તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Eventually The WHO Admitted, Corona Could Spread Through The Air; Written In The Updated Guideline The Virus Can Go Far Through Aerosols

ઝડપથી ફેલાતી મહામારીનું કારણ:WHOએ સ્વીકાર્યું, કોરોના હવાથી ફેલાઈ શકે છે; અપડેટ ગાઈડલાઈનમાં લખ્યું- એરોસોલ દ્વારા દૂર સુધી વાઈરસ જઈ શકે છે

3 મહિનો પહેલા

કોરોનાને મહામારી જાહેરા કર્યાને લગભગ એક વર્ષ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આખરે માની લીધું છે કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે. WHOના અનુસાર, વાઈરસ ખરાબ વેન્ટિલેશન અથવા ભીડવાળી બંધ જગ્યામાં પણ ફેલાઈ શકે છે, જ્યાં લોકો લાંબા સમય સુધી રહે છે, કેમ કે એરોસોલ હવામાં એક મીટરથી પણ વધારે દૂર સુધી જઈ શકે છે. હકીકતમાં WHOએ કોરોના સાથે સંબંધિત સવાલોના જવાબ અપડેટ કર્યા છે. તેમાંથી આ સવાલનો જવાબ પણ સામેલ છે કે લોકોની વચ્ચે કોરોના કેવી રીતે ફેલાય છે? માનવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ કોરોનાથી બચવાની નવી ગાઈડલાઈન સામે આવી શકે છે. ઓર્ગેનાઈઝેશન અત્યાર સુધી એવું કહેતું હતું કે એ વાતના પૂરતા પુરાવા નથી કે કોરોના હવાથી પણ ફેલાય છે.

કોરોના કેવી રીતે ફેલાય છે? ચીનમાં 2019માં કોરોના ફેલાયા બાદથી આ સવાલ પર ઘણી ચર્ચા થઈ હતી. હકીકતમાં, આ ચર્ચાની પાછળ વૈજ્ઞાનિકોની વચ્ચે ડ્રોપલેટ અને એરોસોલને લઈને મતભેદ છે. અત્યાર સુધી મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું હતું કે, છીંકવાથી, ઉધરસથી, ગીતો ગાવાથી અથવા બોલતી વખતે મનુષ્યના નાક અથવા મોંથી જે ટીપાં નીકળે છે તે ડ્રોપલેટ હોય છે. એટલે કે તેની સાઈઝ 5 માઈક્રોમીટર કરતાં વધારે હોય છે. તેમાં કોરોનાવાઈરસ થવા પર પણ તે પોતાના વજનના કારણે બે મીટરથી વધારે દૂર નથી જઈ શકતા. ગુરુત્વાકર્ષણના કારણે નીચે પડી જાય છે. એટલે કે કોરોના હવાથી નથી ફેલાતો. એક માઈક્રોમીટર એક મીટરના 10 લાખનો હિસ્સો હોય છે.

તેમજ નિષ્ણાતોના બીજા સમૂહનું કહેવું છે કે, મોં અને નાકમાંથી નીકળતા ડ્રોપલેટનો આકાર 5 માઈક્રોમીટર કરતા પણ ઓછો હોઈ શકે છે અને તે હવાની સાથે દૂર સુધી જઈ શકે છે. એટલે કે કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે.

WHOએ જુલાઈ 2020માં કહ્યું હતું, કોરોનાવાઈરસ હવાથી ફેલાવવાના કોઈ પૂરાવા નથી
કોરોના ફેલાવાના શરૂઆતના મહિનામાં તો WHOએ તમામને માસ્ક પહેરવાની જગ્યાએ માત્ર સંક્રમિતોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી. જુલાઈ 2020માં સ્વતંત્ર હેલ્થ એક્સપર્ટ્સે કહ્યું હતું કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાય છે. તેમણે WHOને કોરોનાથી હવાથી ફેલાવતી મહામારી જાહેર કરવાનું કહ્યું હતું. ત્યારે WHOની તરફ એવું કહેવામાં આવ્યું કે, કોરોનાવાઈરસ હવાથી ફેલાય છે, આ સંભાવનાને નકારી શકાય તેમ નથી, પરંતુ ટૂંક સમયમાં જ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, આ વાતના કોઈ પુરાવા નથી. જુલાઈ 2020ની ગાઈડલાઈનમાં WHO એ વાત પર કામય રહ્યું કે કોરોના કોઈ સંક્રમિત સાથે સંપર્કમાં આવવાથી, તેના મોં અથવા નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સ એટલે કે વાઈરસવાળા ટીપાં અને ફોમિટીઝ એટલે કે કપડાં, વાસણ, ફર્નિચર વગેરે પર હાજર વાઈરસથી ફેલાય છે.

કોરોના ફેલાવાની ચર્ચામાં આ વર્ષે એપ્રિલમાં ત્યારે મોટો વળાંક આવ્યો જ્યારે વૈજ્ઞાનિકોના એક સમૂહે પ્રખ્યાત મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં 10 પુરાવાની સાથે દાવો કર્યો કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાય છે.

