હવે ટ્વિટરની બ્લૂ ટિક સાથે વેરિફાઇડ સબસ્ક્રાઇબર્સ પ્લેટફોર્મ પર 2 કલાક સુધીના વીડિયો અપલોડ કરી શકશે. ટ્વિટરના સીઈઓ ઇલોન મસ્કે ટ્વીટ કરીને આ નવા ફીચરની જાણકારી આપી છે. જોકે, યુઝર્સ વધુમાં વધુ 8GB સુધીના જ વીડિયો અપલોડ કરી શકે છે. અગાઉ યુઝર્સ પ્લેટફોર્મ પર 1 કલાક (મહત્તમ 2 જીબી) સુધીના વીડિયો અપલોડ કરી શકતા હતા.
સામાન્ય ટ્વિટર વપરાશકર્તાઓ (નોન-બ્લૂ ટિક સબ્સ્ક્રાઇબર્સ) આ સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં. જે કોઈ ટ્વિટર પર બે કલાક સુધીનો વીડિયો અપલોડ અને શેર કરવા માગે છે, તેમણે ટ્વિટરનું માસિક બ્લૂ સબસ્ક્રિપ્શન લેવું પડશે. બ્લૂ ટિક ન હોય તે સબ્સ્ક્રાઇબર્સ હાલમાં ટ્વિટર પર માત્ર 140 સેકન્ડ (2 મિનિટ, 20 સેકન્ડ) સુધીના વીડિયો અપલોડ કરી શકે છે.
વેબ યુઝર્સ માટે બ્લુ સબસ્ક્રિપ્શનની કિંમત 650 રૂપિયા છે
ભારતમાં Android અને iOS મોબાઇલ યુઝર્સ માટે બ્લૂ સબ્સ્ક્રિપ્શન સેવાનો ખર્ચ દર મહિને રૂ. 900 છે. વેબ યુઝર્સ 650 રૂપિયા પ્રતિ માસમાં બ્લૂ સબસ્ક્રિપ્શન સેવા મેળવી શકે છે. મસ્ક 2023ના અંત સુધીમાં ટ્વિટરને આર્થિક રીતે મજબૂત કરવા માગે છે. તેઓએ આવક વધારવા માટે બ્લૂ સબ્સ્ક્રિપ્શન સેવામાં ફેરફાર કર્યો છે.
ગત મહિને કેરેક્ટર મર્યાદા વધારીને 10,000 કરવામાં આવી હતી ટ્વિટરે ગત મહિને કેરેક્ટર મર્યાદા 280થી વધારીને 10,000 કરી હતી. એટલે કે, તમે કોઈપણ સમસ્યા વિના આખો લેખ અહીં લખી શકો છો. એટલું જ નહીં હવે ટ્વિટર પર બોલ્ડ અને ઇટાલિક્સ જેવા ટેક્સ્ટ ફોર્મેટિંગનો પણ ઉપયોગ કરી શકાશે.
ટ્વિટરે વર્ષ 2021થી 'સુપર ફોલો' વિકલ્પને 'સબ્સ્ક્રિપ્શન' તરીકે રિબ્રાન્ડ કર્યો છે. જેમાં યુઝર્સે એક્સક્લૂસિવ માટે લોકો પાસેથી દર મહિને $ 3, $ 5 અને $ 10 ચાર્જ કરી શકે છે. જેમાં સ્પેસેજ પર માત્ર-સબ્સ્ક્રાઇબર ચેટનો પણ સમાવેશ થાય છે.
બ્લૂ ટિક વેરિફાઇડ સબ્સ્ક્રાઇબર્સ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.