કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ESIC (એમ્પ્લોય સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન)ના લાભાર્થીઓને મોટી ભેટ આપી છે. હવે ESIC સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીઓને ઘરની નજીકની કોઈપણ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવાની સુવિધા પણ મળી ગઈ છે. સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીના ઘરના 10 કિલોમીટરના વિસ્તારમાં જો ESIC હોસ્પિટલમાં નથી તો તે કર્મચારી રાજ્ય વીમા નિગમની પેનલમાં સામેલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર માટે જઈ શકે છે. તેની જાણકારી ગુરુવારે એક અધિકારીએ નિવેદનમાં આપી હતી.
જાણો, શ્રમ મંત્રાલયનું સંપૂર્ણ નિવેદન
શ્રમ મંત્રાલયના નિવેદન અનુસાર, નવા ક્ષેત્રોમાં પણ ESI યોજનાને વિસ્તૃત કરવાના પરિણામ સ્વરૂપે ESI લાભાર્થીઓની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે ESI સભ્યોને તેમના પોતાના ઘરની આસપાસ જ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ટચરને વિસ્તૃત અને મજબુત બનાવવાના માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, હાલમાં કેટલાક વિસ્તારોમાં ESIની હોસ્પિટલ, ડિસ્પેન્સરી અથવા ઈન્શ્યોર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (IMP)ના 10 કિલોમીટરના વિસ્તારમાં ન હોવાને કારણે લાભાર્થીઓને તબીબી સુવિધાઓ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આવી સ્થિતિમાં ESI લાભાર્થીઓને હવે દેશમાં ESICની પેનલમાં સામેલ હોસ્પિટલમાં સ્વાસ્થ્યની સુવિધા પ્રાપ્ત કરવાનો ઓપ્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેના માટે લાભાર્થીઓને કોઈ ESIC હોસ્પિટલમાંથી મંજૂરી લેવી જરૂરી નથી.
24 કલાકની અંદર ઓનલાઈન મંજૂરી લેવી પડશે
નિવેદનના અનુસાર, જો કોઈ લાભાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે ત્યારે નિયુક્ત હોસ્પિટલને 24 કલાકની અંદર ઓનલાઈન દ્વારા ESIના અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે જેથી લાભાર્થીને રોકડ સહિત સ્વાસ્થ્ય સંભાળની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. આ વિશે ESIC હેડક્વાર્ટર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની વેબસાઈટ પર www.esic.nic.in પર ઉપલબ્ધ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.