• Gujarati News
  • Utility
  • Elon Musk Spacex Starlink Jobs Update; India Director Sanjay Bhardwaj Looking Two Rockstars

સોનેરી તક:બોલો, ઇલોન મસ્કની કંપની ‘સ્પેસ-X’માં કામ કરવું છે? નોકરીની પોસ્ટ અને અરજીની પ્રોસેસ જાણી લો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ 2 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી
  • આ નોકરી માટે હાઈ સ્પીડ સ્ટાર્ટ અપમાં હાઈ લેવલ એક્ઝિક્યુટિવનો અનુભવ હોવો જરૂરી

ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં નોકરીની તક આપી રહી છે. લિંક્ડઈન વેબસાઈટ પર કંપનીએ ભરતીની જાહેરાત આપી છે. SpaceXમાં સ્ટારલિંકના ભારતીય ડાયરેક્ટર સંજય ભારદ્વાજે લખ્યું કે, મને જણાવતાં આનંદ થાય છે કે કંપની ભારતમાં 2 રોકસ્ટારની શોધમાં છે. સ્ટારલિંક મસ્કની રોકેટ કંપની SpaceXની સેટેલાઈટ ઈન્ટરનેટ ડિવિઝન છે. ભારદ્વાજે કહ્યું કે, ગ્રામીણ ભારતથી શરૂ થતાં પરિવર્તન ઝડપી બનાવવા માટે આ એક નાનો સ્ટેપ છે. કંપનીનું એક્સપાન્ડેશન થતાં નવી નોકરીઓની તક મળશે.

સ્ટારલિંકમાં કામ કરવાની સોનેરી તક
પોસ્ટનું નામ: એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ, ઈન્ડિયા

જવાબદારી: એક અથવા એકથી વધારે સી લેવલ અધિકારી માટે મીટિંગનું કોઓર્ડિનેશન, કેલેન્ડર મેનેજમેન્ટ, અપોઈન્ટમેન્ટ, ટ્રાવેલ શિડ્યુલ અરેન્જ કરવો, કાર્યક્રમની વ્યવસ્થા કરવી, એજન્ડા તૈયાર કરવો સહિતના કામ. રેકોર્ડ અને લીગલ ડોક્યુમેન્ટ સાથે કસ્ટમરને સમયસર ડિલિવરી કરવી. મીટિંગ્સ અને સોશિયલ ઈવેન્ટ્સમાં સ્પેસએક્સનું પ્રતિનિધિત્વ કરવું.

આ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી
જો તમે આ તક મેળવવા ઈચ્છતા હો તો તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. તમારી પાસે 3 વર્ષ કરતાં વધારે સમય સુધીનો એક્ઝિક્યુટિવ લેવલનો અનુભવ હોવો જોઈએ. માઈક્રોસોફ્ટ ઓફિસ એપ્લિકેશન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર ટૂલ્સનો એક્સપિરિઅન્સ હોવો જોઈએ. તમે ભારતીય નાગરિક હોવાની સાથે તમારું હાલનું લોકેશન ભારતમાં જ હોય તે જરૂરી છે.

આ સ્કિલ્સ પર જ તમારો ચાન્સ લાગશે
કંપનીએ સ્કિલ્સ લિસ્ટ પણ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં જણાવેલી સ્કિલ્સ હશે તો જ તમને આ ગોલ્ડન ચાન્સ મળશે. આ જોબ માટે હાઈ સ્પીડ સ્ટાર્ટ અપમાં હાઈ લેવલ એક્ઝિક્યુટિવનો અનુભવ હોવો જોઈએ. આ સાથે કમ્પ્યુટર વિશે જ્ઞાન હોવું જોઈએ. પ્રોજેક્ટ સ્કોપ ડેવલપ કરવાનો અનુભવ હોવો જોઈએ. કમ્યુનિકેશન સ્કિલ્સ મજબૂત હોવી જોઈએ. તમે સમસ્યાનો ઉકેલ લાવવામાં હોશિયાર હોવા જોઈએ.

એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ ઓફ ઈન્ડિયા પોસ્ટ વિશે વધુ માહિતી જાણવા માટે અને અરજી કરવા અહીં ક્લિક કરો
ડાયરેક્ટર ઓફ રુલર ટ્રાન્સફોર્મેશન પોસ્ટ પર અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

સેટેલાઈટ ઈન્ટરનેટના ભારતમાં ક્યારે શ્રી ગણેશ થશે?
આગામી વર્ષે ભારતમાં ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટ ઉપલબ્ધ થઈ જશે. ભારતમાં અત્યારે રેગ્યુલેટર પાસે અપ્રૂવલની પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટારલિંકની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, 99 ડોલર એટલે કે લગભગ 7200 રૂપિયામાં તેનું પ્રી-બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ રકમ રિફન્ડેબલ પણ છે.

થોડા દિવસ અગાઉ મસ્કને એક ટ્વિટર હેન્ડલ OnsetDigital (@Tryonset)એ પૂછ્યું હતું કે સ્ટારલિંક સર્વિસીઝ ભારતમાં ક્યારે લોન્ચ થશે? આ અંગે મસ્કે જવાબ આપ્યો કે ‘રેગ્યુલેટર પાસે અપ્રૂવલની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.’ સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં જ ભારતમાં સેટેલાઈટથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળવા લાગશે, જે અત્યારના સમયે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, કેનેડા, ચિલી, પોર્ટુગલ, યુએસએ સહિત 14 દેશમાં મળે છે. અત્યારે સ્ટારલિંક બ્રોડબેન્ડના દુનિયાભરમાં 90 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે.

સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટની રોકેટ સ્પીડ

  • સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટ અત્યારે બીટા (ટેસ્ટિંગ) વર્ઝનમાં છે. તેની ડાઉનલોડ સ્પીડ 50Mbpsથી 150Mbps વચ્ચે છે. આ લો-લેટેન્સી ઈન્ટરનેટ સર્વિસીઝ 20 મિલી સેકન્ડ્સથી 40 મિલી સેકન્ડ્સનો સમય લે છે. લેટેન્સી ડેટા એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી પહોંચાડવામાં લાગતો સમય.
  • અમેરિકામાં સ્પીડ ટેસ્ટ ઈન્ટેલિજન્સના નંબર દર્શાવે છે કે સ્ટારલિંક સેટેલાઈટ બ્રોડબેન્ડ 97.23 Mbps ડાઉનલોડ સ્પીડ આપી રહ્યું છે. તેની અપલોડ સ્પીડ 13.89Mbps છે. અમેરિકામાં વાયર્ડ બ્રોડબેન્ડની એવરેજ ડાઉનલોડ સ્પીડ 115.22 Mbps અને અપલોડ સ્પીડ 17.18 Mbpsની આસપાસ છે.
  • US એરફોર્સે સ્ટારલિંકનો ઉપયોગ કરીને 600 Mbpsની સ્પીડ પણ હાંસલ કરી છે. એ સ્પષ્ટ નથી કે સામાન્ય લોકો માટે જે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ થશે કે કેમ .સ્ટારલિંક માટે સેટેલાઈટ સ્થાપિત કરી રહેલી મસ્કની સ્પેસ રિસર્ચ એજન્સી સ્પેસએક્સે પણ કહ્યું છે કે યુઝર્સ 50થી 150 Mbps સ્પીડની આશા રાખી શકે છે.
  • ઓગસ્ટમાં સ્પીડ ટેસ્ટ એપ બનાવનારી Ooklaએ જણાવ્યું કે સ્ટારલિંક સેટેલાઈટ બ્રોડબેન્ડની સ્પીડ અનેક દેશોમાં વાયર્ડ બ્રોડબેન્ડની સ્પીડ સરખી થઈ ગઈ છે, જ્યારે કેટલાક દેશોમાં તો તેણે વાયર્ડ બ્રોડબેન્ડને પણ પાછળ છોડી દીધા છે.