તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Evening Exercises Are More Effective For Metabolic Health, Reduce The Risk Of Heart Disease And Also Keep Blood Sugar Under Control.

કોરોનામાં સાંજની એક્સર્સાઈઝના ફાયદા:મેટાબોલિક હેલ્થ સુધારવા સાંજે એક્સર્સાઈઝ કરો, હૃદયની બીમારીઓનું જોખમ ઘટશે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહેશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકો અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. હેલ્ધી રહેવા માટે તમામ પ્રકારની એક્સર્સાઈઝ કરી રહ્યા છે. આવા સમયમાં ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા એક સ્ટડીમાં જણાવ્યા અનુસાર, સાંજની એક્સર્સાઈઝ તમારી મેટાબોલિક હેલ્થ સુધારવાની સાથે હૃદયની બીમારી અને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે.

તમારા ડૉક્ટરે પણ ઘણી વખત મેટાબોલિઝ્મનો ઉલ્લેખ કર્યો હશે, પરંતુ શું તમને ખબર છે કે મેટાબોલિક હેલ્થ માટે સવારની જગ્યાએ સાંજની એક્સર્સાઈઝ વધારે અસરકારક છે.

એક્સર્સાઈઝ ટાઈમિંગ પર કરવામાં આવેલા નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે સવારની જગ્યાએ સાંજની એક્સર્સાઈઝ કરવાના ઘણા ફાયદા છે અને સૌથી વધારે ફાયદો તમારા મેટાબોલિક હેલ્થને થાય છે.

આ સ્ટડીમાં માત્ર તે પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા, જે હાઈ ફેટ ડાયટ લેતા હતા. તેમાં મહિલાઓને સામેલ ન કરવાનું કારણ એ હતું કે પિરિઅડ્સ દરમિયાન મહિલાઓનું મેટાબોલિઝ્મ ધીમું થઈ જાય છે. સ્ટડીમાં સામેલ પુરુષોમાં સાંજની એક્સર્સાઈઝથી ઘણો ફરક જોવા મળ્યો. જ્યારે તે જ એક્સર્સાઈઝને સવારે કરનાર લોકોમાં વધારે ફરક જોવા ન મળ્યો.

શું છે મેટાબોલિઝ્મ?
આપણે જે ખાઈએ-પીએ છીએ તેને પચાવીને ઊર્જામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને મેટાબોલિઝ્મ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે પ્રક્રિયા છે જે કેલરીને ઊર્જામાં રૂપાંતરિત કરે છે. આપણા શરીરને દરેક સમયે ઊર્જાની જરૂર હોય છે.

શરીરમાં મેટાબોલિઝ્મની પ્રક્રિયા 24 કલાક સુધી રહે છે. ત્યારે પણ જ્યારે આપણે આરામની અવસ્થામાં હોઈએ છીએ. ઊંઘતા સમયે શરીરની આંતરિક ક્રિયાઓ જેમ કે બ્લડ સર્ક્યુલેટ, શ્વાસ લેવો, કોષો સુધારવા વગેરે માટે પણ ઊર્જાની જરૂર પડે છે.

બે પ્રકારના મેટાબોલિઝ્મ હોય છે
મેટાબોલિઝ્મ બે પ્રકારના હોય છે. BMR (બેસલ મેટાબોલિક રેટ) અને RMR (રેસ્ટિંગ મેટાબોલિક રેટ). આરામની અવસ્થામાં પણ આપણું શરીર ઊર્જાનો વપરાશ કરે છે.

આપણે આખા દિવસમાં જેટલી કેલરીનું સેવન કરીએ છીએ, તેના 75 ટકાનો વપરાશ RMR કરે છે. બાકી કેલરી પાચન અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ માટે હોય છે.

મેટાબોલિક હેલ્થ અને સાંજની એક્સર્સાઈઝનું કનેક્શન
શરીરના દરેક ટિશ્યુમાં એક મોલિક્યુલર ક્લોક હોય છે જે દરરોજ તડકો, ભોજન અને ઊંઘની અસરને બતાવવા માટે એક મેસેજ મોકલે છે. આ મોલિક્યુલર ક્લોક શરીરની અંદર થતી તમામ પ્રોસેસ જેમ કે બ્લડ સુગરને વધારવા અને ઘટાડવા, એનર્જી, સ્નાયુઓની તાકાત, ભૂખ, હાર્ટ રેટ, બોડી ટેમ્પરેચર, સેલ ડિવીઝન માટે બાયોલોજિકલ સિસ્ટમ સાથે કોઓર્ડિનેટ કરે છે.

સ્ટડીના અનુસાર, જે લોકોનું રૂટિન અને મેટાબોલિક હેલ્થ સારી નથી, તેમના માટે સાંજની એક્સર્સાઈઝ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને તે લોકો માટે જે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડા સુધી સૂવે છે.

