લોકો નોકરી છોડ્યા બાદ હંમેશાં પોતાના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF)માંથી બધા પૈસા ઉપાડી લે છે. પરંતુ શું તમને ખબર છે કે PF અકાઉન્ટના બધા પૈસા ઉપાડવા પર તમને નુકસાન થઈ શકે છે. તેનાથી તમારા ભવિષ્ય માટે બનેલા ફંડ અને બચત પૂરી થઈ જાય છે. તેમજ પેન્શન પણ બંધ થઈ જાય છે. તેથી નવી કંપનીમાં જોડાયા બાદ PFને જૂના અકાઉન્ટની સાથે મર્જ કરી દો. રિટાયર્મેન્ટ બાદ પણ જો તમને પૈસાની જરૂર નથી તો થોડા વર્ષ માટે PFને રહેવા દો. ઉલ્લેખનીય છે કે અત્યારે EPF પર 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.
જાણો નોકરી છોડ્યા બાદ તમારા PF અકાઉન્ટ અને તેમાં જમા રકમનું શું થાય છે.
નોકરી છોડ્યા બાદ પણ PF અકાઉન્ટ પર વ્યાજ મળે છે
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો કર્મચારી નોકરી છોડે છે અથવા તેને કોઈ કારણોસર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો પણ તમે તમારા PFને થોડા વર્ષો માટે રાખી શકો છો. જો તમને PFના પૈસાની જરૂર નથી તો તેને તરત ન ઉપાડો. નોકરી છોડ્યા બાદ પણ PF પર વ્યાજ મળતું રહે છે અને નવી નોકરી મળવાની સાથે તેને નવી કંપનીમાં ટ્રાન્સફર કરી શકાય છે. નવી કંપનીમાં PFને મર્જ કરી શકાય છે.
ત્રણ વર્ષ સુધી કંપની આ સુવિધા આપે છે
નોકરી છોડ્યાના 36 મહિના એટલે કે 3 વર્ષ સુધી PF અકાઉન્ટ પર વ્યાજ મળે છે. અહીં તમારે એ જાણી લેવું જરૂરી છે કે પહેલા 36 મહિના સુધી કોઈ કોન્ટ્રિબ્યુશન ન થવા પર કર્મચારીનું PF અકાઉન્ટ નિષ્ક્રિય ખાતાની શ્રેણીમાં નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારું ખાતું એક્ટિવ રાખવા માટે અમુક રકમ ત્રણ વર્ષ પહેલા ઉપાડવી પડશે.
હાલના નિયમો મુજબ જો કર્મચારી 55 વર્ષની ઉંમરે રિયાટર થાય છે તો તેને 36 મહિનાની અંદર જમા રકમ ઉપાડવા માટે અરજી નથી કરતો તો તેનું અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો કંપની છોડ્યા પછી PF અકાઉન્ટ પર વ્યાજ મળતું રહે છે. અને તે 55 વર્ષની ઉંમર સુધી નિષ્ક્રિય નથી રહેતું.
PFની રકમ પર મળતા વ્યાજ પર ટેક્સ લાગે છે
નિયમોના અનુસાર, કોન્ટ્રિબ્યુશન નહીં કરવા પર PF અકાઉન્ટ ઈનએક્ટિવ નથી થતું, પરંતુ આ દરમિયાન મળતા વ્યાજ પર ટેક્સ લાગે છે. PF અકાઉન્ટ ઈનએક્ટિવ થયા બાદ પણ ક્લેમ કરવામાં નહીં આવે તો રકમ સિનિયર સિટીઝન વેલફેર ફંડમાં જતી રહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.