તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Even If KYC Details Are Not Updated, The Account Will Not Be Frozen Till May 31. Customers Will Not Be Called To The Branch For Documents.

SBIના ગ્રાહકોને રાહત:KYC ડિટેઈલ અપડેટ નહીં થઈ હોય તો પણ 31 મે સુધી અકાઉન્ટ ફ્રીઝ નહીં થાય, ડોક્યુમેન્ટ માટે ગ્રાહકોને શાખામાં બોલાવવામાં નહીં આવે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમારું બચત ખાતું દેશની સૌથી મોટી બેંક SBIમાં છે તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારતીય સ્ટેટ બેંકે ગ્રાહકોને નો યોર કસ્ટમર (KYC) ડિટેઈલ અપડેટ કરાવવા માટે શાખાઓમાં નહીં બોલાવવાનો નિર્ણય કર્યો છે.

KYC ડિટેઈલ અપડેટ કરવામાં ન આવે તો 31 મે સુધી અકાઉન્ટ ફ્રીઝ નહીં થાય
SBIએ તેની તમામ શાખાઓને પત્ર મોકલીને આ અંગે જણાવ્યું છે. બેંકે પોતાની શાખાઓને એમ પણ કહ્યું છે કે જો ગ્રાહકો તેમની KYC ડિટેઈલ અપડેટ નથી કરાવી શકતા તો તેમનું અકાઉન્ટ આંશિક રીતે ફ્રીઝ ન કરો. બેંકે શાખાઓને 31 મે સુધી અકાઉન્ટ ફ્રીઝ ન કરવા માટે કહ્યું છે.

પોસ્ટ અથવા રજિસ્ટર્ડ ઈમેલ દ્વારા મળેલા ડોક્યુમેન્ટ પર અપડેટ કરી શકાય છે KYC
SBIએ શાખાઓને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, જે ગ્રાહકોની KYC ડિટેઈલ અપડેટ થવાની બાકી છે, તો બેંક પોસ્ટ અથવા રજિસ્ટર્ડ ઈમેલ IDથી મળેલા જરૂરી ડોક્યુમેન્ટના આધારે અપડેટ કરી શકે છે.

દેશની સૌથી મોટી બેંકે નાણામંત્રીના એક ટ્વિટ બાદ આ પગલું ભર્યું
બેંકે થોડા સમય પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણની તરફથી કરવામાં આવેલી એક ટ્વીટ બાદ આ આ પગલું ભર્યું છે. નાણામંત્રીએ પોતાના મંત્રાલયના સંબંધિત વિભાગોને આ અંગે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.

લો રિસ્ક કેટેગરીના ગ્રાહકોને KYC 10 વર્ષમાં અપડેટ કરવું પડે છે
તમામ બેંક સામાન્ય રીતે લો રિસ્ક કેટેગરીવાળા ગ્રાહકોને દર 10 વર્ષમાં KYC અપડેટ કરવા માટે કહે છે. મધ્યમ જોખમવાળી કેગેટરીમાં આવતા ગ્રાહકોને પોતાની ડિટેઈલ દર આઠ વર્ષમાં અપડેટ કરવા માટે કહેવામાં આવે છે. વધુ જોખમી કેટેગરીમાં આવતા ગ્રાહકોને દર બે વર્ષમાં KYC અપડેટ કરવા માટે કહેવામાં આવે છે.

સેલરી અકાઉન્ટ સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે
કયા ગ્રાહકને કઈ રિસ્ક કેટેગરીમાં મૂકવાના છે, તે એ વાત પર આધાર રાખે છે કે તે કેટલી વાર કેટલી રકમ ટ્રાન્ઝેક્શન કરે છે. સેલરી અકાઉન્ટ સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...