તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Electronics Corporation Of India Announces Recruitment For 111 Posts, Walk in Interviews To Be Held On April 17 And 18

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 111 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, 17 અને 18 એપ્રિલે વોક-ઈન ઇન્ટરવ્યુ યોજાશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)એ ઓફિસ આસિસ્ટન્ટ સહિત 11 પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઈચ્છુક ઉમેદવારો નિયત ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા 8 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ અને જૂનિયર આર્ટિઝન ના પદો પર ભરતી કરવામાં આવશે.

પદોની સંખ્યા- 111

પદસંખ્યા
સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ24
ઓફિસ આસિસ્ટન્ટ01
જૂનિયર આર્ટિઝન86

લાયકાત
આ પદ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 10મુ-12મુ પાસ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા (એન્જિનિયરિંગ) અથવા ITI સર્ટિફિકેટ હોલ્ડર અરજી કરી શકે છે.

મહત્ત્વની તારીખો
અરજી શરૂ થવાની તારીખ- 08 એપ્રિલ
વોક-ઈન ઈન્ટરવ્યુમાં સામેલ થવાની છેલ્લી તારીખ- 17-18 એપ્રિલ

વય મર્યાદા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

સેલરી
સિલેક્ટ કરવામાં આવેલા ઉમેદવારોને દર મહિને 18,882 - 20,802 રૂપિયા સુધી સેલરી આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોને કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં.

આ રીતે અરજી કરવી
તમામ યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારોએ 17 અને 18 એપ્રિલ 2021ના રોજ નીચે આપવામાં આવેલા સરનામા પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે વોક-ઈન ઇન્ટરવ્યુમાં હાજરી આપવી પડશે.

સરનામુ- એટોમિક એનર્જી સેન્ટ્ર સ્કૂલ, RMP યેલવાલ કોલોની, હંસૂર રોડ, યેલવાલ પોસ્ટ, મૈસૂર - 571130

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

પદસંખ્યા
સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ24
ઓફિસ આસિસ્ટન્ટ01
જૂનિયર આર્ટિઝન86

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો