તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • ECIL Invites Applications For Recruitment To 650 Posts Of Technical Officer, Deadline For Application Is 15th February.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:ECILએ ટેક્નિકલ ઓફિસરની 650 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માગી, અપ્લાય કરવા માટે છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL)એ ટેક્નિકલ ઓફિસરની 650 જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારોની અરજીઓ માગી છે. આ પોસ્ટ્સ માટેની એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે નક્કી કરેલાં એપ્લિકેશન ફોર્મેટમાં 15 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે.

વેકન્સીની કુલ જગ્યા - 650 પોસ્ટ
એલિજિબિલિટી

ટેક્નિકલ ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીમાંથી કુલ 60% માર્કસ સાથે ફર્સ્ટ કેટેગરી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ/ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનિયરિંગ/મિકેનિકલ એન્જિનિયરિંગ/કમ્પ્યુટર સાયન્સ એન્જીનિયરિંગ/ઇન્ફર્મેશન ટેકનોલોજીની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

મહત્ત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 06 ફેબ્રુઆરી
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - 15 ફેબ્રુઆરી
કોલ લેટર જાહેર થવાની તારીખ - 20 ફેબ્રુઆરી
ડોક્યૂમેન્ટ વેરિફિકેશનની તારીખ - 25થી 27 ફેબ્રુઆરી

વય મર્યાદા
31 જાન્યુઆરી 2021ના ​​રોજ આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો