કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO)તેના સભ્યો માટે એક નવી સર્વિસની શરૂઆત કરી છે. હવે PF ખાતાધારકો વ્હોટ્સએપ હેલ્પલાઈન સર્વિસ દ્વારા પણ અકાઉન્ટ સંબંધિત સમસ્યાને દૂર કરી શકે છે. તેનો અર્થ એ થયો કે, હવે તમારે PF ઓફિસના ધક્કા નહીં ખાવા પડે.
કયા નંબર પર ફરિયાદ કરવી
EPFOની તમામ 138 પ્રાદેશિક ઓફિસમાં વ્હોટ્સએપ હેલ્પલાઈન સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ સભ્ય વ્હોટ્સએપ મેસેજ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. તમારા વિસ્તારનો વ્હોટ્સએપ નંબર ચેક કરવા માટે ખાતાધારકે EPFOની સત્તાવાર વેબસાઈટ https://www.epfindia.gov.in વિઝિટ કરવી પડશે અથવા લિંકને ક્લિક કરીને પણ તમારા ક્ષેત્રનો નંબર જાણી શકો છો.
EPFOના કોલ સેન્ટરની પણ મદદ લઈ શકો છો
EPFOની બીજી સુવિધાઓમાં EPFIGMS પોર્ટલ (ઓનલાઇન કમ્પ્લેન રિઝોલ્યુશન પોર્ટલ), CPGRAMS, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને 24 કલાક કામ કરતું કોલ સેન્ટર સામેલ છે.
વચેટિયાઓથી છૂટકારો મળશે
EPFOનો પ્રયાસ છે કે લોકો તેમની મહેનતની રકમ ઉપાડવા માટે વચેટિયાઓના ચક્કરમાં ફસાઈ જાય છે. હકીકતમાં જ્યારે પણ કોઈ ખાતાધારક PF ઓફિસ જાય છે તો તે વચેટિયાના ચક્કરમાં ફસાઈ જાય છે. સરકારનો પ્રયાસ છે કે ઓનલાઈન દ્વારા તમામ ખાતાધારક તેમની સમસ્યાઓનું નિરાકણ લાવે. તેનાથી લોકોને તેમની મહેનતની રકમ સંપૂર્ણ મળશે. ઓછા સમયમાં પૈસા ટ્રાન્સફર થવાથી લોકોનો સિસ્ટમ પર વિશ્વાસ પણ વધશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.