• Gujarati News
  • Utility
  • Eating It Reduces Weight, Blood Pressure Is Also Under Control, Emperor Ashoka Mamran Used To Eat With Non veg

મમરાં પર GST, મમતા બેનરજી ભડક્યા:તેને ખાવાથી વજન ઘટે છે, બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે, સમ્રાટ અશોક મમરાં, નોનવેજ સાથે જમતાં હતાં

2 મહિનો પહેલા

હાલમાં જ TMCની એક રેલીમાં મમતા બેનર્જીએ GSTને લઈને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. "હવે, મુરી (મમરાં) પર GST લાદવામાં આવ્યો છે. શું ભાજપનાં લોકો હવે મુરી નહીં ખાય?

મમરાં પરનો GST કદાચ મોટાભાગનાં લોકો માટે હળવી બાબત હશે, પરંતુ પશ્ચિમ બંગાળનાં લોકો માટે તે મુખ્ય ખોરાક છે, ત્યાંના લોકો તેને શાકભાજી સાથે પણ ખાવાનું પસંદ કરે છે.

આજે રાજકારણથી થોડું બહાર આવીને આપણે આ કામનાં સમાચારમાં મમરાં વિશે ચર્ચા કરી લઈએ. તે કેવી રીતે બને છે? તે આપણાં સ્વાસ્થ્ય માટે કેટલાં હેલ્થી છે? પહેલી વાર ક્યારે મમરાં ખવાયા હતાં? આ બધુ જ આજે આપણે જાણીશું.

મમરાં શું છે?
ડાયટિશન અંજુ વિશ્વકર્મા કહે છે કે, મમરાં એ ચોખામાંથી તૈયાર કરવામાં આવતી ખાદ્ય સામગ્રી છે. ચોખાને ઊંચી આંચ પર ગરમ કરીને મમરાં તૈયાર કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

મમરાંમાં હાજર પોષકતત્વો વિશે જાણીએ?
અંજુનાં જણાવ્યા પ્રમાણે મમરાંમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. 100 ગ્રામ મમરાંમાં 402 કેલરી, 0.5 ગ્રામ ચરબી, 0.1 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ, 0 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ, 113 મિલિગ્રામ કેલ્શિયમ, 90 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 1.7 ગ્રામ ડાયેટરી ફાઇબર, 6 ગ્રામ પ્રોટીન, 6 મિલિગ્રામ કેલ્શિયમ, 25 મિલિગ્રામ મેગ્નેશિયમ, 31.7 મિલિગ્રામ આયર્ન, 0.1 મિલિગ્રામ પાયરોડોક્સિન (વિટામિન બી-6) હોય છે. તેથી જ ડાયટિશન પણ તેને ખાવાની સલાહ આપે છે.

કલિંગ જીત્યા બાદ અશોકનાં રસોઈઘરમાં 'મુડી મનસા' બનાવવામાં આવી હતી. 'મુરી' માત્ર બંગાળના લોકોની જ ફેવરિટ ખાવાની આઈટમ નથી, તે મુંબઈવાળી ભેળપુરી માટે પણ જરૂરી છે. આંધ્રપ્રદેશનો સ્વાદિષ્ટ 'મુંઠા મસાલા', કોલ્હાપુરનાં 'ભડંગ મુરમુરા' પણ મમરાં વિના અધૂરો ગણાય છે અને હા, જે લોકો ઓડિશા ગયા હશે અથવા તો જો તમે ઓડિશાનાં લોકોનાં સંપર્કમાં હશે તો તેમણે મયુરભંજના પ્રખ્યાત 'મુડી મનસા'નું નામ સાંભળ્યું જ હશે.

આ વાનગીમાં મટન કરીને માટીના વાસણમાં ધીમા તાપે રાંધવામાં આવે છે અને તેમાં મમરાં અને લીલા મરચા ઉમેરવામાં આવ્યા છે. આ વાનગી સાથે જોડાયેલી અનેક દંતકથાઓમાંની એક એ પણ છે, કે કલિંગ સાથે યુદ્ધ જીત્યા બાદ સમ્રાટ અશોકના રસોડામાં મમરાં પહેલીવાર બનાવવામાં આવ્યા હતાં.

