શું તમે જાણો છે કે ઘી વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે? હા, તે સાચું છે, પરંતુ તેના માટે વધારે ઘી ખાવાની જરૂર નથી. માત્ર 1થી 2 ચમચી ઘી જ ખાવું અને દરરોજ ખાવું પડશે. જો તમને કોઈ બીમારી છે, તો ઘી ખાતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. આ વાત એક સ્ટડીમાં જાણવા મળી છે. જાણો ઘી કેટલું જરૂરી છે? તેના ખાવાના ફાયદા શું છે.
ઘી ખાવાની સાથે વર્કઆઉટ પણ કરવું પડશે
સામાન્ય રીતે લોકો વેટ લોસ દરમિયાન ઘી ખાવાનું ટાળે છે, કેમ કે, ઘીમાં ભરપૂર પ્રમાણમાં ફેટ હોય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દરરોજ એકથી બે નાની ચમચી ઘી ખાવાથી વજન નિયંત્રિત રહે છે. રાયપુરમાં ડાયટિશિયન અને ફિટનેસ એક્સપર્ટ ડૉક્ટર નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, વેટ લોસમાં ઘી ત્યારે મદદગાર થશે, જ્યારે તમે ઘી ખાવાની સાથે વર્કઆઉટ કરશો. જો તમે ઘી ખાવ છો અને આખો દિવસ બેસી રહો છો તો કંઈ નહીં થાય. ડૉ. નિધિ ઘી સંબંધિત તમામ સવાલોના જવાબ આપી રહી છે.
ઘી વજન ઘટાડવામાં કેવી રીતે અસરકારક છે?
ઘીમાં ઓમેગા 3 ફેટ (DHA) અને ઓમેગા 6 (CLA) ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી તે વજન ઘટાડવા માટે સારું માનવામાં આવે છે. ઓમેગા 6 ફેટ દ્રવ્યમાનને ઘટાડીને શરીરને સ્લિમ બનાવે છે.
ઘીમાં જરૂરી એમીનો એસિડ હોય છે, જે ફેટ કોષોના આકારને નાના કરે છે. તેથી જો તમારું શરીર ઝડપથી ચરબી જમા કરે છે તો ઘી ખાવું ફાયદાકારક થઈ શકે છે. તે ઉપરાંત ઘીમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ બોડી ફેટ ઘટાડવામાં મદદ કરે છે.
ઘીનો કેટલો ઉપયોગ કરવો જોઈએ?
એક સામાન્ય વ્યક્તિ દરરોજ 6થી 8 નાની ચમચી ઘી ખાઈ શકે છે.
ગાય અને ભેંસના ઘીમાંથી કયું ઘી શ્રેષ્ઠ?
આયુર્વેદ પ્રમાણે, ગાયનું ઘી સૌથી સારું ગણાય છે. જો તમે રેગ્લુયલર વર્કઆઉટ કરો છો તો ભેંસનું ઘી પણ લઈ શકો છો. જો તમે દૂઘ પચાવી નથી શકતા તો તમે એક્સપર્ટની સલાહ પ્રમાણે ઘી લિમિડેટ માત્રામાં લઈ શકો છો.
શું કહે છે સ્ટડી?
ઘી વિશે આયુર્વેદ શું કહે છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.