શું તમે 6 કલાકથી ઓછી ઊંઘ લો છો? જો આવું કરો છો તો આ જોખમી છે. દુનિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે ઊંઘના ફાયદા અને નુકસાન જણાવ્યા છે. ઈલોન ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના CEO છે. તેમનું કહેવું છે કે, તેઓ હવે દરરોજ રાતે 6 કલાક સૂવે છે, કેમ છે, ઓછું ઊંઘવાથી પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. ઈલોન મસ્ક પોડકાસ્ટ શો 'ધ જો રોગન એક્સપિરિયન્સ'માં અનુભવ શેર કરી રહ્યા હતા.
જો કે, મસ્કે એવું પણ જણાવ્યું કે તેઓ અત્યારે ઘણું કામ કરે છે. ઘણી વખત તેઓ રાત્રે એક, બે વાગ્યા સુધી પણ મીટિંગ કરે છે. મસ્કના જણાવ્યા પ્રમાણે, જ્યારે હું ઓછું સૂવાનો પ્રયાસ કરું છું તો મારી પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. તેમ છતાં હું 6 કલાકથી વધુ ઊંઘ લેવા નથી માગતો.
સફળ થવા માટે વ્યક્તિને સપ્તાહમાં 80 કલાક કામ કરવું પડશે
મસ્કે જણાવ્યું કે, સફળ થવા માટે વ્યક્તિએ સપ્તાહમાં ઓછામાં ઓછું 80 કલાક કામ કરવું પડશે. જો ખરેખર તમે જે દુનિયામાં રહો છો, તેને બદલવા માગો છો તો સપ્તાહમાં કામનો સમયગાળો 100 કલાક જેટલો પણ હોઈ શકે છે. એક સમય એવો હતો, જ્યારે હું માત્ર થોડા કલાક માટે સૂતો હતો અને કામ કરતો હતો.
2018માં ટેસ્લાના કર્મચારીઓએ બિઝનેસ ઈનસાઈડરને જણાવ્યું હતું કે, મસ્ક હંમેશાં ટેબલ, ડેસ્ક અને એટલે સુધી કે ફેક્ટરીના ફ્લોર પર ઊંઘતા જોયા છે.
6 કલાકની ઊંઘ અને પાવર નેપ લેવાથી હૃદયની બીમારીઓનું જોખમ 40% સુધી ઘટી જાય છે
પાવર નેપથી તમે રિલેક્સ, એનર્જેટિક, ફ્રેશ અને સ્ટ્રેસ ફ્રી થઇ શકો છો
શું તમે દિવસમાં 10થી 15 મિનિટ કે અડધા કલાકની ઝપકી લો છો? બસ તેને જ પાવર નેપ કહેવામાં આવે છે. એટલે કે પાવર નેપ એક નાની ઊંઘ છે. તેને તમે દિવસના સમયે શરીરને રિલેક્સ કે આરામ આપવા માટે લઇ શકો છો.
જ્યારે તમે ઓછી ઊંઘમાંથી ઊઠો છો, તો કેવો અનુભવ કરો છો? રિલેક્સ, એનર્જેટિક, ફ્રેશ અને સ્ટ્રેસ ફ્રી. તમે ભલે ગમે તેટલા બિઝી હોવ, કામ છોડીને 15 મિનિટની આ ઊંઘ તમને વધારે ફ્રેશનેસ અને એનર્જીથી ભરી દે છે.
હાલમાં અમેરિકન સ્પેસ એજન્સી NASAએ એક રિસર્ચ કર્યું. તેમાં ખબર પડી કે, 30 મિનિટની પાવર નેપથી લોકોની પ્રોડક્ટિવિટી વધી જાય છે.
ઓછી ઊંઘ લેવાથી વજન વધવા અને મેદસ્વિતાનું સૌથી વધારે જોખમ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિસર્ચ પ્રમાણે, ઊંઘ અને વજનનું કનેક્શન છે. ઓછી ઊંઘ લેવાથી વજન વધારે અને મેદસ્વિતા સૌથી વધારે જોખમ છે.એક સ્ટડી પ્રમાણે, એવા એડલ્ટ જે દરરોજ રાતે માત્ર 5 કલાકની ઊંઘ લે છે, તેમનું વજન 5 રાતોમાં સરેરાશ વજન 80 ગ્રામ સુધી વધી જાય છે.
અમેરિકાની હેલ્થ એજન્સી CDC (સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન) પ્રમાણે, 18 થી 60 ઉંમરના લોકોએ રાતે મિનિમમ 7 કલાકની ઊંઘ પૂરી કરવી જોઈએ. 61થી 64 ઉંમરના લોકોએ 7થી 9 કલાકની ઊંઘ જરૂર લેવી જોઈએ. આશરે 35% અમેરિકન એડલ્ટ 7 કલાકથી ઓછી ઊંઘ લે છે.
મિનિમમ 6 કલાક ઊંઘવા પાછળનું સાયન્સ શું છે?
ભારતમાં આશરે 15% વધારે લોકો અનિદ્રાનો શિકાર છે
2020માં તણાવ, ડિપ્રેશન, એન્કઝાયટી, નેગેટિવિટી અને ઈનસોમ્નિયા અર્થાત અનિદ્રા જેવી બીમારીમાંથી ઈનસોમ્નિયા ટોપ પર છે. ચીન અને યુરોપમાં તેની અસર સૌથી વધારે છે. નેશનલ સેન્ટર ઓફ બાયો ટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI)ના આંકડા પ્રમાણે, ભારતમાં આશરે 15%થી વધારે લોકો અનિદ્રાનો શિકાર છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.