મેડિકલ PG કોર્સમાં એડમિશન માટે એન્ટ્રન્સ એક્ઝામ NEET-PG 2021 11 સપ્ટેમ્બરે લેવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. તેમણે લખ્યું, અમે 11 સપ્ટેમ્બર, 2021ના રોજ NEET-PG એક્ઝામ લેવાનો નિર્ણય કર્યો છે. યંગ મેડિકલ કેન્ડિડેટ્સને મારી શુભકામનાઓ.
NEET-PGની પરીક્ષા દેશની અલગ-અલગ ઇન્સ્ટિટ્યુટમાં MD/MS અને PG ડિપ્લોમા કોર્સમાં એડમિશન માટે દર વર્ષે લેવામાં આવે છે. પરીક્ષા સાથે જોડાયેલી વધારે જાણકારી માટે કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર વિઝિટ કરી શકે છે.
ફર્સ્ટટાઈમ 13 ભાષાઓમાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે
દેશમાં પ્રથમવાર NEETની એક્ઝામ 13 ભાષાઓમાં લેવાશે. પ્રથમવાર પંજાબી અને મલયાલમ ભાષાને પણ સામેલ કરવામાં આવી છે. આ સાથે જ કુવૈતમાં પણ NEET પરીક્ષા સેન્ટર ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેન્ટર ભારતીય વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી.
પરીક્ષા ચાર મહિના માટે પોસ્ટપોન થઈ
આ પરીક્ષા ચાર મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી. દેશમાં કોરોના મહામારીને લીધે સ્થિતિ જોતા મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવા પીએમ નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લીધો હતો.
NEET-UG 2021 એક્ઝામ 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે
દેશમાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET-UG 2021) 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. નવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપી. પ્રધાને જણાવ્યું કે, MBBS/BDS કોર્સમાં એડમિશન માટે એન્ટ્રસ એક્ઝામ હવે 12 સપ્ટેમ્બર, 2021ના રોજ લેવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધી
પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા 155ની જગ્યાએ 198 કેન્દ્રો પર લેવામાં આવશે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે તમામ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ફેસ માસ્ક આપવામાં આવશે. તે ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ દરમિયાન કોન્ટેક્ટલેસ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવશે. તે સિવાય પ્રોપર સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.