તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Entrance Exam For MBBS BDS Course Will Now Be Taken On 12th September, Registration Process Will Start From 13th July

NEET-UG 2021:MBBS-BDS કોર્સ માટે એન્ટ્રન્સ એક્ઝામ હવે 12 સપ્ટેમ્બરે લેવામાં આવશે, 13 જુલાઈથી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET-UG 2021) 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. નવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપી. પ્રધાને જણાવ્યું કે, MBBS/BDS કોર્સમાં એડમિશન માટે એન્ટ્રસ એક્ઝામ હવે 12 સપ્ટેમ્બર, 2021ના રોજ લેવામાં આવશે, તેમજ પરીક્ષા માટે અરજી પ્રક્રિયા 13 જુલાઈ સાંજે 5 વાગ્યાથી શરૂ થશે.

અગાઉ NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ 12 માર્ચ 2021ના રોજ નોટિસ જાહેર કરીને 1 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. NTA આ પરીક્ષા પેન અને પેપર મોડમાં કરાવવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ કોરોનાનાં કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. નવા શિક્ષણ મંત્રી આવ્યા બાદ આ પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધી
પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખતા પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા 155ની જગ્યાએ 198 કેન્દ્રો પર લેવામાં આવશે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે તમામ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ફેસ માસ્ક આપવામાં આવશે. તે ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ દરમિયાન કોન્ટેક્ટલેસ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવશે. તે સિવાય પ્રોપર સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.