• Gujarati News
 • Utility
 • Eating It Will Cause Kidney liver Failure, Know The Tricks To Check The Purity Of Paneer ghee

1.98 લાખનું નકલી પનીર જપ્ત:તેને ખાવાથી કિડની-લીવર ફેલ થઈ જશે, જાણો પનીર-ઘીની શુદ્ધતા ચકાસવાની ટ્રિક્સ

એક મહિનો પહેલા

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ મંગળવારે પુણેના મંજર ખુર્દની એક ફેક્ટરીમાંથી લગભગ 900 કિલો નકલી પનીર જપ્ત કર્યું છે. તેની કિંમત 1.98 લાખ જણાવવામાં આવી રહી છે. ₹2.24 લાખની કિંમતના ભેળસેળયુક્ત પનીર અને RBD પેમોલિન તેલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા સ્કીમ્ડ દૂધ પણ કબ્જે કરવામાં આવ્યા હતા.હકીકતમાં માત્ર પનીર જ નહીં, દૂધ અને ઘીમાં ભેળસેળના અહેવાલો અવારનવાર આવતા રહે છે. દિવાળીની આસપાસ દર વર્ષે ભેળસેળવાળા માવા એટલે કે ખોયા પકડાય છે. આજે જરૂરિયાતના સમાચારમાં દૂધમાંથી બનતી ભેળસેળવાળી વસ્તુઓને ઓળખવાની પ્રક્રિયા જણાવીશું. તેને ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત કઈ-કઈ સમસ્યાઓ થશે તે વિશે પણ વાત કરીશું.

સૌથી પહેલા વાત કરીએ પનીરની
પનીરની માગ વધી છે એટલે સિન્થેટિક રીતે તૈયાર થઈ રહી છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્યોર પનીર છે કે સિન્થેટિક.

પ્રશ્ન: આ સિન્થેટિક પનીર શું છે?
જવાબ:
આ ફેક પનીર હોય છે. નકલી રીતે પનીર બનાવવા માટે તેમાં ખરાબ દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલિન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટીરેટ પાવડર અને સલફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. હવે સ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ડૉક્ટર્સ પણ દર્દીને ઘરે બનાવેલ પનીર ખાવાની સલાહ આપે છે.

પનીરની શુદ્ધતા તપાસવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે, તેને હાથથી મેશ કરવું. ભેળસેળયુક્ત પનીર પાવડર બનશે, કારણ કે આ પાવડર દૂધમાંથી બનાવવામાં આવે છે. પ્યોર પનીરમાં આવુ થશે નહી.

બજારમાંથી પનીર લાવ્યા પછી તેની શુદ્ધતા તપાસવા માટે તમારે શું કરવું પડશે? તે નીચેના ક્રિએટિવમાં વાંચો

નકલી પનીર ખાવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે

 • તેમાં રહેલા કેમિકલ કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે.
 • સિન્થેટિક ચીઝ ખાવાથી પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી થઈ શકે છે.
 • કેટલાક લોકોને એલર્જી પણ હોઈ શકે છે.

દૂધમાંથી બનતી મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી રહી છે. તો પનીર બાદ હવે ઘીની વાત કરીએ.
ઘી વિશે તો મોટેભાગે વૃદ્ધો કહે છે કે, અમે જૂના જમાનાનું ઘી ખાઈને મોટા થયા છીએ એટલે અમે મજબૂત છીએ. અમે તમારી જેમ ભેળસેળવાળું ઘી ખાધું નથી. સાચી વાત તો એ છે કે, જો પ્યોર ઘી ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તે શરીરને ડિટોક્સ કરી શકે છે. તેમાં કોલેસ્ટ્રોલ પણ સારા પ્રમાણમાં હોય છે તેમછતાં બજારમાં શુદ્ધ ઘી મળે છે કે, કેમ તે પ્રશ્ન ઊભો થાય છે? તમામ કંપનીઓ દાવા કરે છે પણ વાસ્તવિકતા શું છે? તે જાણવા માટે અમે તમને કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ જણાવીશું.

નકલી ઘીનો ઉપયોગ કરવાથી આ 7 બીમારીઓનો ખતરો રહે છે

 • હૃદયરોગ
 • ઊંચુ બ્લડપ્રેશર
 • લિવરને નુકસાન થયુ
 • ગર્ભપાતનું જોખમ
 • મગજમાં સોજો
 • પેટમાં ગરબડ, અપચો અને એસિડિટી
 • કોલેસ્ટ્રોલમાં વધારો

શું તમે દૂધની શુદ્ધતા ચકાસો છો?
ઘી બનાવો, પનીર અથવા દહીં બનાવો. આ બધા માટે સૌથી મહત્વની બાબત દૂધ છે અને દૂધ જ શુદ્ધ નથી મળતું. આ માટે તમે જે દૂધ લો છો તે કેટલું શુદ્ધ છે? તે જાણવું સૌથી અગત્યનું છે.

આ કિસ્સામાં કાયદો શું કહે છે? તે એડવોકેટ સચિન નાયક પાસેથી જાણી લઈએ.
પ્રશ્ન: ભેળસેળવાળી વસ્તુઓની ફરિયાદ તમે ક્યા કરી શકો છો?
જવાબ:
ભેળસેળવાળી વસ્તુઓની ફરિયાદ તમે ફૂડ સૅફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIના કાયદા અંતર્ગત કરી શકો છો. યાદ રાખજો કે આ માટે તમે સીધા જ મેજીસ્ટ્રેટ પાસે જઈ શકો નહી. પનીરના ઉદાહરણથી આપણે આ વાતને સમજીએ. જો પનીરની વાત કરીએ તો તેના માટે તમારે તેનું સેમ્પલ લઈને ફૂડ સૅફ્ટી ઓથોરીટી પાસે જવુ જોઈએ. ત્યા જઈને લેખિત ફરિયાદ કરવી પડશે, જે પ્રોડક્ટ આપણે રાખી રહ્યા છીએ, તેમાં ભેળસેળ હોઈ શકે. ઓથોરીટી લેબમાં મોકલીને તેની તપાસ કરાવો, જેવી રિપોર્ટ તમારા ફેવરમાં આવશે, વોરંટ ઈશ્યુ થઈ જશે.

પ્રશ્ન: શું દરેક શહેરમાં ફૂડ સેફ્ટીના અધિકારી હોય છે?
જવાબ:
હા, દરેક શહેરમાં ફૂડ સેફ્ટીના અધિકારી હોય છે. તેમનું કામ તપાસ કરવાનું હોય છે. દેશના બધા જ ફૂડ સેફટી અધિકારીઓની માહિતી માટે અહી ક્લિક કરો.

પ્રશ્ન: ભેળસેળ કરતા લોકો માટે કાયદાકીય શું સજા છે?
જવાબ:
ખાદ્ધ સુરક્ષા કાનૂન અંતર્ગત ભેળસેળવાળો સામાન વેંચતા દુકાનદારને દંડ આપવાનો અધિકાર છે. તેને જેલ પણ જવું પડી શકે છે. દોષિત વ્યક્તિને 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે.