• Gujarati News
  • Utility
  • EPFO Subscribers Have To Link UAN With Aadhaar By November 30, Otherwise PF Money Will Stop.

મહત્ત્વના સમાચાર:EPFO સબસ્ક્રાઈબર્સે 30 નવેમ્બર સુધી UANને આધાર સાથે લિંક કરાવી લેવું, નહીં તો PFના પૈસા અટકી જશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિલ અકાઉન્ટ નંબર (UAN)ને આધાર કાર્ડ સાથે 30 નવેમ્બર સુધી લિંક કરવું જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમે હજી સુધી તમારા UAN નંબરને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લો. જો તમે 30 નવેમ્બર સુધી આવું નથી કરતા તો તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લિંક નહીં કરાવવા પર પૈસા અટકી શકે છે
જો તમે 30 નવેમ્બર સુધી EPFO અને આધાર નંબરને લિંક નહીં કરો તો તમારા ખાતામાં કંપનીની તરફથી આવતું કોન્ટ્રિબ્યુશન અટકાવી દેવામાં આવશે. તે સિવાય તેનાથી તમને EPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં સમસ્યા થઈ શકે છે. જો EPF અકાઉન્ટ હોલ્ડરનું અકાઉન્ટ આધાર સાથે લિંક નહીં હોય તો તેઓ EPFOની સર્વિસિસનો ઉપયોગ નહીં કરી શકે.

આ રહી તેની પ્રોસેસ

  • સૌથી પહેલા EPFO પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવું.
  • UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા અકાઉન્ટને લોગ-ઈન કરો.
  • "Manage” સેક્શનમાં KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • જે પેજ ઓપન થાય છે ત્યાં તમે તમારા EPF અકાઉન્ટની સાથે લિંક કરવા માટે ઘણા ડોક્યુમેન્ટ્સ જોઈ શકો છો.
  • આધાર વિકલ્પની પસંદ કરો અને તમારો આધાર નંબર અને આધાર કાર્ડ પર લખેલા નામને ટાઈપ કરીને સેવ કરીને ક્લિક કરો.
  • તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી સુરક્ષિત થઈ જશે. તમારો આધાર UIDAIના ડેટા સાથે વેરિફાઈ કરવામાં આવશે.
  • તમારા KYC ડોક્યુમેન્ટ્સ બરાબર હશે તો તમારું આધાર તમારા EPF ખાતા સાથે લિંક થઈ જશે અને તમારે તમારા આધારની જાણકારીની સામે “Verify” લખેલું દેખાશે.

EPF અકાઉન્ટમાં કર્મચારી અને એમ્પ્લોયર બંને પૈસા નાખે છે
EPFO એક્ટના અંતર્ગત કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAના 12% EPF અકાઉન્ટમાં નાખવામાં આવે છે. તેમજ એમ્પ્લોયર (કંપની) પણ કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAના 12% કોન્ટ્રિબ્યુટ કરે છે. કંપનીના 12% કોન્ટ્રિબ્યુશનમાંથી 3.67% કર્મચારીના PF અકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33% કર્મચારી પેન્શન સ્કિમમાં જાય છે. EPF અકાઉન્ટ પર વાર્ષિક 8.50% વ્યાજ મળી રહ્યું છે.

શું હોય છે UAN નંબર?
ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં રજિસ્ટર્ડ થવાની સાથે જ કર્મચારી આ સંગઠનનો સભ્ય બની જાય છે અને તેની સાથે જ તેને 12 અંકનો UAN (યુનિવર્સલ અકાઉન્ટ નંબર) પણ જાહેર કરી દેવામાં આવે છે. આ નંબરની મદદથી EPFOની સુવિધાઓનો ઓનલાઈન ઉપયોગ કરી શકાય છે. UAN નંબરની મદદથી એક કર્મચારી તેના PF અકાઉન્ટની પાસબુક ઓનલાઈન જોઈ શકે છે તે સાથે તે પોતાનું PF (પ્રોવિડન્ટ ફંડ) બેલેન્સ પણ ઓનલાઈન ચેક કરી શકે છે.