મે મહિનામાં ‘ડાયબેટોલોજિયા’માં પ્રકાશિત કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટીની મેકી મેકકિલોપ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ સાથે સંબંધિત વૈજ્ઞાનિકોએ આ સ્ટડીમાં એક્સર્સાઈઝનો ટાઈમ બદલનાર લોકોને હાઈ-ફેટ ડાયટ લેવા માટે કહ્યું હતું. તેના માટે 24 ઓવરવેટ ઓસ્ટ્રેલિયાના પુરુષોની પસંદગી કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં તેમની એરોબિક ફિટનેસ, કોલેસ્ટેરોલ, બ્લડ-સુગર કંટ્રોલ અને હેલ્થ સાથે સંબંધિત અન્ય પાસાંઓની તપાસ કરી, તેમની ખાવાની આદત વિશે પૂછ્યું અને જણાવ્યું કે એક્સપરિમેન્ટ દરમિયાન તેમને શું ખાવાનું છે.

વોલન્ટિયર્સને હાઈ-ફેટવાળો ખોરાક આપવામાં આવ્યો
તેમના ભોજનમાં લગભગ 65 ટકા ફેટ સામેલ હતું, કેમ કે સંશોધકોએ એ જાણવા માગતા હતા કે એક્સર્સાઈઝનો ટાઈમ મેટાબોલિઝ્મ અને બ્લડ સુગર કંટ્રોલને કેવી રીતે અસર કરી શકે છે. પાંચ દિવસ સુધી વોલન્ટિયર્સે માત્ર ફેટવાળો ખોરાક ખાધો અને ટેસ્ટ કરાવતા રહ્યા. સંશોધકોએ આ વોલેન્ટિયર્સને 3 ગ્રુપમાં વહેંચ્યા હતા. એક ગ્રુપને સવારે 6.30 વાગે એક્સર્સાઈઝ કરવા માટે કહ્યું, બીજા ગ્રુપને સાંજે 6.30 વાગે અને ત્રીજા ગ્રુપને એક્સર્સાઈઝ ન કરવા માટે કહેવામાં આવ્યું.

સાંજની એક્સર્સાઈઝ કરનાર લોકોમાં સારું પરિણામ જોવા મળ્યું
શરૂઆતના પાંચ દિવસ ફેટવાળો ખોરાક ખાધા બાદ પુરુષોનું કોલેસ્ટેરોલ ઝડપથી વધી ગયું હતું, ખાસ કરીને LDL જે સૌથી જોખમી હોય છે. તેમના બ્લડમાં મેટાબોલિઝ્મ અને હાર્ટની બીમારી માટે જવાબદાર મોલિક્યુલ્સ પણ મળ્યા.

જે ગ્રુપ સવારના સમયે એક્સર્સાઈઝ કરી રહ્યું હતું તેમાં વધેલા કોલેસ્ટેરોલ અને બ્લડમાં થયેલા ફેરફાર પર વધારે અસર નહોતી થઈ.

જ્યારે સાંજના સમયે એક્સર્સાઈઝ કરનાર લોકોમાં કોલેસ્ટેરોલ ઝડપથી ઘટી ગયું, હાર્ટની બીમારી અને મેટાબોલિઝ્મ સાથે સંબંધિત જે ફેરફાર તેમના બ્લડમાં થયા હતા, તે પણ ધીમે ધીમે સુધર્યું હતું. તે ઉપરાંત વર્કઆઉટ બાદ જ્યારે આ લોકો સૂઈ ગયા હતા તો તેમનું બ્લડ સુગર ઝડપથી કંટ્રોલ થયું.

હાઈ-ફેટ ડાયટની અસરને સાંજની એક્સર્સાઈઝે ઝડપથી ઘટાડી
ઓસ્ટ્રેલિયામાં વિઝિટિંગ સંશોધક તરીકે આ સ્ટડીનું નેતૃત્વ કરનાર નોર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એક્સર્સાઈઝ સાયન્ટિસ્ટ ટ્રાયન મોહોલ્ટે જણાવ્યું કે, હાઈ-ફેટ ખાવાનું ખાધું હતું તેમના શરીરમાં સાંજની એક્સર્સાઈઝથી ઝડપથી સુધારો થયો હતો. જ્યારે સવારની એક્સર્સાઈઝ કરનાર લોકોમાં આવું નહોતું થયું.

જો કે, આ સ્ટડીથી એ સમજાતું નથી કે કેવી રીતે સાંજની એક્સર્સાઈઝ મેટાબોલિક હેલ્થ માટે આટલી અસરકારક સાબિત થઈ, પરંતુ મોહોલ્ટનું માનવું છે કે, તેનાથી મોલિક્યુલ ક્લોક પર પણ અસર થઈ, જેના કારણે આ ફેરફાર થયા.

અન્ય સમાચારો પણ છે...