તેમજ અમેરિકામાં MIT એટલે કે મેસાચુસેટ્સ ઈન્સ્ટિસ્ટટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, 6 ફૂટ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો કોઈ અર્થ નથી. એ વાતના પર્યાપ્ત પુરાવા છે કે છીંક અથવા ખાંસી વખતે મોં અથવા નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સ એટલા નાનાં હોય છે કે તે એરોસોલ બની જાય છે. ખાસ કરીને બંધ જગ્યા પર એક સુપર-સ્પ્રેડરનું કામ કરે છે. રિસર્ચમાં અમેરિકા, ચીન, અને કોરિયામાં આ રીતે કોરોના ફેલાવાની ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ધ લાન્સેટમાં વૈજ્ઞાનિકોએ 10 પુરાવા રજૂ કર્યા હતા

  1. માનવ વ્યવહાર, વાતચીતની રીત, રૂમનો આકાર, વેન્ટિલેશન અને બીજી વાતોનું વિશ્લેષણ બતાવે છે કે કોરોના માત્ર ડ્રોપલેટ્સ અને ફોમિટીઝ એટલે કે કપડાં, વાસણ, ફર્નિચર વગેરે પર રહેલા વાઈરસથી કોરોના એટલી ઝડપથી નથી ફેલાતો.
  2. ક્વોરન્ટાઈન હોટેલોમાં આ વાતના રેકોર્ડ મળ્યા કે એકબીજાને મળ્યા વગર અથવા સંપર્કમાં આવ્યા વગર આસપાસના રૂમોમાં રહેલા લોકોમાં એક બીજાથી સંક્રમણ ફેલાયું.
  3. કોરોનાનાં 33%થી 59% કેસ લક્ષણ વિનાના સંક્રમિતોથી ફેલાય છે, જ્યારે તેઓ છીંક કે ઉધરસ નથી ખાતા. આ તે વાતનો પુરાવો છે કે કોરોના હવાથી પણ ફેલાય છે.
  4. કોરોના ખુલ્લી જગ્યાની સરખામણીએ બંધ રૂમમાં વધારે ઝડપથી ફેલાય છે. રૂમના બારીબારણા ખોલવાથી ફેલાવાનો દર ઓછો થઈ જાય છે. એટલે કે કોરોના હવાથી ફેલાય છે.
  5. હોસ્પિટલમાં થતા ઈન્ફેક્શન (nosocomial infections) PPE પહેરતા હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં પણ મળ્યા છે. કારણ એ છે કે તેમની PPE ડ્રોપલેટ્થી બચવા માટે ડિઝાઈન કરવામાં આવી પરંતુ એરોસોલથી બચવા માટે નહીં.
  6. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, લેબોરેટરીમાં કોરોનાવાઈરસ ત્રણ કલાક સુધી હવામાં તરતો જોવા મળ્યો હતો.
  7. હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં લાગેલા એર ફિલ્ટર અને ડક્ટમાં પણ કોરોનાવાઈરસ મળ્યો છે, આવી જગ્યાએ એરોસોલ વગર વાઈરસ નથી પહોંચી શકતો.
  8. પાંજરામાં બંધ પ્રાણીઓ સુધી કોરોના પહોંચવાનું દર્શાવે છે કે વાઈરસ હવાથી પણ ફેલાય છે.
  9. અત્યાર સુધી એવી કોઈ થિયરી સામે નથી આવી, તેથી આ વાતને નકારી કાઢતા કોરોનાવાઈરસ હવાથી નથી ફેલાતો.
  10. કોરોના ફેલાવાની બીજી રીત જેમ કે નાક-મોંથી નીકળતા ડ્રોપલેટ અને ફોમિટીઝ એટલે કે કપડાં, વાસણ, ફર્નિચર વગેરેથી ફેલાવાના સમર્થ માટે મર્યાદિત પુરાવા છે.

કોરોનાવાઈરસ કેવી રીતે ફેલાય છે? WHOના તાજેતરના ત્રણ કારણો

  1. વર્તમાન પુરાવા દર્શાવે છે કે વાઈરસ મુખ્ય રીતે તે લોકોની વચ્ચે ફેલાય છે જે એકબીજા સાથે સંપર્કમાં હોય છે, સામાન્ય રીતે 1 મીટર (શોર્ટ રેન્જ)થી ઓછા દૂર હોય છે.
  2. વાઈરસ ખરાબ વેન્ટિલેશન અથવા ભીડવાળી બંધ જગ્યામાં પણ ફેલાઈ શકે છે, જ્યાં લોકો લાંબા સમય સુધી રહે છે, કેમ કે એરોસોલ હવામાં એક મીટરથી પણ વધારે દૂર સુધી જઈ શકે છે.
  3. લોકો તે સપાટીના સ્પર્શથી પણ સંક્રમિત થઈ શકે છે જે વાઈરસથી દૂષિત હોય અને તેઓ હાથ સાફ કર્યા વગર પોતાના નાક, મોં અથવા આંખને સ્પર્શ કરે છે.

WHOની ગાઈડલાઈનમાં આ ફેરફાર કેમ ખાસ છે?

  • હવે દુનિયાભરમાં માની લેવામાં આવશે કે કોરોનાવાઈરસ હવા દ્વારા એક મીટર અથવા છ ફૂટથી પણ વધારે દૂર જઈ શકે છે.
  • એરોસોલ દ્વારા કોરોનાવાઈરસ ફેલાવાની વાત માન્યા બાદ કોરોનાથી બચવા માટે નવી ગાઈડલાઈન ઉમેરી શકાય છે.
  • ખાસ કરીને ઓફિસ, ઘર, સ્કૂલ-કોલેજ અને મોલ જેવી બંધ જગ્યાઓને લઈને નવી સલાહ સામે આવી શકે છે.
  • ભારતમાં કોવિડ 19 ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વીકે પોલે થોડા દિવસો ઘરમાં પણ માસ્ક પહેરવાની સલાહ આપી હતી. આ સલાહ WHOની નવી ગાઈડલાઈનના આધારે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, બંધ જગ્યામાં એરોસોલ દ્વારા કોરોના ફેલાઈ શકે છે.
  • તેના દ્વારા એ પણ સમજી શકાય છે કે આખરે કેમ સોસાયટી અથવા રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટમાં ભારી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.