કોરોનામાં આ રીતે કરો ઉપવાસ:આપણી નાની એવી બેદરકારી પણ ભારે પડી શકે છે; મહામારીમાં નવરાત્રિનું વ્રત કેવી રીતે કરવું, કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આ વખતની નવરાત્રિ દર વખતની જેમ નથી. આ વખતે શારદીય નવરાત્રિ ત્યારે આવી છે, જ્યારે આખો દેશ કોરોનાવાઈરસનો સામનો કરી રહ્યો છે. આપણે આપણા ખાવા-પીવા અને સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ દરમિયાન આપણને મજબૂત ઈમ્યુન સિસ્ટમ અને એનર્જીની વધારે જરૂર છે. આવી સ્થિતિમાં આ સમયે નવરાત્રિનું વ્રત રાખવું એક મોટો પડકાર છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ આસ્થા અને વિશ્વાસનો દેશ છે, તેથી વ્રત રાખનાર લોકો વ્રત રાખી રહ્યા છે. પરંતુ વ્રતમાં પણ, આપણે શું કરી શકીએ છીએ અને આપણે શું ખાઇ શકીએ છીએ, જે આપણી ઈમ્યુન સિસ્ટમને મજબૂત રાખે?

રાયપુરમાં ડાયટિશિયન ડોક્ટર નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, આ વખતે નવરાત્રિમાં આપણે ઘણી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જે આપણે સામાન્ય રીતે વ્રતમાં ખાઈએ છીએ. જેમ કે, બટાટા અને તળેલી વસ્તુઓ. આપણે ખાવા-પીવાની તે વસ્તુઓ પર વધારે ધ્યાન આપવું જોઈએ, જે આપણને એનર્જી અને પોષણ આપે છે. ડ્રાઈફ્રૂટ્સ, મધ અને લીંબુ ઉપરાંત ડિહાઇડ્રેશનથી બચવા માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે.

1- તળેલું ખાવાનું ટાળવું

 • નવરાત્રીમાં લોકો બટાટા સૌથી વધારે ખાય છે. ઘીમાં બટાટા ફ્રાઈ કરીને બનાવવામાં આવેલી ફળાહારી ડિશ સામાન્ય છે. જ્યારે વધારે માત્રામાં ફ્રાઈડ બટાટા, આલુની ચિપ્સ, અને બટાટામાંથી બનેલી બીજી વસ્તુ ખાવી યોગ્ય નથી. ડો.નિધિ પાંડેના જણાવ્યા મુજબ, બટાટામાં વધારે પ્રમાણમાં ફેટ અને કેલરી હોય છે. તેલ અને ઘીમાં પણ વધારે ફેટ હોય છે. એટલે વ્રતમાં ફ્રાઈડ આલુ ખાનારાઓ જરૂરી કરતાં વધારે ફેટ લેતા હોય છે. આવું કરવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

2- વધારે ચા ન પીવી

 • વ્રત દરમિયાન ચાને ફરજિયાત પીણા માનવામાં આવે છે. કોરોનાવાઈરસમાં આપણને મજબૂત ઈમ્યુન સિસ્ટમની જરૂર છે જે ચામાંથી નથી મળતી.
 • નિષ્ણાત ડો. નિધિના જણાવ્યા પ્રમાણે, આપણું પેટ ખાલી હોય છે. ખાલી પેટે ચા પીવાથી પેટમાં કબજિયાત, ગેસ્ટ્રિક અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેથી વ્રત દરમિયાન વારંવાર ચા ન પીવી.

3. ખાંડ અને મધનો ઉપયોગ કરો

 • વ્રત દરમિયાન શરીરમા સુગરની માત્રા ઘટી જવાથી આપણી એનર્જી ઓછી થઈ શકે છે. નિષ્ણાત ડો. નિધિના જણાવ્યા પ્રમાણે, આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શરીરમાં સુગરની માત્રા જળવાય રહે.
 • વ્રત દરમિયાન થોડું ખાંડનું સેવન કરવું જરૂરી છે. પરંતુ જો તમે ખાંડની જગ્યાએ મધ લઈ શકો છો તો તે વધુ સારું છે.

4. બેલેન્સ ડાયટ

 • નવરાત્રીમાં વ્રતમાં કેટલાક લોકો મીઠું બિલકુલ ખાતા નથી, તો કેટલાક લોકો પ્રવાહી વસ્તુઓ જ લેતા હોય છે. તેનાથી શરીરમાં કમજોરી આવી શકે છે.
 • વ્રત દરમિયાન સલાડ, પાંદડાવાળા શાકભાજી અને ફળો અને જ્યુસનું સેવન કરવું જેથી શરીરમાં નબળાઇ ન આવે.

5- ફળાહારી મીઠાઈ લઈ શકો છો

 • નવરાત્રીમાં વ્રત રાખનારા લોકો ફળાહારી બરફી પણ ખાય છે. ફળાહાર બરફીમાં ખાંડની માત્રા ઓછી હોય છે. ખોયાની સાથે માવો પણ મિક્સ કરવામાં આવે છે. તેથી તે આપણી ઈમ્યુન સિસ્ટમ માટે સારી હોય છે. મીઠાઇ ખાવાનું પસંદ કરનારા લોકો માટે આ એક સારો વિકલ્પ છે.

6- ડ્રાયફ્રૂટ અને મગફળી ખાવી

 • કોરોનાવાઈરસના કારણે આ વખતે નવરાત્રી વ્રતમાં પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે, આપણી નાની એવી બેદરકારી પણ ભારે પડી શકે છે. ડો. નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, આપણે આપણી એનર્જી અને ઈમ્યુન સિસ્ટમ પર વધારે ધ્યાન આપવું પડશે, ડ્રાયફ્રૂટ અને મગફળી તેના માટે સારો ઉપાય છે.
 • ડો. નિધિના જણાવ્યા પ્રમાણે, જો તમે બદામ, અને ખજૂર ખાવ છો તો તમારી એનર્જી ક્યારેય ઓછી નહીં થાય.

7. સતત પાણી પીતા રહેવું

 • આ વખતે નવરાત્રિમાં ભેજ વધારે છે, ગરમી હજી પણ ગઈ નથી. આવી સ્થિતિમાં ખાલી પેટે ડિહાઇડ્રેશન થવાનો ડર રહે છે. શરીરમાં પાણીની ઊણપથી મોટી સમસ્યા પણ શઈ શકે છે. આવી સ્થિતિમાં આપણે પીવાના પાણી પર વધારે ધ્યાન આપવું પડશે. વ્રત રાખતા લોકોએ એક દિવસમાંથી ઓછામાં ઓછું ચાર લિટર પાણી પીવું જોઈએ.

8- લીંબુનું સેવન જરૂરથી કરવું

 • કોરોનાવાઈરસમાં સૌથી વધુ જરૂર વિટામિન Cની હોય છે. ડો. નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, લીંબુ વિટામિન Cનો સારો સોર્સ છે. જેને આપણે ખાવા અને પીવા બંનેમાં ઉપયોગ કરી શકીએ છીએ. તેથી વ્રત દરમિયાન સતત લીંબુનો ઉપયોગ કરતા રહેવું.

9- ફળો પર વધારે નિર્ભર રહેવું

 • ડો. નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, ફળોમાં ન્યુટ્રીશન અને મલ્ટી વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી કોરોનાવાઈરસમાં નવરાત્રિ વ્રત દરમિયાન, બીજી વસ્તુઓની તુલનામાં ફળો પર વધારે આધાર રાખવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...