટેસ્ટિંગ એટલે વધારે કેસ, તેથી ટેસ્ટિંગ પર ફોકસ જરૂરી

  • દર સપ્તાહ રવિવાર, સોમવાર અને મંગળવારે કોરોનાનાં નવા કેસના આંકડામાં એ સ્પષ્ટ જોવા મળ્યું છે કે ટેસ્ટિંગ ઓછું થવાથી તેની સીધી અસર કોરોનાનાં આંકડા પર પડે છે.
  • એટલે કે કોરોનાના યોગ્ય આંકડા જાણવા માટે તમામ રાજ્યોએ વધારેમાં વધારે કોરોના ટેસ્ટિંગ પર ફોકસ કરવું જોઈએ.
  • નિષ્ણાતોના અનુસાર, રવિવારે રાજ્યોમાં કોરોના ડેટાના રિપોર્ટિંગમાં ઢિલાસની પણ અસર સોમવારના આંકડા પર પડે છે.

અમેરિકા અને યુરોપમાં જોવા મળી વીકેન્ડ ઈફેક્ટ

  • એવું નથી કે કોરોનાની તપાસમાં ઢિલાસનો આ ડ્રેન્ટ માત્ર ભારતમાં જ જોવા મળ્યો. અમેરિકા અને યુરોપના ડેટામાં પણ આ ઘટાડો સ્પષ્ટ જોવા મળ્યો છે.
  • અમેરિકા અને યુરોપમાં તો કોરોનાની તપાસ અને નવા કેસ મળવાના રિપોર્ટમાં ઢિલાસ માત્ર રવિવારે જ નહીં પરંતુ શનિવારે પણ જોવા મળી છે.
  • હકીકતમાં પશ્ચિમી દેશોમાં સામાન્ય રીતે બે દિવસનો વીકેન્ડ હોય છે. તેની અસર કોરોનાની તપાસ પર પડે છે જે આખરે કોરોનાનાં નવા કેસોના આંકડા પર જોવા મળે છે.