મમરાં ખરીદવાની અને રાખવાની સાચી રીત
મમરાં જથ્થાબંધ અને પેકેટ બંનેમાં ઉપલબ્ધ છે, ખરીદી કરતી વખતે નીચેની વસ્તુઓ ધ્યાનમાં રાખો

  • હંમેશાં મમરાંની તાજગી અને કરકરાપણાંનું ધ્યાન રાખો.
  • જો તમે ખુલ્લા પડેલાં મમરાંની ખરીદી કરી રહ્યા છો, તો તેને ચાખીને ત્યારબાદ જ ખરીદો, જો તમને જરાપણ ખરાબ સ્મેલ આવે તો ખરીદશો નહી.
  • કાંકરા કે પથ્થરવાળાં મમરાં ભૂલથી પણ ખરીદશો નહિ.

ઘરે લાવ્યા પછી મમરાં આ રીતે સાચવીને મૂકો

  • મમરાંને હંમેશાં એરટાઈટ ડબ્બામાં રાખવા.
  • સામાન્ય તાપમાનમાં રાખીને તમારે તેને 3થી 4 અઠવાડિયાની અંદર ખાઈ લેવા જોઈએ.
  • ડબ્બાઓને હંમેશાં સારી રીતે બંધ રાખો, નહીં તો તે હવા અને ભેજથી નરમ પડી જશે.
  • બિહાર, ઝારખંડ, આસામ અને નેપાળનાં નીચલા ભાગમાં વસવાટ કરતાં લોકોનાં ભોજનમાં પણ મમરાં સામેલ છે. મહારાષ્ટ્રમાં ભેળપુરીનો સ્વાદ બધાની જીભ પર છે. મધ્યપ્રદેશનાં લોકો નમકીનનો મમરાં વગર વિચાર પણ કરી શકતાં નથી. છત્તીસગઢનાં ઘરોમાં મબલકના લાડુ બનાવવામાં આવે છે અને તેથી જ તે દેશનાં ઘણા મંદિરોમાં અને મઝારો પર પણ પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે.

15મી સદીથી પ્રસાદમાં ચડાવવામાં આવી રહ્યા છે મમરાં
તે કહેવું મુશ્કેલ છે, કે મમરાં પહેલી વાર ક્યારે બનાવવામાં આવ્યા હતાં અને તેને કોણે બનાવ્યા હતાં? કેટલાક લોકો માને છે કે, પ્રાચીન કાળથી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે જ સમયે કેટલાક કહે છે કે મમરાં સૌથી પહેલાં 15 મી સદીમાં જોવા મળ્યા હતાં. જ્યારે ખેતરમાંથી ચોખા કાપવામાં આવતાં ત્યારે પહોળાં મોઢાવાળા માટીના વાસણમાં અડધી રેતી ભરવામાં આવી હતી. આ વાસણમાં ચોખા ઉમેરીને ગરમ કરવામાં આવતા હતાં. ચોખાની ઉપરની ભૂસી ગરમીના કારણે દૂર થઈ જાય છે અને તે ફૂલી જાય છે. તેને ભગવાનનાં પ્રસાદ તરીકે પણ અર્પણ કરવામાં આવે છે.

વર્ષ 1930ની વાત છે જ્યારે કેમિસ્ટ અને ઉદ્યોગપતિ પ્રફુલ્લચંદ્ર રેએ પહેલી વાર 'મુરી, ચુડા અને બિસ્કિટમાં રહેલાં પૌષ્ટિક તત્વો વિશે આર્ટિકલ લખ્યો હતો. આ લેખમાં તેમણે ત્રણેયના ખાદ્ય પદાર્થોમાં રહેલા પોષક તત્વોને ભેગા કરીને એક ટેબલ બનાવ્યું હતું અને સમજાવ્યું હતું કે, 'મુરી' અને ચોખા, બિસ્કિટ કરતાં વધુ સારા છે. પ્રફુલ્લચંદ્ર રેએ જ બંગાળ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સની સ્થાપના કરી હતી, જે દેશની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની હતી.