• Gujarati News
  • Utility
  • Even If The Job Is Lost Due To Corona Crisis, PF Account Will Not Be Deactivated, Interest Will Continue To Be Earned On The Deposit.

પર્સનલ ફાઈનાન્સ:કોરોના ક્રાઈસિસના કારણે નોકરી જતી રહી હશે તો પણ PF અકાઉન્ટ ડિએક્ટિવેટ નહીં થાય, ડિપોઝિટ પર વ્યાજ મળતું રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નોકરી જવાથી અથવા છોડવા પર તમને ડિપોઝિટ પર વ્યાજ મળતું રહે છે
  • કોઈ સભ્યની નોકરી જતી રહી છે તો તે 1 મહિના બાદ PF અકાઉન્ટમાંથી 75 ટકા જેટલી રકમ ઉપાડી શકે છે

જો કોરોના ક્રાઈસિસના કારણે તમારી નોકરી જતી રહી છે અને તમે વિચારતા હશો કે તમારા PF અકાઉન્ટનું શું થશે. તેમાં કોન્ટ્રિબ્યુશન ન કરવા પર ક્યાંક તમારું અકાઉન્ટ બંધ તો નહીં થઈ જશે તો અથવા તેના પર વ્યાજ મળશે કે નહીં? જો તમે પણ  આવું જ વિચારી રહ્યા છો અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ. 

શું  PF અકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે?
હાલના નિયમો મુજબ,  જો કર્મચારી 55 વર્ષની વયે નિવૃત્તિ પછીના 36 મહિનાની અંદર PFમાં જમા રકમ ઉપાડ માટે અરજી ન કરે તો  PF અકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જાય છે. તેનો અર્થ એ થયો કે સંસ્થાને છોડ્યા બાદ પણ PF અકાઉન્ટ પર વ્યાજ મળતું રહે છે અને તે 55 વર્ષની વય સુધી ડિએક્ટિવેટ નથી થતું. જો કે, જે અવધિમાં કોન્ટ્રીબ્યુશન નથી કરવામાં આવતું, તે સમયે મળેલા વ્યાજ પર ટેક્સ લાગે છે.

નોકરી જવા પર એક મહિનામાં ઉપાડી શકશો PFમાંથી  75% પૈસા
PF વિડ્રોઅલના નિયમ અંતર્ગત જો કોઈ સભ્યની નોકરી જતી રહે છે તો તે 1 મહિના બાદ PF અકાઉન્ટમાંથી 75 ટકા જેટલી રકમ ઉપાડી શકો છો. તેનાથી તે બેરોજગારી દરમિયાન પોતાની જરૂરિયાતોને પૂરી કરી શકે છે. આ રીતે સભ્ય PF અકાઉન્ટમાંથી પૈસા પણ ઉપાડી શકે છે અને તેના અકાઉન્ટમાં 25 ટકા રકમ બચશે. નવી નોકરી મળવા પર તેના PF અકાઉન્ટમાં કોન્ટ્રીબ્યુશન ફરીશી શરૂ થઈ જશે. 

કોરોનાનાં કારણે સરકારે PF ઉપાડની રાહત આપી 
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કોરોના સંકટને ધ્યાનમાં રાખતા EPF ખાતાધારકને રાહત આપતા 30 જૂન સુધી તેમની થાપણો ઉપાડની સુવિધા આપી છે.EPFOએ તેના માટે EPF સ્કીમ 1952માં ફેરફાર કરતા જણાવ્યું કે, કર્મચારીઓ જમા કરેલી 75% રકમ અથવા ત્રણ મહિનાના પગારની બરાબર રકમ ઉપાડી શકે છે. આ રકમનો ઉપયોગ કર્મચારી તેમની જરૂરિયાતો માટે કરી શકે છે અને તેને ફરીથી જમા કરવાની જરૂર રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...