તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • EPFO Launches Many Facilities On Its Portal, No Need To Rush To Office For Pension Related Information

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેન્શનર્સ માટે ખાસ સુવિધા:EPFOએ તેના પોર્ટલ પર ઘણી સુવિધા શરૂ કરી, પેન્શન સંબંધિત માહિતી માટે ઓફિસના ધક્કા નહીં ખાવા પડે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને લાખો પેન્શનર્સને મોટી રાહત આપી છે
  • લાઇફ સર્ટિફિકેટ સંબંધિત દરેક જાણકારી પોર્ટલ પર જ ઉપલબ્ધ હશે

રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓને પેન્શન સંબંધિત નાની નાની જાણકારીઓ માટે ઓફિસના ધક્કા ખાવા પડે છે. આ સમસ્યાનો અંત લાવવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને લાખો પેન્શનર્સને મોટી રાહત આપી છે. EPFOએ તેમના પોર્ટલ પર પેન્શનર્સ માટે ઘણી સુવિધાઓ આપી છે. જ્યાં પેન્શનર્સને પેન્શન સંબંધિત સવાલોના જવાબ મળી જશે.

જીવન પ્રમાણપત્ર સંબંધિત પૂછપરછ
પેન્શનર્સને દર વર્ષે PF ઓફિસમાં લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) જમા કરાવવાનું હોય છે. જેના કારણે તેમને ઓફિસના ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે લાઇફ સર્ટિફિકેટ સંબંધિત દરેક જાણકારી પોર્ટલ પર જ ઉપલબ્ધ હશે.

PPO નંબર જાણો
PPO નંબરની મદદથી જ રિટાયરમેન્ટ બાદ પેન્શનર્સને પેન્શન મળે છે. આ એક 12 ડિજિટનો રેફરન્સ નંબર હોય છે. જે સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસને કમ્યુનિકેશન કરવા માટે હોય છે. PPO નંબર પેન્શનરની પાસબુકમાં રજિસ્ટર થયેલો હોવો જોઈએ. બેંકની કોઈ એક બ્રાંચમાંથી બીજી બ્રાંચમાં પેન્શન અકાઉન્ટ ટ્રાન્સફર કરવા પર PPO નંબર જરૂરી હોય છે. હવે કર્મચારી પોર્ટલથી જાણકારી પ્રાપ્ત કરી શકશે. આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ PF નંબર અથવા રજિસ્ટર્ડ બેંક અકાઉન્ટ નંબર સબમિટ કરવો પડશે. ત્યારબાદ PPO નંબર જોવા મળશે.

PPO સંબંધિત પૂછપરછ
કર્મચારી પોતાના PPO સંબંધિત જાણકારી પણ અહીંથી જ પ્રાપ્ત કરી શકશે. સાથે જ ચૂકવણી સાથે જોડાયેલી જાણકારી પણ અહીં મળી જશે.

પેન્શનની સ્થિતિ
તેની મદદથી કર્મચારી પોતાના પેન્શનની વર્તમાન સ્થિતિને સરળતાથી જાણી શકશે. તેના માટે તેમને ઓફિસના ધક્કા નહીં ખાવા પડે.

અહીંથી મેળવો લાઇફ સર્ટિફિકેટનું સ્ટેટસ
પેન્શનર્સ આ લિંકને https://mis.epfindia.gov.in/PensionPaymentEnquiry/ઓપન કરીને પોર્ટલ પર લાઇફ સર્ટિફિકેટ, પેમેન્ટ સંબંધિત જાણકારી અને તેમની પેન્શનની સ્થિતિ વિશેની જાણકારી મેળવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો