એક્સપર્ટ વ્યૂ / ત્રણ વર્ષ સુધી પૈસા ન ઉપાડવા હોય તો ELSS રોકાણ માટે સારો વિકલ્પ છે

ELSS is a good option for investing if you don't want to raise money for three years

  • ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS)માં ટેક્સની છૂટ અને સંપત્તિ નિર્માણમા બેવડા લાભ પ્રદાન કરે છે
  •  કેટલાક ફંડનું વલણ લાર્જકેપ, કેટલાક મિડકેપ અને સ્મોલકેપની તરફ હોય છે
  • આઈડીએફસી ટેક્સ એડવાન્ટેંજ ફંડના ટોપ પાંચ ટકા શેરોમાં 22 ટકા કરતાં વધારે રોકાણ કરી શકાય છે

Divyabhaskar.com

Sep 08, 2019, 11:25 AM IST

યુટિલિટી ડેસ્ક. ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS)માં ટેક્સની છૂટ અને સંપત્તિ નિર્માણમા બેવડા લાભ પ્રદાન કરે છે. ઇન્કમ ટેક્સ લૉની કલમ 80(c) હેઠળ તેમાં રોકાણ દ્વારા દર વર્ષે 1.50 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ફાયદો ઉઠાવી શકાય છે. તેમાં રોકાણને 3 વર્ષ માટે રાખવું પડે છે. એટલા માટે યોગ્ય ફંડની પસંદ કરવી જરૂરી છે. યોગ્ય ફંડ પસંદ કરવા માટે રોકાણકારોએ કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

મલ્ટિકેપ ઈક્વિટી ફંડ હોય છે ELSS

ELSS મલ્ટીકેપ ઈક્વિટી ફંડ હોય છે. તેની સાથે કેટલાક ફંડનું વલણ લાર્જકેપ, કેટલાક મિડકેપ અને સ્મોલકેપની તરફ હોય છે. લાર્જકેપમાં ફંડની વેલ્યૂમાં મંદી દરમિયાન ઓછો ઘટાડો થાય છે. માર્કેટમાં તેજી હોય ત્યારે લાર્જકેપની પ્રતિક્રિયા જોવા મળે છે. બીજી તરફ મિડકેપ અથવા સ્મોલકેપ જેવા નાના શેર પર ફંડ લાભની સંભાવના વધારે હોય છે, પરંતુ તેમાં જોખમ વધારે હોય છે. ઈન્વેસ્ટરો ટેક્સ પ્લાન અને ટાટા ટેક્સ સેવિંગ્સ સ્કીમ જેવા કેટલાક ફંડ લાર્જ કેપ શેરોમાં અગ્રણી રોકાણ કરે છે. બીજી તરફ આઈડીએફસી ટેક્સ સેવિંગ સ્કીમ અને આદિત્ય બિરલા સનલાઈફ ટેક્સ રિલીફ96 જેવા કેટલાક ફંડ મિડકેપ અને સ્મોલકેપમાં અગ્રણી રોકાણ કરે છે.

ટોપ શેરોમાં રોકાણ

એક રોકાણકાર તરીકે તે જોવું જોઈએ કે પોર્ટફોલિયો ટોપ શેરોમાં ફંડનું કેટલું રોકાણ કરે છે. આઈડીએફસી ટેક્સ એડવાન્ટેંજ ફંડના ટોપ પાંચ ટકા શેરોમાં 22 ટકા કરતાં વધારે રોકાણ કરી શકાય છે. ટાટા ટેક્સ સેવિંગ્સ સ્કીમના ટોપ પાંચ ટકા શેરોમાં 35 ટકાથી વધુનું રોકાણ કર્યું છે.

ELSS સતત વળતર આપવા માટે સક્ષમ છે

ગયા વર્ષના રિટર્નને જ પસંદગીનો માપદંડ ન બનાવશો. ફંડે ક્યા પ્રકારના રોકાણની નીતિ બનાવી છે તેનાં કારણો પર ધ્યાન આપો. 2017માં આઈડીએફસી ટેક્સ એડવાન્ટેજ જેવા ફંડોએ નાના શેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સારું વળતર આપ્યું હતું. 2018માં મોટા શેરોમાં રોકાણ કરનારા ફંડોએ સારું રિટર્ન આપ્યું હતું. એ પણ જોવું જોઈએ કે, ફંડ સતત અલગ અલગ પરિસ્થિતિમાં સારું રિટર્ન આપી રહ્યા છે કે નહીં. તે ઉપરાંત માર્કેટમાં શું સ્થિતિ છે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. આ તમામ પરિબળો પર ધ્યાન આપીએ તો રોકાણ માટે એક યોગ્ય ELSSને પસંદ કરી શકાય છે.

યોગ્ય રિટર્ન માટે ત્રણ વર્ષ કરતાં વધુ સમય સારો છે

ELSSની લોકઈન સમયમર્યાદા ઓછામાં ઓછી ત્રણ વર્ષની છે. પરંતુ લાંબા ગાળે શેર વધુ વળતર આપે છે. ઘણી વખત ત્રણ વર્ષમાં શેર પોતાના ઘટાડાની ભરપાઈ નથી કરી શકતા. એટલા માટે યોગ્ય રિટર્ન મેળવવા માટે રોકાણની સમયમર્યાદા લાંબી રાખવી જોઈએ.

X
ELSS is a good option for investing if you don't want to raise money for three years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી