• Gujarati News
  • Utility
  • Even After Less Investment, You Can Get Many Times More Returns, Starting Early Will Give More Benefits

કમ્પાઉન્ડિંગનો ફાયદો:ઓછું રોકાણ કરવાં છતાં અનેક ગણું રિટર્ન મળી શકે છે, વહેલી તકે શરૂ કરવાથી વધુ લાભ મળશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે ઓછું રોકાણ કરી વધારે રકમ જમા કરાવવા માગો છે તો કમ્પાઉન્ડિંગ અર્થાત ચક્રવૃદ્ધિ વ્યાજ તેના માટે સારો ઓપ્શન રહેશે. વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને તેને સંસારની આઠમી અજાયબી ગણાવી છે. તેમના મત પ્રમાણે, જે લોકો કમ્પાઉન્ડિંગની શક્તિ સમજે છે તે લોકો તેનાથી પૈસા કમાય છે. જે લોકોને આ શક્તિ નથી સમજાતી તે લોકો પૈસા ચૂકવ્યા કરે છે. કમ્પાઉન્ડિંગ મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં વેલ્થ ક્રિએશનની સૌથી પ્રભાવિત રીત છે.

ઉદાહરણથી સમજો
માની લો કે તમે કોઈ સ્કીમમાં 100 રૂપિયાનું રોકાણ કર્યું અને કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ અર્થાત ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે તમને 5 રૂપિયા મળ્યા. હવે આગલાં કમ્પાઉન્ડિંગ સાયકલમાંમાં રિટર્નની ગણતરી 100ના બદલે 105 રૂપિયાની થશે. હવે તમને 105 રૂપિયા પર વ્યાજ મળશે. કમ્પાઉન્ડિંગ માટે સમય અને ધીરજની જરૂર છે.

2 વ્યક્તિનું રોકાણ સરખું પરંતુ રિટર્ન અલગ
રિટાયર્મેન્ટના પ્લાનિંગ માટે A નામના વ્યક્તિએ 30 વર્ષની ઉંમરમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ શરૂ કર્યું. તો બીજી B નામની વ્યક્તિએ 45 વર્ષની ઉંમરે 4000 રૂપિયા પ્રતિ મહિનાનું રોકાણ શરૂ કર્યું. બંને વ્યક્તિ 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરે છે. માની લો કે બંનેને 10%નું રિટર્ન મળે છે. તો હવે સમજો કે તેમને કેટલું કૉપર્સ મળશે.

નોંધ: ગણતરીમાં મોંઘવારી સામેલ નથી કરવામાં આવી. વ્યાજ દર સ્થિર ગણવામાં આવ્યો છે. A અને B રોકાણના સમયગાળામાં એકસરખું રોકાણ કર્યું છે.

આવક વધતાં SIPની રકમ વધારતા જાઓ. SIPની રકમ વધેલી રકમ પ્રમાણે બદલો. આમ કરવાથી કમ્પાઉન્ડિંગ રિટર્ન પણ વધે છે અને તમે લક્ષ્ય પૂરું કરી શકો છો. SIPથી લાંબા સમય સુધી રોકાણ ચાલુ રાખો. જ્યાં સુધી લક્ષ્ય હાંસલ ન કરી લો ત્યાં સુધી તેને બંધ ન કરો. તેના 2 ફાયદા છે. યર ઓન યર રોકાણની રકમ વધતી જશે અને કમ્પાઉન્ડિંગ રિટર્નમાં પણ વધારો થશે.