તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાવાઈરસને લીધે દેશમાં આર્થિક મંદીનો માહોલ બની ગયો છે. કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને પગાર પણ નથી ચૂકવી શકતી. તેવામાં એક સવાલ ઉભો થાય છે કે જો કર્મચારીને કંપની દ્વારા પગાર મળ્યો નથી તો પણ તેનો ટેક્સ ચૂકવવાનો રહેશે? આ વિષય પર CA અભય શર્મા (પૂર્વ અધ્યક્ષ ઈન્દોર ચાર્ટ્ડ અકાઉન્ટ) જણાવે છે કે કંપની જો કર્મચારીને સેલરી અથવા વેન્ડરના પેમેન્ટને જો 6 મહિના માટે ટાળી દે છે, તો હાલના કાયદા અનુસાર આ સેલરી અને પેમેન્ટ પર ટેક્સ લાગુ થાય છે.
અભય શર્માના જણાવ્યા અનુસાર, કોરોનાવાઈરસને લીધે પગાર અથવા અન્ય ચૂકવણીના ટળવા પર ટેક્સની દેવાદારી નથી ટળતી. ઈન્કમટેક્સ અધિનિયમની કલમ 192 અંતર્ગત અકાઉન્ટ બુકમાં એમ્પ્લોઈના ખાતામાં સેલરી જમાં થવા પર ટેક્સનું કેલક્યુલેશન કરી એમ્પ્લોયરે TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપવાનું હોય છે. તેથી સેલરી અથવા પેમેન્ટ મળે છે કે નહીં તેના પર ટેક્સ દેવાદારી બની રહેશે.
માર્ચ 2021 સુધી પૈસા ન મળે અને એમ્પોલય TDS કાપી દે તો, તે રકમનું શું થાય છે?
જો એમ્પ્લોયર દ્વારા પેમેન્ટની ચૂકવણી ક્યારે પણ નથી કરવામાં આવતી તો અથવા તેને વર્ષ 2021 સુધી આગળ વધારવામાં આવે તો તેને પ્રાપ્ત કરનારે ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ ભરવાનો રહેશે. એમ્પ્લોયર દ્વારા કાપવામાં આવતા TDSનું ક્રેડિટ એમ્પ્લોઈને રિટર્ન દાખલ કરતાં સમયે મળી જશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.